________________
પ્રકાશકીય
આચાર્ય આર્યરક્ષિતે ૨૦૦૦ વર્ષ પૂર્વે શ્રુતજ્ઞાનને સરળતાથી સમજવા માટે ધર્મકથાનુયોગ, ચરણાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગની વિચારણા મૂકી પણ આ ગ્રંથરૂપે ઉપલબ્ધ થયા નથી. વચલો ગાળામાં ઘણા આચાર્યોએ પ્રયત્ન પણ કર્યો પરંતુ પૂર્ણ નહીં થઈ શક્યો.
પજ્ય ગુરૂદેવ ઉપાધ્યાયશ્રી કનૈયાલાલજી મ.સા.નું પણ યુવાવસ્થાના પ્રારંભમાં જ એક જર્મની વિદ્વાને ધ્યાન દોર્યું અને એમને ફુરણા જાગી અને ગુરૂદેવોના આશીર્વાદ લઈ સંકલ્પ કર્યો અને એ કાર્યમાં અપ્રમત્તરીતે જોડાઈ ગયા. નાની-નાની ચિટોથી પ્રારંભ કરીને આને મોટુંરૂપ આપ્યું. આગમ અનુયોગ પ્રકાશન પરિષ સાંડેરાવના માધ્યમથી જેનું સંપાદન- પ્રકાશન પ્રારંભ થયું. પૂજ્ય ગુરૂદેવ આ કાર્યથી જ અમદાવાદ પધાર્યા. આગમ અનુયોગ ટ્રસ્ટની સ્થાપના થઈ. અમને વિશાળ કાર્ય સંપન્ન કરાવવાનો અવસર પ્રાપ્ત થયો. ટ્રસ્ટની રજતજયંતિ વર્ષમાં આ વિશાળ કાર્ય ગુરૂદેવોના આશીર્વાદથી હિન્દીના ૮ અને ગુજરાતીના ૧૧ ભાગોમાં સંપન્ન થઈ રહ્યું છે જેની અમને ઘણી જ ખુશી છે.
આવું વિશાળ કાર્ય કરાવવા માટે ઉપાધ્યાય શ્રીજીનો ઉપકાર ક્યારેય ભુલાય નહીં. આવી મહાનું યાદગીરી આપીને અમર થઈ ગયા.
તેમના સુયોગ્ય શિષ્ય વિનયમુનિજીએ પણ સારો પરિશ્રમ આપીને આ કાર્ય પૂર્ણ કર્યું છે. તેઓ લાંબા-લાંબા વિહાર, પ્રવચન, ચાતુર્માસ વગેરે કરવાં છતાં અમૂલ્ય સમય કાઢીને રાત-દિવસ જોડાઈને આમાં જે શ્રેમ કર્યો છે તેમના અમે ઘણા જ આભારી છીએ.
શ્રુતાચાર્યા ડૉ. મુક્તિપ્રભાજી તેમજ તેમની શિષ્યાઓએ કાળજીથી સારો શ્રમ કરીને ગુજરાતી ભાષાંતર કરી આપ્યું તેઓના પણ અમે આભારી છીએ.
આ ભાગના ભાષાંતર કાર્યમાં ડૉ. કનુભાઈ શેઠ અમદાવાદવાળાના ધર્મપત્નિ કલ્પનાબેન એમ.એ.પી.એચ.ડી. (પ્રાકૃત)નો પણ સારો સહકાર મળ્યો.
ટ્રસ્ટના મંત્રી શ્રી જયંતિભાઈ સંઘવી જેઓએ એમનો અમૂલ્ય સમય કાઢી સારી જહેમત ઉઠાવી છે. જેથી જ આ કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે. તેમનો જેટલો આભાર માનીએ ઓછો છે.
નારણપુરા સ્થાનકવાસી જૈન સંઘના પણ આભારી છીએ કે જેઓએ ચોપડા મૂકવા માટે સ્થાન આપ્યું.
પ્રેસની બધી જવાબદારી સેવાભાવી શિવજીરામભાઈના સુપુત્ર શ્રી માંગીલાલજીએ તેમજ તેમના નાનાભાઈ મહાવીર શર્માએ ગુરૂદેવને જોડે રહીને પૂફ તપાસવા તેમજ સંદર્ભ ગ્રંથોની વ્યવસ્થા કરવી વગેરે બધી જવાબદારીઓ કાળજીપૂર્વક નિભાવી છે. - ઓન-ઓ-પ્રાફિકસના માલિક દિવ્યાંગભાઈના પણ ઘણા આભારી છીએ કે જેમને ઝડપથી બહુ જ સારું કામ કરી આપ્યું.
આ વિશાળ કાર્ય સંપન્ન કરાવવામાં દાનદાતાઓનો પણ સારો સહયોગ પ્રાપ્ત થયો જેથી આટલા ગ્રંથો પ્રકાશિત થઈ શક્યા. નામી-અનામી બધા દાનદાતાઓના આભારી છીએ.
સ્વાધ્યાયી મુનિરાજ તેમજ મહાસતિયાજી તથા આગમના અભ્યાસુ શ્રાવક-શ્રાવિકાઓ આ ગ્રંથો મંગાવીને સ્વાધ્યાય કરે અને કરાવે એજ અભિલાષા સાથે.
નવનીતભાઈ ચુનીલાલ પટેલ
પ્રમુખ આગમ અનુયોગ ટ્રસ્ટ, અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org