________________
૨૩૦૭
ભવિષ્યમાં ચારથી વિશેષ થશે નહીં. એ પ્રત્યેક મનુષ્યને હોય એ આવશ્યક નથી. વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય અને તૈજસ્ સમુદ્દાત કદાચ અસંખ્યાત તથા કદાચ અનંત સુધી હોઈ શકે છે.
અલ્પબહુત્વનો વિચાર કરવાથી જણાય છે કે આહારક સમુદ્દાતથી સમવહત જીવ સૌથી અલ્પ છે. એની અપેક્ષાએ કેવલી સમુદ્દઘાતથી સમવહત જીવ સંખ્યાતગુણા છે. તૈજસ્ સમુદ્દઘાતથી સમવહત જીવ એનાથી પણ અસંખ્યાતગણા છે. વૈક્રિય સમુદ્દઘાતથી સમવહત જીવ એનાથી અનંતગણા છે. કષાય સમુદ્દઘાતથી સમવહત જીવ એનાથી અસંખ્યાતગણા છે તથા વેદના સમુદ્ધાતથી સમવહત જીવ એનાથી વિશેષાધિક છે. અસમવહત (સમુદ્દઘાત રહિત) જીવ એનાથી અસંખ્યાતગણા છે. આ પ્રકારે સમુદ્દાત રહિત જીવોની સંખ્યા સૌથી વધારે છે. આ પરથી ફલિતાર્થ થાય છે કે સમુદ્દાત કયારેક-ક્યારેક જ કરવામાં આવે છે અને એ કોઈ અનિવાર્ય કાર્ય નથી. વેદના આદિ નિમિત્તોને પ્રાપ્ત કરીને જીવ આ ક્રિયા કરે છે. આ અધ્યયનમાં પ્રત્યેક દંડકને આધારિત સમુદ્ધાતોનું અલ્પબહુત્વ આપવામાં આવ્યું છે.
કષાય સમુદ્દઘાતના ચાર ભેદ કહેવામાં આવ્યા છે - (૧) ક્રોધ સમુદ્દઘાત, (૨) માન સમુદ્દાત, (૩) માયા સમુદ્ધાત અને (૪) લોભ સમુદ્દાત. નૈરિયકથી માંડીને વૈમાનિક સુધીના જીવોમાં આ ચારેય સમુદ્દાત કહેવામાં આવ્યા છે. એનું પણ અતીત અનાગત દ્વારથી વર્ણન ક૨વામાં આવ્યું છે તથા પ્રત્યેક દંડકમાં એનું અલ્પબહુત્વ નિર્દિષ્ટ છે. કેવલી સમુદ્ધાત સંબંધિત આ અધ્યયનમાં વિશેષ સામગ્રી સંકલિત છે. એના પ્રયોજન, કાર્ય, નિર્જીર્ણ ચરમ પુદ્દગલોમાં સૂક્ષ્મત્વ, સમય, યોગ, પ્રયોગ અને મોક્ષગમન વગેરેનું વિશદ નિરૂપણ છે.
Jain Education International
...
For Private Personal Use Only
www.jainelibrary.org