SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન જાય છે. તે સ્વયંદીક્ષિત થવા માટે તૈયાર થઈ જાય છે, અને રાજાને પણ આની પ્રેરણા આપે છે. આ બહુ જ સ્વાભાવિક અને યથાર્થ પણ છે. પણ જાતક કથામાં એવી સ્વાભાવિકતા દેખાતી નથી. જાતક કથાવસ્તુમાં ન્યાધ વૃક્ષના દેવતા દ્વારા ચાર પુત્રોનું વરદાન પુરોહિતને પ્રાપ્ત થાય છે, જ્યારે રાજાને પુત્રની ખૂબ જ આવક્તા હોવા છતાં એને એક પણ પુત્ર પ્રાપ્ત થયે નહીં. આનાથી એ સ્પષ્ટ થાય છે કે આ કથા જૈનકથાવસ્તુ પછી લખાયેલી છે.' મહાભારતમાં પ્રસ્તુત કથાની જેમ મહાભારતના શાંતિપર્વ, અધ્યાય ૧૭૫માં અને અધ્યાય ૨૭૭માં પિતાપુત્રને સંવાદ છે. તે સંવાદ સાથે આની તુલના સહજપણે કરી શકાય. જોકે બંને અધ્યાયને પ્રતિપાદ્ય વિષય એક છે, નામમાં પણ કોઈ ફેરફાર નથી, બન્નેમાં સમ્રાટ યુધિષ્ઠિર ભીષ્મપિતામહ પાસે કલ્યાણ માગ જાણવા માગે છે, એની સમજણ આપતાં ભીષ્મ પિતામહ એક બ્રાહ્મણ અને એના એક મેધાવી પુત્રને સંવાદ જે પ્રાચીન ઇતિહાસમાં આવેલ છે, તે ઉદાહરણરૂપે પ્રસ્તુત કરે છે. “ઉત્તરાધ્યયનમાં ટોપન ગાથાઓ છે, તે મહાભારતમાં ઓગણચાલીસ શ્લોક છે. અર્થ અને શબ્દસાય બંને વાચકને વિસ્મયમાં મૂકી દે છે. જૈન અને બૌદ્ધકથાવસ્તુમાં પિતા અને પુત્રની સાથે રાજ તેમજ રાણીને પૂર્ણ સંબંધ છે, તથા એ બતાવવામાં આવ્યું છે કે તેઓ અંતે દીક્ષિત થાય છે. જયારે મહાભારતમાં મુખ્યત્વે પિતાપુત્રને સંવાદ છે. અંતમાં પુત્રના ઉપદેશથી તે સત્યધર્મ ગ્રહણ કરે છે. મહાભારતના અધ્યયનથી એ વાત સ્પષ્ટ થાય છે કે પિતા પોતાના પુત્રને બ્રાહ્મણધર્મની વાત સમજાવે છે અને તે એને કહે છે : “વત્સ, વેદોનું ગહન અધ્યયન કરે, ગૃહસ્થાશ્રમ ધારણ કરે, પુત્ર પેદા કર્યા વિના પિતૃઓની સદ્ગતિ થતી નથી, યજ્ઞ-યાગ કરે. તે પછી જ વાનપ્રસ્થાશ્રમ ગ્રહણ કરે.” પિતાના તર્કનું સમાધાન કરતાં પુત્ર કહે છે: “આપનું કથન સત્ય છે. પણ આપ જરા વિચાર કરે. સન્યાસ માટે કોઈ કાળમર્યાદા આવશ્યક નથી. ધર્માચરણ કરવા માટે મધ્યમ વય અધિક ઉપયુક્ત છે. જે કોઈ કમ હોય છે. એનું ફળ અવશ્ય મળે છે. આપે યજ્ઞ અંગે કહ્યું, પરંતુ જે યજ્ઞ હિંસાયુક્ત છે, તે તામસ-યજ્ઞ છે. અને તે યજ્ઞ સાધક માટે કરવાગ્ય નથી. ત્યાગ તપ અને સત્ય જ શાંતિને સાચે રાજપથ છે. આ વિશ્વમાં ત્યાગ સમાન કોઈ સુખ નથી. સંતતિ સંસારથી પાર ઉતારી શકતી નથી. વિરાટ વૈભવ અને પરિજન ત્રાણ-પ્રદાતા નથી. એટલે આત્માની અષણા કરવી જોઈએ. પુત્રા પિતાની ચર્ચામાં છે તથ્ય આપે છે તે તથ્ય શ્રમણ પરંપરાને વધુ અનુકલ છે. મહાભારત અને હસ્તિપાલજાતકમાં જે શ્લેક છે, તે શ્લેક તથા ઉત્તરાધ્યયનના પ્રસ્તુત કથામાં જે ગાથાઓ છે, એમાં ઘણીબધી સમાનતા છે. અમે અને સંશોધક માટે તુલનાત્મક દૃષ્ટિએ અધ્યયન કરવાના હેતુ માટે ગાથાઓ અને લેક પ્રસ્તુત કરીએ છીએ. ઉત્તરાધ્યયન (અધ્યાય ૧૪) મહાભારત (શાંતિ અ ૧૭૫) જાઈ જરામચુયાભિભૂયા, મૃત્યુર્જરા ચ વ્યાધિથ, બહિવિહારાભિનિવિટચિત્તા, દુઃખ ચાને કારણુમ; સંસારચકકસ્સ વિમેકખણઠે, અનુષકત યદા હે, દહૂણ તે કામગુણે વિરત્તા. ૪ કિ સ્વસ્થ ઈવ તિષ્ઠસિ ? ૨૩ અહિન્જ વેએ પરિવિલ્સ વિપે, વેદનધીત્ય બ્રહ્મચરણ પુત્ર, પુરો પડિટઠપ્પ નિહંસિ જાય, પુત્રાનિષ્ઠત પાવનાર્થ પિતૃણામ, ભેચ્છાણ ભોએ સહ ઇથિયોહિં, અગ્નીનાધ્યાય વિધિવચ્ચેષ્ટય, આરણુગા હેહ મુણી પત્થ. ૬ વનું પ્રવિણ્યાથ મુનિર્દુભૂષેત. ૬ હસ્તિપાલ જાતક (સંપ૦૦) અધિચ્ચ વેદે પારસ વિત્ત, પુ ગેહે તાત પતિદ્રપેત્વા, રાધે રસે પચનુભુત્વ સવં', અરજજ સાધુ, મુનિ સો પસન્થા. 1. Annals of the Bhandarkar Oriental Research Institute, Vol. 17, (1935–36) A few parallels in Jain and Buddhist Works, pp. 343–344, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy