SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૪૩ આ પ્રમાણે “મૃગાપુત્ર'થી આરંભી “અંજુ' સુધી દશ કથાઓ આપવામાં આવી છે. એને મૂળ આધાર વિપાક સૂત્રને પ્રથમ શ્રેરકબ્ધ છે. આ દશેય કથાનાં પાત્ર ઐતિહાસિક હેાય એવું નથી, પરંતુ પૌરાણિક અને પ્રાગઐતિહાસિક કાલનાં પાત્રો છે. આ બધી કથાઓમાં હિંસા. ચેરી અને અબ્રહ્મનું કડવું પરિણામ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. પણ અસત્ય અને મહાપરિગ્રહનાં પરિણામની ચર્ચા થઈ નથી. શાસ્ત્રકારને મૂળ ઉપદેશ એ છે કે સાધક પાપથી દૂર રહે અને શુભ ભાવોમાં પરિણતિ કરે તથા શુદ્ધત તરફ ગતિ કરે. અ દૃષ્ટિએ ગણધર ગૌતમની જિજ્ઞાસા પર ભગવાન મહાવીરે વિવિધ પ્રસંગે આપીને જીવનના મહાન તથ્યને પ્રકાશિત કર્યું છે. પૂરણ બાલતપસ્વી ગણધર ગૌતમે ભગવાન મહાવીરને જિજ્ઞાસાથી પૂછયું કે, “ભગવાન, અસુરેન્દ્ર અસુરરાજ ચમરને દિવ્ય દેવઋદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઈ ?” ભગવાને કહ્યું: “બેભેલ સનિવેશમાં પૂરણ ગૃહપતિ રહેતો હતો. એણે તામલી તાપસની માફક પિતાના મોટા પુત્રને ગૃહભાર સોંપીને દાનામા' પ્રવજ્યા ગહણ કરી. “બેલા' ઉપવાસના પારણું માટે તે ચાર ખાનાવાળું લાકડાનું પાત્ર લઈને ભિક્ષા માગવા નીકળતે. પહેલા ખાનામાં પ્રાપ્ત થતી ભિક્ષા તે પથિકને આપતા, બીજ ખાનાની ભિક્ષા કાગડા અને કુતરાને ખવડાવતે, ત્રીજા ખાનાની ભિક્ષા માછલી અને કાચબાને ખવડાવતો અને ચોથા ખાનાની ભિક્ષા તે સ્વયં ગ્રહણ કરતો હતો. આ પ્રવજ્યામાં દાનની પ્રધાનતા હોવાને કારણે તે પ્રવજ્યા “દાનામા' તરીકે ઓળખાતી. કેમકે તે ત્રણ ખાનાઓમાંથી દાન આપી દેતે અને કેવલ એક ખાનામાંથી આહાર કરતો અને તે પણ બે દિવસ પછી. જયારે “પૂરણું” બાલતપસ્વીનું શરીર ખૂબ પાતળું થઈ ગયું ત્યારે એને એવો અનુભવ થયે કે હવે હું સાધના કરવા શક્તિમાન નથી, એટલે એણે પાદપપગમન સંથારા દ્વારા પિતાના આત્માને ભાવિત કર્યો. ભગવાન મહાવીરે ગૌતમને કહ્યું : હે ગૌતમ, હું તે સમયે છદ્મસ્થ અવસ્થામાં હતો. મને દીક્ષા ગ્રહણ કર્યાને અગિયાર વર્ષ પસાર થઈ ગયાં હતાં. પ્રામાનુગ્રામ વિચરતે હું “સુષમાપુર' નગરમાં આવી અશોક વનખંડમાં અશોક વૃક્ષ નીચે પૃથ્વીશિલાપટ્ટક પર અઠ્ઠમ તપ કરીને એક પુલ પર દૃષ્ટિ સ્થિર કરીને તથા એક રાત્રિ માટે મહાપ્રતિમાને ધારણ કરી ધ્યાનસ્થ હતા. તે સમયે “પૂરણ બાલા તપસ્વી સાઠ ભક્તનું અનશન પૂર્ણ કરી “ચમચંચા’ રાજધાનીમાં ઈન્દ્રના રૂપમાં ઉત્પન્ન થયો. એણે સૌધર્મ કલ્પમાં શકેન્દ્રને દિવ્ય ભોગ ભોગવતો અવધિજ્ઞાન વડે જોયે. અમરેન્દ્રના મનમાં આક્રોશ ઉત્પન્ન થયો કે આ કેણુ છે ? સામાનિક દેવોએ કહ્યું : “તેઓ શકેન્દ્ર છે. અમારે કહ્યું: “તે દુરાત્મા મારા માથા પર બેઠેલે છે?” સામાનિક દેવોએ નિવેદન કર્યું : “શકેન્દ્ર પૂર્વ ઉપાર્જિત કરેલાં પુણ્યના પ્રભાવે આ વિપુલ ઋદ્ધિ અને અતુલ પરાક્રમ પ્રાપ્ત કરેલાં છે. એટલું સાંભળીને જ ચમરેન્દ્રને ક્રોધ એકદમ પ્રબળ થઈ ગયો. એ યુદ્ધ કરવાને માટે તૈયાર થઈ ગયા. બધા દેવોએ એવું ન કરવા માટે આગ્રહ કર્યો, પણ એણે પોતાની હઠ છોડી નહીં. ચમરે છે વિચાર્યું: “શક્રેન્દ્ર મહાન પરાક્રમી છે, તે હું પરાજિત થઈને કેનું શરણું લઈશ ? તે મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો. : “હું આપનું શરણ લઈ શકેન્દ્રને જીતી લઈશ.” આથી એણે એક લાખ જનનું વૈક્રિયરૂપ બનાવ્યું અને શસ્ત્રને ઘુમાવતો તથા ગંભીર ગર્જના કરતા તે દેવોને ભયભીત કરતાં સૌધર્મેન્દ્ર પર તૂટી પડ્યો. તેણે એક પગ સૌધર્માવલંસક વિમાનની વેદિકા પર રાખ્યો અને બીજો પગ સુધર્મા સભા પર રાખ્યો. એણે શસ્ત્ર વડે ઈન્દ્રકલા પર ત્રણવાર પ્રહાર કર્યો અને સૌધર્મેન્દ્રને ગાળો દીધી. સૌધર્મ એ અવધિજ્ઞાન વડે બધું જાણી લીધું. એણે ચમરેન્દ્ર પર પ્રહાર કરવા માટે વજ ફેંકયું. ચમોરેન્દ્ર ભયથી ભયભીત થયેલો. પિતાના શરીરને સંકેચી લે છે અને “આપનું શરણ છે, આપનું શરણ છે એ પ્રમાણે ચીસો પાડતા પિતાનું સૂક્ષમ રૂપ બનાવી મારા પગમાં છૂપાઈ ગયે. શક્રેન્દ્રએ જોયું: “અરિહન્તની શરણાગત વગર કોઈ અસુર અહીં આવી શકતું નથી. તે ભગવાન મહાવીરનું શરણ લઈને અત્રે આવ્યો અને ફરી પાછો તે એમના શરણમાં પહોંચી ગયે છે.' વજા ભગવાનની અત્યંત નિકટ જઈ પહોંચ્યું છે. કેવલ ચાર આંગળ દૂર રહ્યું ત્યારે શક્રેન્દ્રએ એનું સંહરણ કર્યું, શકે કે ભગવાનને વંદન કરીને ચમરેજને કહ્યું : “તું ભગવાન મહાવીરની અસીમ કૃપાથી બચી ગયો છે. હવે તું ભયભીત ન થા.” એમ કહીને શકેન્દ્ર પોતાના સ્થાને પાછો ફર્યો. ગણધર ગૌતમે ભગવાનને પ્રશ્ન કર્યો. : “ભગવદ્, જે દિવ્ય શક્તિને ધારણહાર છે, તે કઈ પુદ્ગલને પહેલાં ફેંકી દઈ પછીથી એ પુદ્ગલને પાછળથી જેઈને પકડવાને સમર્થ છે કે નહીં ? ભગવાને કહ્યું: “તે સમર્થ છે, કેમકે જે પુદગલ ફેંકવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy