________________
| નમો નિUTION | ધર્મપ્રેમી આદર્શ શ્રાવકરત્ન - કર્તવ્ય પરાયણ પરમ આદરણીય ભાઈશ્રી રોહિતભાઈ રણછોડભાઈ ગાંધી મુંદ્રાકચ્છના વતની છે. પરંતુ અમદાવાદમાં આવી એચ.કે. કોમર્સ કોલેજમાં અધ્યાપક (પ્રોફેસર)ના સ્થાનને દીપાવતા સૌની સાથે દુધ-સાકર જેમ એક બની જેન શાસનને દિપાવી રહ્યા છે.
શ્રી સ્થા. જૈન સંઘ-આંબાવાડી જે અગ્રગણ્ય સંઘોમાંનો એક સંઘ છે તે સંઘમાં ટ્રસ્ટીનું સ્થાન દિપાવી રહ્યા છે. શ્રી કચ્છ જૈન સેવા સમાજ-પાલડીમાં સહમંત્રીના સ્થાનને ઉજ્જવળ બનાવી રહ્યા છે. બંધુ બેલડી ગુરુદેવ નિરંજનમની મ. સા., પૂ. ચેતનમુની મ. સા. દ્વારા સંપાદિત “જ્ઞાનાજન”ના પ્રકાશકના સ્થાનમાં પ્રકાશ પુરી રહ્યા છે. પૂ. સંત-સતીજીની સેવા વૈયાવચ્ચ અને સૌની સાથે મિલનસાર સમભાવ એજ માનવભવની તેમની મુડી છે. આગમ અનુયોગના કાર્યમાં સહભાગી થવા બદલ આભારી છીએ...
શ્રી રોહિતભાઈ રણછોડભાઈ ગાંધી
|| નમો વિUTUi
આપ ખૂબ જ ધર્મપ્રેમી, ઉદારહૃદયી તથા સ્વાધ્યાય પ્રત્યે ઉંડી નિષ્ઠાવાળા શ્રાવક છો. તેમના ઘરે ખૂબ મોટી લાઈબ્રેરી છે. સંત-સતિઓ માટે અધ્યયનમાં પુસ્તકો વિગેરે વ્યવસ્થા કરવામાં તેઓની વિશેષ રુચિ છે. પૂ. ગુરૂદેવ ઉપાધ્યાય શ્રીજી પ્રત્યે તેઓની વિશેષ શ્રદ્ધા રહી છે. તેઓના કાર્યથી પ્રભાવિત થઈને સ્વેચ્છાથી અનુયોગ માટે વિશેષ સહયોગ તેઓએ પ્રદાન કર્યો. આ ભગીરથ કાર્યને પૂર્ણ કરાવવામાં તમે પણ અગ્રણી રહ્યા છો. જેનબંધુ'ના નામથી દિલ્હીમાં અને સ્નેહા રિસોર્ટના નામથી ઉદયપુરમાં આપ મોટા વેપારી છો.
શ્રી ચન્દજી જૈન (જૈનબંધુ-દિલ્હી)
| નમો નિVT[Ti |
આપ મૂળ ગઢસિવાના (રાજસ્થાન)ના નિવાસી છો. ઓસવાલ સિંહ સભા જેવી અનેક સંસ્થાઓના આપ અધ્યક્ષ છો. આપની જોધપુરમાં “એલ્ફોબોક્સ' નામની ખૂબ મોટી કંપની છે. આપે આગમ અનુયોગ ટ્રસ્ટને વિશેષ યોગદાન આપ્યું છે. આપની ઉદારભાવના પ્રસંશનીય છે. આપના સહયોગ માટે ટ્રસ્ટ આભારી છે.
શ્રી ઘેવરચંદજી કાનુંગા
જોધપુર
નમો વિUTUાં II
આપશ્રી અમરચંદજી મારુ હરમાડાવાળાના સુપુત્ર છો. અનુયોગનું કાર્ય પુર કરાવવામાં આપની વિશેષ રુચિ રહી. આપના ધર્મપત્નિ શાંતાદેવી પણ ખૂબ જ ધર્મશ્રદ્ધાળુ છે. આપના સુપુત્ર પ્રમોદજી તથા પ્રણવજી પણ ભાવનાશીલ છે. શ્રી ધર્મચન્દજી સા. ની સ્મૃતિમાં આપે આબુ પર્વત પર ચૈત્રી આયંબીલ ઓળી કરાવી. ગુરુદેવના પ્રત્યે આપની વિશેષ શ્રદ્ધાભક્તિ રહી. આપના સહયોગ માટે ટ્રસ્ટ આભારી છે.
સ્વ.શ્રી ધર્મીચંદજી લુણાવત
દિલ્હી.
| નો વિUTUTI ઉપાધ્યાયશ્રીજીની સેવામાં આજીવન પોતાની સેવા આપનાર સ્વ. શ્રી શિવજીરામજી શર્મા તથા આગમના ગ્રંથોના પ્રકાશનમાં સંકલન સહાયક, પ્રૂફરીડીંગ, પ્રિન્ટીંગ વિ.ની સંપૂર્ણ જવાબદારી તથા વ્યવસ્થા સંભાળનાર તેઓના પુત્રો શ્રી માંગીલાલજી તેમજ શ્રી મહાવીરભાઈ શર્મા (કુરડાયાં)-રાજસ્થાનના વતની છે.
પૂ. ગુરુદેવના તેમજ આગમ અનુયોગમાં અકથનીય સેવા બદલ પિતા-પુત્રોને આગમ અનુયોગ ટ્રસ્ટ અભિનંદન પાઠવે છે.
સ્વ. શ્રી શિવજીરામજી તથા સુપુત્રો. શ્રી માંગીલાલજી તથા મહાવીરભાઈ શર્મા
Jain Education Intel
For Private & Personal use only