SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ચાર અનુયોગ : ઉપાધ્યાયપ્રવર પં.રત્ન મુનિશ્રી કન્વેયાલાલજી મહારાજ કમલ” એ ઈશવીય વીસમી સદીના અંતિમ ચરણમાં આગમ અનુયોગના સંપાદન અને પ્રકાશનની દિશામાં સ્થાયી મહત્ત્વનું ઐતિહાસિક કાર્ય કર્યું છે. એમનું આ કાર્ય અનુયોગ વિભાજનના પ્રથમ પ્રવર્તક આચાર્ય આર્યરક્ષિતની સ્મૃતિ પણ અપાવે છે. આર્યરક્ષિતના પૂર્વવર્તી આચાર્ય આર્યવજના સમય સુધી અનુયોગોનું પૃથક્કરણ થયું ન હતું. તે સમયે એક સૂત્રની વ્યાખ્યારૂપ એક અનુયોગ પ્રયુક્ત કરવા છતાં પ્રત્યેક સૂત્રમાં ચરણાનુયોગ આદિ ચારે અનુયોગોનો અર્થ કહેવાતો હતો. એનો ઉલ્લેખ સ્વયં ભદ્રબાહુસ્વામીએ આવશ્યકસૂત્રની નિયુક્તિમાં સ્પષ્ટ કર્યો છે. જિનભદ્રગણિએ વિશેષાવશ્યક ભાષ્યમાં તથા મલધારી હેમચંદ્રએ તેની વૃત્તિમાં આ તથ્યનો ઉલ્લેખ કર્યો છે. આર્યરક્ષિતે આચાર્ય આર્યવજ દ્વારા સૂત્રના અર્થનું અધ્યયન કરી અનુયોગોનું પૃથક્કરણ કર્યું હતું. આર્યરક્ષિતના શિષ્ય હતા દુર્બલિકાપુષ્યમિત્ર, દુર્બલિકાપુષ્યમિત્રને શ્રુત અને અર્થનું જ્ઞાન આપતી વખતે આર્યરક્ષિતને ઘણો જ પરિશ્રમનો અનુભવ થયો. તેમજ ભાવી પુરુષોને મતિ, મેઘા અને ધારણાની દૃષ્ટિએ હીન સમજી તેમના માટે તેમણે અનુયોગો અને નયોનું પૃથક્કરણ કર્યું એમ જણાય છે. આચાર્ય આર્યરક્ષિતે જે ચાર અનુયોગોમાં શ્રુતનું વિભાજન કર્યું તે ચાર અનુયોગોનું કથન આચાર્ય ભદ્રબાહુએ આ પ્રમાણે કર્યું - "कालियसुयं च इसिभासियाई, तइओ य सूरपन्नती। सब्बो य दिट्ठिवाओ, चउत्थओ होइ अणुओ ॥" અર્થાત્ અનુયોગ ચાર પ્રકારના છે – (૧) કાલિકશ્રુત, (૨) ઋષિભાષિત, (૩) સૂર્યપ્રજ્ઞપ્તિ અને (૪) સમસ્ત દષ્ટિવાદ, આચારાંગ આદિ અગ્યાર અંગસૂત્રોનું અધ્યયન કાળ-ગ્રહણ આદિ વિધિથી કરવામાં આવે છે. માટે તે કાલિક' કહેવાય છે. કાલિકસૂત્રોને ચરણકરણાનુયોગ પણ કહેવામાં આવે છે. કારણ કે આમાં ધર્મકથા આદિ અન્ય અનુયોગનો સમાવેશ હોવા છતાં પણ પ્રાધાન્ય ચરણકરણાનુયોગનું છે. ઋષિભાષિત અને ઉત્તરાધ્યયનસૂત્રમાં નમિ-કપિલ આદિ મહર્ષિઓના ધર્માખ્યાનકોનું કથન હોવાથી તે ધર્મકથાનુયોગ કહેવાય છે. સૂર્યપ્રજ્ઞપ્તિમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર રુપથી આદિની વિચરણગતિનું પ્રતિપાદન મુખ્ય છે માટે તે ગણિતાનુયોગ છે. દષ્ટિવાદ નામક બારમાં અંગસૂત્રમાં ચાલના-પ્રત્યવસ્થાન આદિ દ્વારા જીવાદિ દ્રવ્યોનું જ પ્રતિપાદન કરવામાં આવે છે માટે તે દ્રવ્યાનુયોગ છે. આચાર્ય ભદ્રબાહુએ મહાકલ્પસૂત્ર અને છેદસુત્રોનો સમાવેશ ચરણકરણાનુયોગમાં કર્યો છે. કારણ તે પણ કાલિકસૂત્ર છે. આ પ્રમાણે ભદ્રબાહુએ આર્ય રક્ષિતના અનુસાર ચાર અનુયોગોનું નિમ્નલિખિત વિભાજન પ્રસ્તુત કર્યું છે – जावंति अज्जवइरा अपुहत्तं कालियाणुओगस्स । तेणारेण पुहुत्तं कालियसुय दिट्ठिवाए य ॥ अपुहत्तेऽणुओगो चत्तारि दुवारभासई एगो । पुहुत्ताणुओगकरणे ते अत्थ तओ उ बुच्छिन्ना ॥ - આવશ્યકનિયુક્તિ ૭૩ અને ૭૭૩ (હર્ષપુષ્પામૃત ગ્રન્થમાલા) દ્રવ્ય - વિશેષાવશ્યકભાષ્ય ભાગ-૨, દિવ્યદર્શન ટ્રસ્ટ, મુંબઈ, ગાથા ૨૨૮૫ અને ૨૨૮૭ અને તેની વૃત્તિ. ૩. વિશેષાવશ્યકભાષ્ય ભાગ-૨માં ગાથા ૨૨૯૪ના રૂપમાં પ્રાપ્ત. ४. जं च महाकप्प सुयं जाणि अ सेसाणि छेअसुत्ताणि । चरणकरणाणुओगो त्ति कालियत्थे उवगयाणि ।। - વિશેષાવશ્યકભાષ્ય ભાગ-૨માં ગાથા ૨૨૯૫ના રૂપમાં પ્રાપ્ત . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy