SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ–મલી-જિન-ચરિત્ર: સૂત્ર ૧૯૯ પરણે તે માટે માગું કર. તેના બદલામાં આખું રાજ્ય આપવું પડે તો પણ મને મંજૂર છે.” ૧૯૩, ત્યારબાદ શંખ રાજાની આ વાત સાંભળી તે દૂત હૃષ્ટ-તુષ્ટ–થતો યાવતુ-જ્યાં મિથિલાનગરી હતી ત્યાં જવા ચાલ્યો. અદીનશત્રુ રાજા૧૯૪. તે કાળે તે સમયે કરુ નામક જનપદ હતું, ત્યાં હસ્તિનાપુર નામે નગર હતું. તેમાં અદીનશત્રુ નામે રાજા હતો-પાવનૂ-રાજ્ય સંભાળ હતો. મલદિન્ન દ્વારા ચિત્રસભા-નિર્માણ૧૯૫. તે મિથિલામાં કુંભરાજાનો પુત્ર, પ્રભાવતી રાણીને આત્મજ, મલ્લીનો નાનો ભાઈ મલ્લદિ નામે રાજકુમાર સુકોમળ હાથ-પગ યાવ––યુવરાજ હતો. ૧૯૬. ત્યારે એક વખત મલ્લદિન કુમારે સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું તમે જાઓ અને મારા પ્રમાદવનમાં અનેક ભોથી યુક્ત એવી એક વિશાળ ચિત્રસભાની રચના કરો...અને પછી મને જાણ કરો.' તેઓએ પણ તે પ્રમાણે કરી જાણ કરી. ત્યાર પછી તે મલ્લદિનકુમારે ચિત્રકાર મંડળને બોલાવ્યું, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે! તમે ચિત્રસભામાં હાવ, ભાવ, વિલાસ અને બિબ્લોક (શૃંગારિક ચેષ્ટા) યુક્ત આકૃતિઓનાં ચિત્રો કરો અને ચિત્રો કરીને મને જાણ કરો.' ત્યાર બાદ તે તે ચિત્રકારમંડળે આ વાત સાંભળી, જેવી આશા” એમ કહી આશા સ્વીકારીને સહુ પોતપોતાના ઘેર ગયા, ઘેર જઈને Íછીઓ અને રંગે લીધા, લઈને જ્યાં ચિત્રસભા હતી ત્યાં આવ્યા, આવીને ચિત્રસભામાં પ્રવેશ્યા, પ્રવેશીને ચિત્રરચના માટે ભૂમિભાગો તૈયાર કર્યા, ભૂમિભાગો તૈયાર કરી પૃષ્ઠભૂમિકાઓની સજાવટ કરી, સજાવટ કરીને હાવ, ભાવ, વિલાસ અને બિબ્બોકયુક્ત આકૃતિઓ દોરવા લાગ્યા. એક ચિત્રકાર દ્વારા મલીની પ્રતિકૃતિનું ચિત્રણ૧૯૭. તેમાંના એક ચિત્રકારને એવા પ્રકારની ચિત્રકારલબ્ધિ હતી, મળેલી હતી, સારી રીતે પ્રાપ્ત થયેલી હતી કે “જે કોઈ પણ દ્રિપાદ કે ચતુષ્પાદ કે પાદરહિતનો એક ભાગ પણ જુએ તો તે ભાગના આધારે પૂરું ચિત્ર બનાવી શકે. તે ચિત્રકારે પડદા પાછળ બેઠેલી મલીના પગનો અંગૂઠો પડદાના છિદ્રમાંથી જોયું ત્યારે તે ચિત્રકારને આ વિચાર આવ્યાયાવતુમનમાં ઉત્પન્ન થયો કે “મારા માટે એ શ્રેયસકર છે કે વિદેહવર રાજકન્યા મલ્લીના પગના અંગૂઠાના આધારે તેની જેવું સરખું, સરખી વય, લાવણ્ય, રૂપ, ગુણ અને યૌવન દર્શાવતી આકૃતિવાળું તેનું ચિત્ર દોરુ” આમ વિચાર્યું, વિચારીને ભૂમિભાગ સજજ કર્યો, સજજ કરીને રાજકન્યા મલીના પગના અંગૂઠાના આધારે તેના જેવું-પાવનૂ-ચિત્ર દોર્યું. ૧૯૮. ત્યાર પછી તે ચિત્રકારમંડળે ચિત્રસભામાં હાવ, ભાવ, વિલાસ અને બિબ્બકયુક્ત આકૃતિઓવાળાં ચિત્રો દોર્યા, ચિત્રો દોરીને જમાં મલ્લદિન્નકુમાર હતો ત્યાં આવ્યા, આવીને આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી. ત્યારે તે મલદિનકુમારે ચિત્રકારમંડળને સત્કાર કર્યો, સન્માન કર્યું, સત્કાર-સન્માન કરીને જીવનભર ચાલે એટલું પ્રીતિદાન કર્યું અને પ્રીનિદાન કરી વિદાય આપી. - ત્યાર પછી મલ્લદિનકુમારે સ્નાન કર્યું અને અંત:પુર તથા પરિવારથી ઘેરાઈને તથા ધાવમાતાને સાથે લઈને જ્યાં ચિત્રસભા હતી ત્યાં આવો, આવીને ચિત્રસભામાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને હાવ, ભાવ, વિલાસ અને શૃંગારિક ચેષ્ટાઓવાળાં ચિત્રોને જોત જોતો જ્યાં વિદેહવર રાજકન્યા મલિનું આબેહૂબ ચિત્ર હતું ત્યાં જવા નીકળ્યો. ૧૯૯. ત્યાર બાદ તે મલ્લદિનકુમારે વિદેહવર રાજકન્યા મલ્લિનું આબેહૂબ ચિત્ર જોયું, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy