SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનગ–મલી–જિન–ચરિત્ર : સૂત્ર ૧૫૭ ૧૫૭. ત્યાર બાદ તે મલ્લી પાંચ ધાવ માતાઓ દ્વારા ઉછેરાતી_યાવતુ–સુખપૂર્વક વધવા લાગી. મહાબલના વર્ણન મુજબ એની વૃદ્ધિ જાણવી, [ગાથાર્થી-]. દેવલોકમાંથી આવેલી, અનુપમ રૂપવતી તે ભગવતી દાસ-દાસીઓથી ઘેરાયેલી અને પીઠમાઁ-સેવકોથી વીંટળાયેલી વધવા લાગી(૧) તેના વાળ કાળા, આંખે સુંદર, હોઠ બિંબફળ જેવા અને દાંતની હાર શ્વેત હતી. ઉત્તમ કમળ જેવી તે કોમળ અંગવાળી હતી અને તેના શ્વાસોચ્છવાસમાં ખીલેલા કમળની સુગંધ હતી. ત્યાર બાદ વિદેહની ઉત્તમ રાજકન્યા ને મલી બાલભાવ મૂકીને યોગ્ય કળાઓ સંપાદન કરતી યૌવનકાળમાં આવી, અને રૂપ, યૌવન તથા લાવણ્યમાં અતિ અતિ ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરસંપત્તિવાળી બની ગઈ. મલી દ્વારા મોહન-ગૃહનું નિર્માણ૧૫૮. ત્યાર બાદ સો વર્ષથી થોડી ઓછી વયની થતાં તે મલીએ વિપુલ અવધિજ્ઞાન દ્વારા રાજાઓ રૂપે ઉત્પન્ન થયેલા પોતાના જ પ્રિય મિત્રો જોયા–ઇક્વાકુરાજ પ્રતિબુદ્ધ, અંગરાજ ચન્દ્રછાય, કાશીરાજ શંખ, કુણાલાધિપતિ રુકિમ, કુરુરાજ અદીનશત્રુ અને પંચાલાધિપતિ જિતશત્રુ. ૧૫૯. ત્યાર બાદ તે મલ્લીએ કૌટુંબિક પુરુષને બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે! અશોકવાટિકામાં સેંકડો સ્તંભયુક્ત એક ભવ્ય મોહનગૃહનું નિર્માણ કરે. તે મોહનગૃહના બરાબર વચ્ચેના ભાગમાં છે ગર્ભગૃહ (ભોંયરાં) બનાવો. તે ગર્ભગૃહના બરાબર વચ્ચેના ભાગમાં જાગૃહો (જાળીવાળા એરડા) બનાવે. તે જાલગૃહની બરાબર વચ્ચેના ભાગમાં મણિ–પીઠિકા બનાવો. આ પ્રમાણે સઘળું કરીને મને જાણ કરો.' તેઓએ પણ તે પ્રમાણે કરીને-પાવતૂજાણ કરી. ૧૬૦. ત્યાર બાદ તે મણિપીઠિકા પર મલીએ પોતાના જેવી જ, સરખી વચાની, સરખી ઉમરની જણાય તેવી, સરખાં રૂપ–લાવણ્યયૌવન ગુણવાળી, સુવર્ણમય પ્રતિમા મુકાવી, તે પ્રતિમાના મસ્તકમાં છિદ્ર કરાવીને તેના પર પદ્મપત્ર ઢંકાવું. આ રીતે કરીને પછી પોતે જે વિપુલ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્યને આહાર લેતી તે સરસ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય આહારમાંથી પ્રતિદિન એક એક કોળિયો લઈને તે પાપત્રથી ઢાંકેલ સછિદ્ર મકવાળી સુવર્ણમયી પ્રતિમાના મસ્તકભાગમાં નાખતી. એ રીતે મસ્તકમાં છિદ્રવાળી પદ્મપત્રથી ઢંકાયેલી તે કનકમથી પ્રતિમામાં એક એક કોળિયો નાંખવાથી તેમાં દુર્ગધ પેદા થવા લાગી. તે દુગધ એવી હતી-જાણે મરેલા સાપની ગંધ જેવી, અથવા મૃત ગાયની ગંધ જેવી, અથવા મૃત કૂતરાની, યા મરેલા બિલાડીની, યા મૃત મનુષ્યની, યા મૃત પાડાની, યા મૃત ઉંદરની, યા મૃત અશ્વની, યા મૃત હાથીની, યા મૃત સિંહની, યા મૃત વાઘની, યા મૃત વરુની, યા મૃત દીપડાની ગંધ જેવી હતી. મરેલ, કહોવાઈ ગયેલ, ગળી ગયેલ, જનાવરોએ ખાધેલી અને કીડાઓના સમૂહથી છવાયેલી કોઈ અશુચિ, ગળી ગયેલ, વિકૃત, બીભત્સ દેખાવની લાશની ગંધ કદાચ આવી હોય? એમ કહેવું પૂરતું નથી. આ ગંધ તે એનાથી ય અધિક અનિષ્ટ, અધિક અરમણીય, અધિક અપ્રિય અને અધિક અમનોજ્ઞ તથા અમનહર હતી. પ્રતિબુદ્ધ રાજાની રાણી પદ્માવતીદેવીના નાગમહેસવ– ૧૬૧, તે કાળે તે સમયે કોશલ નામક જનપદ હતું. તેમાં સાકેત નામે નગર હતું. તેની ઉત્તર-પૂર્વ દિશા–ઈશાનકોણ-માં એક વિશાળ નાગગૃહ હતું, જે દિવ્ય અને શરણાગતની સાચેસાચ રક્ષા કરનાર હતું. તે સાકેત નગરમાં પ્રતિબુદ્ધ નામે ઇક્વાકુ કુળનો રાજા હતો. તેની પદ્માવતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy