________________
૨૩૬૮
THIS
IS
THE
ના
--
=
==
==
========== ITIHETHERE WERE સમhttit
EE #FREE
#FRIE######
HEARI.
Ititri
૪૫. અજીવ-દ્રવ્ય અધ્યયન
સંસારમાં મુખ્યત્વે બે જ દ્રવ્ય છે - ૧. જીવ દ્રવ્ય અને ૨. અજીવ દ્રવ્ય. પડદ્રવ્યોમાંથી જીવ સિવાયના શેષ પાંચ દ્રવ્યો - ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલની ગણના અવદ્રવ્યમાં કરવામાં આવી છે. જીવ દ્રવ્ય ચેતનાયુક્ત હોય છે. એનામાં જ્ઞાન અને દર્શન ગુણ રહે છે, જ્યારે અજીવદ્રવ્ય ચેતનાશૂન્ય હોય છે. તથા તે જ્ઞાન-દર્શન ગુણોથી રહિત હોય છે. જીવ દ્રવ્ય ઉપયોગમય હોય છે, જ્યારે અજીવ દ્રવ્યમાં ઉપયોગ જણાતો નથી. જીવ અને અજીવની અનેક ભેદક રેખાઓ છે. પરંતુ મુખ્યતઃ જ્ઞાન, દર્શન, ઉપયોગ અને ચૈતન્યના આધારે એમને વિભક્ત કે પૃથફ કરવામાં આવે છે.
અજીવ દ્રવ્ય પણ બે પ્રકારના હોય છે – ૧. રૂપી અજીવ દ્રવ્ય અને ૨. અરૂપી અજીવ દ્રવ્ય. જો દ્રવ્ય વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન (આકૃતિ) વડે યુક્ત હોય છે તેઓ રૂપી અજીવ દ્રવ્ય કહેવાય છે તથા જે અજીવ દ્રવ્ય વર્ણાદિથી રહિત હોય છે તેઓ અરૂપી અજીવ દ્રવ્ય કહેવાય છે. અરૂપી અજીવ દ્રવ્યોમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્યની ગણના થાય છે તથા રૂપી અજીવ દ્રવ્યની કોટિમાં માત્ર પુદ્ગલ દ્રવ્યનો સમાવેશ થાય છે. પુદ્ગલ દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન મળી આવે છે એટલે જ એ રૂપી કહેવાય છે તથા શેષ ધર્મ આદિ ચાર અજીવ દ્રવ્યોમાં વર્ણાદિ પ્રાપ્ત થતાં નથી એટલે તેઓ અરૂપી કહેવાય છે.
અરૂપી અજીવ દ્રવ્યના કોઈ અપેક્ષાએ ૧૦ ભેદ પણ થાય છે, જેમકે – ૧. ધર્માસ્તિકાય, ૨. એનો દેશ, ૩, એનો પ્રદેશ, ૪, અધર્માસ્તિકાય, ૫. એનો દેશ, ૬. એનો પ્રદેશ, ૭. આકાશાસ્તિકાય, ૮. એનો દેશ, ૯. એનો પ્રદેશ અને અધ્ધાકાલ. ધર્માસ્તિકાય વગેરે ત્રણ દ્રવ્યોમાં જો કે પુદ્ગલની જેમ ટુકડા કરી શકાતા નથી, તેઓ અખંડ રૂપમાં રહે છે તથાપિ અનેકાન્ત દૃષ્ટિએ એના ભેદ સમજી શકાય છે. ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્ય અખંડ છે તથાપિ વિભિન્ન અપેક્ષાઓ વડે એના દેશ અને પ્રદેશોની ચર્ચા કરવામાં આવે છે. કાળ એક એવું દ્રવ્ય છે જે દેશ, પ્રદેશ વગેરેના ખંડો (ટુકડાઓ)માં વિભક્ત થતો નથી. સમય, આવલિકા, અન્તર્મુહૂર્ત, મુહૂર્ત, દિવસ, પખવાડિયું, માસ, વર્ષ, પલ્યોપમ વગેરેના સ્વરૂપે કાળનું જે વિભાજન કરવામાં આવ્યું છે તે વ્યવહારની અપેક્ષાએ છે. આ જ પ્રકારે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના રૂપમાં જે કાળ-ભેદ છે તે પણ વ્યવહારકાળની અપેક્ષાએ છે, પરમાર્થત નથી.
રૂપી અજીવ દ્રવ્ય પુદ્ગલ” ચાર પ્રકારના હોય છે - ૧. સ્કંધ, ૨. અંધદેશ, ૩. સ્કંધપ્રદેશ અને ૪. પરમાણુ. અનેક પરમાણુઓનો સંઘાત સ્કંધ કહેવાય છે. પુદ્ગલ દ્રવ્યનો એ પ્રત્યેક ખંડ જે સ્વતંત્ર સત્તાવાન છે એ સ્કંધ છે. આ પ્રકારે દૈનિક ઉપયોગમાં આવનાર વસ્તુઓ, જેવી કે – ખુરશી, ઈંટ, પત્થર, પેન વગેરેએ સ્કંધનો જ રૂપ છે. એકથી વધારે સ્કંધ મળીને પણ એક નવો સ્કંધ બની શકે છે. સ્કંધનું જ્યારે વિભાજન થાય છે ત્યારે તે અનેક પરમાણુઓનારૂપે વિખરાઈ શકે છે, પરંતુ જ્યાં સુધી પરમાણુની અવસ્થા પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી તે સ્કંધોમાં જ વિભક્ત હોય છે. આ પ્રકારે સ્વતંત્ર સત્તાની દષ્ટિએ સ્કંધ અને પરમાણુ ભેદ જ ઉપલબ્ધ થાય છે. દેશ અને પ્રદેશ બુદ્ધિ પરિકલ્પિત ભેદ છે, વાસ્તવિક નથી. જ્યારે સ્કંધનો કોઈ ખંડ (ટુકડો) બુદ્ધિ વડે કલ્પિત કરવામાં આવે તો એ દેશ કહેવાય છે, જેવી રીતે પૃથ્વી સ્કંધનો બુદ્ધિકલ્પિત દેશ 'ભારત' છે. કોઈ ટેબલ એક સ્કંધ છે, પરંતુ એનો કેટલોક ભાગ જે એનાથી વિભક્ત થયેલો નથી તે એનો દેશ કહેવાય છે. અંધથી અવિભક્તપરમાણુ પ્રદેશ કહેવાય છે. એ જ જ્યારે સ્કંધથી પૃથફ થઈ જાય છે તો પરમાણુ' કહેવાય છે. આ પુદ્ગલનો પુનઃ અવિભાજ્ય અંશ હોય છે.
===
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org