SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ एवं णव वि गमगा पढम गमग सरिसा भाणियव्वा, णवरं-उववाय ठिई संवेहो य उवउंजिऊण भाणिયો। (૨-૧) एवं आउकाइया - जाव- चउरिंदिया उववाएयव्या । णवरं सव्वत्थ अप्पणो लद्धी भाणियव्वा । उववाय ठिई संवेहाइ उवउंजिऊण भाणियब्वं । (१-९) -વિચા. સ. ૨૪, ૩. ૨૦, સુ. ?-- ૧૩. મંત્રિવિત્તિરિનો િવવર્ષાંતેનુ ગસળિિિલય तिरिक्खजोणियाणं उववायाइ वीसं दारं परूवणंप. भंते! जइ पंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंतिकिं सण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति, असण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति ? ૩. ગોયમા ! હિં વિ વવપ્નતિ । एवं जहेब पुढविकाइएसु उववज्जमाणस्स पंचिंदियतिरिक्खजोणियस्स उववाओ भणिओतहा भाणियव्वो । प. असण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए, से णं भंते ! केवइयं कालट्ठिईएसु उववज्जेज्जा ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तट्ठिईएसु, उक्कोसेणं पलिओवमस्स असं खेज्जइभागट्ठिईएसु उववज्जेज्जा । प. ते णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जंति ? उ. गोयमा ! अवसेसं जहेब पुढविकाइएसु उववज्जमाणस्स असण्णिस्स वत्तब्वया तहेब निरवसेसं इह वि भाणियव्वा । णवरं-कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं पुव्वकोडीपुहत्तमब्भहियं एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा (पढमो गमओ) Jain Education International For Private દ્રવ્યાનુયોગ ભાગ-૪ આ જ પ્રકારે નવેય ગમક પ્રથમ ગમકના સદેશ સમજવા જોઈએ. વિશેષ – ઉપપાત, સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક સમજવું જોઈએ. (૨-૯) આ જ પ્રકારે અપ્લાયથી ચતુરિન્દ્રિય પર્યંત ઉપપાત વગેરે કહેવું જોઈએ. વિશેષ – સર્વત્ર પોત-પોતાની લબ્ધિનું કથન કરવું જોઈએ. ઉપપાત, સ્થિતિ અને સંવેધ વગેરે ઉપયોગપૂર્વક સમવું જોઈએ. (૧-૯) ૫૩, પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉપપાતાદિ વીસ દ્વારોનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! જે પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો શું તેઓ સંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તેઓ બંન્નેથી આવીને ઉત્પન્ન થાય છે. આ પ્રકારે જેવી રીતે પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનાર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનો ઉપપાત કહ્યો છે તે જ અનુસાર અહીંયા પણ સમજવો જોઈએ. પ્ર. ભંતે ! અસંજ્ઞી પંચેન્દ્રિય-તિર્યંચયોનિક જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિયુક્ત (પંચેન્દ્રિય તિર્યંચો)માં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિયુક્ત પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! તે (અસંજ્ઞી પંચેન્દ્રિય-તિર્યંચ) જીવ એક જ સમયે કેટલાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! શેષ સંપૂર્ણ કથન પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞીને અનુરૂપ અહીંયા પણ સમજવું જોઈએ. વિશેષ – કાલાદેશથી જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથક્ત્વ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ પ્રથમ ગમક છે.) Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy