________________
Well We WWWWWWWWWWWW we Wews
(૨૧) કર્મ ચૈતન્યકૃત હોય છે. અચેતવકૃત નહિ. (૨૨) કર્મોના સંબંધમાં એક માન્યતા એ છે કે બદ્ધકર્મોનું વેદન કર્યા વગર મોક્ષ થતો નથી. પરંતુ તે માન્યતા એકાન્તરૂપથી
સત્ય નથી. આગમમાં બે પ્રકારના કર્મ પ્રતિપાદિત છે- પ્રદેશકર્મ અને અનુભાગકર્મ. આમાંથી પ્રદેશકર્મ અવશ્ય ભોગવવા પડે છે, પરંતુ અનુભાગ કર્મનું વેદન આવશ્યક નથી. જીવ કોઈ અનુભાગ કર્મનું વેદન કરે છે અને કોઈનું નહિ. કારણ કે તે સંક્રમણ, સ્થિતિઘાત, રસઘાત આદિ દ્વારા તેને પરિવર્તિત કરી શકે છે અને નિર્જરા
પણ કરી શકે છે. વેદના :
જીવને સુખ-દુ:ખ આદિનો અનુભવ થવો વેદના છે. જેનું વેદન કરવામાં આવે છે તે પણ ઉપચારથી વેદના કહેવાય છે. વેદનીય કર્મથી વેદનાનો ગાઢ સંબંધ છે. વેદનીય કર્મના બે ભેદ છે- શાતા અને અશાતા. વેદનાનો અનુભવ પ્રાય: આ બે જ પ્રકારોમાં વિભક્ત થાય છે. છતાં પણ વેદનાના વિવિધ પ્રકારોના આધારે તેના અનેક ભેદ વર્ણિત છે. સ્પર્શના આધારે વેદના ત્રણ પ્રકારની છે – (૧) શીત, (૨) ઉષ્ણ અને (૩) શીતોષ્ણ. વેદના શારીરિક, માનસિક અને ઉભયવિધ હોવાથી ત્રણ પ્રકારની હોય છે. તે શાતા, અશાતા અને શાતા-અશાતાના રૂપમાં પણ વેદિત થાય છે. તેને દુઃખરૂપ, સુખરૂપ અને અદુ:ખ અસુખરૂપ વેદિત હોવાથી ત્રણ પ્રકારની કહી છે. વેદનાનું વેદન (૧) દ્રવ્યથી, (૨) ક્ષેત્રથી, (૩) કાળથી અને (૪) ભાવથી થવાથી વેદનાના ચાર પ્રકાર પણ છે.
સમસ્ત વેદનાઓનું વિભાજન બે ભેદોમાં થઈ શકે છે. કેટલીક વેદના આભુપગમિકી હોય છે. અર્થાત તેને સ્વેચ્છાપૂર્વક સ્વીકાર કરવામાં આવે છે, જેમકે- કેશલોચ આદિ. કેટલીક વેદના ઔપક્રમિકી હોય છે. જે વેદનીય કર્મથી ઉદિરિત થવાથી પ્રગટે છે. આ વેદનાઓનું વેદન જ્યારે સંજ્ઞીભૂત જીવ કરે છે ત્યારે તે વેદના અનિદા વેદના” કહેવાય છે તથા જ્યારે આનું વિદન અસંજ્ઞીભૂત જીવ કરે છે ત્યારે તે વિદના “અનિદા વેદના” કહેવાય છે
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં એવંભૂત અને અવેનભૂત વેદનાનું પણ વર્ણન છે. જ્યારે વેદનાનું વેદન કર્મબંધના અનુસાર થાય છે. ત્યારે તે એવંભૂત વેદના' કહેવાય છે તથા જ્યારે કર્મબંધથી પરિવર્તનના રૂપમાં વેદનાનું વદન થાય છે ત્યારે તે અનેવંભૂત વેદના' કહેવાય છે. પૃથ્વીકાયિક આદિ જીવોને પણ વેદનાનો અનુભવ થાય છે. આન્ત (ખોદકામ) કરવાથી તેને અનિષ્ટ વેદનાનો અનુભવ થાય છે.
એકેન્દ્રિય આદિ જીવોમાં વેદનાનું પ્રતિપાદન જીવરક્ષા અને પર્યાવરણની દૃષ્ટિથી ઘણું મહત્વનું છે. સંસારસ્થ પ્રાણી કયારેક સુખરૂપ વેદનાનું વેદન કરે છે તથા કયારેક દુઃખરૂપ વેદનાનું વેદન કરે છે, માટે કોઈપણ પ્રાણી હિંસ્ય નથી.
વેદના અને નિર્જરામાં ભેદ છે. વેદના કર્મથી થાય છે તથા નિર્જરા નોકર્મથી થાય છે. વેદનાનો સમય ભિન્ન હોય છે અને નિર્જરાનો સમય ભિન્ન હોય છે. વેદના કર્મના ઉદયમાં આવવાથી થાય છે તથા ફળ અપાય ગયા બાદ નોકર્મની નિર્જરા થાય છે. ગતિ અને તેના પ્રકાર :
"ગતિ” શબ્દ ગમનનો વાચક છે. સવાર્થસિદ્ધિ, રાજવાર્તિક આદિ ગ્રન્થોમાં ગતિનું લક્ષણ આ પ્રમાણે આપ્યું છે – “શાત્ ટ્રેશાન્તરપ્રતિદેતુતિ.” અર્થાતુ એક સ્થાનેથી બીજા સ્થાનમાં જવા માટે જે હેતુ કે કારણ છે તે 'ગતિ' કહેવાય છે. વાસ્તવમાં ગતિ તો ક્રિયાબાધક હોય છે. પરંતુ ઉપચારથી ગતિના કારણે જે અવસ્થા પ્રાપ્ત થાય છે તેને પણ ગતિ કહેવામાં આવે છે. નરકગતિ આદિને ગતિ આ જ દૃષ્ટિથી કહેવામાં આવે છે.
ગતિ-ક્રિયા જીવ અને પુદ્ગલ દ્રવ્યોમાં જોવા મળે છે. શેષ ચાર દ્રવ્યોમાં નહિ. આ બે દ્રવ્ય જે એક સ્થાનથી બીજા સ્થાન તરફ ગમન કરે છે. પદ્રવ્યોમાં ધર્મ, અધર્મ અને આકાશ લોકવ્યાપી છે, માટે તેમાં કોઈ ગતિ-ક્રિયા થતી નથી. કાળ અપ્રદેશી છે, માટે તેમાં પણ ગતિ સંભવ નથી. એટલા માટે જીવ અને પુગલમાં જ ગતિ-ક્રિયા સંભવ છે. સ્થાનાંગ સૂત્રમાં ગતિ આઠ પ્રકારની વર્ણિત છે, જેમકે – (૧) નરકગતિ, (૨) તિર્યંચગતિ, (૩) મનુષ્યગતિ, (૪) દેવગતિ, (૫) સિદ્ધગતિ,
31
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org