________________
શુક્લપાક્ષિકની અપેક્ષાએ વિસ્તૃત નિરૂપણ છે. ઉપપાતની જેમ ઉદ્દવર્તનનું પણ વર્ણન છે. આ સંદર્ભમાં કરવામાં આવેલ અધિકાંશ નિરૂપણ વ્યુત્ક્રાંતિ (વુક્રંતિ) અધ્યયન સાથે મેળખાય છે.
દ્વાપરયુગ્મ, ૧૨. દ્વાપરયુગ્મ - કલ્યોજ,
મહાયુગ્મના ૧૬ ભેદ કહેવામાં આવ્યા છે - ૧. કૃતયુગ્મ-મૃતયુગ્મ, ૨. કૃતયુગ્મ - જ્યોજ, ૩. કૃતયુગ્મ - દ્વાપરયુગ્મ, ૪. કૃતયુગ્મ કલ્યોજ, ૫. જ્યોજ કૃતયુગ્મ, ૬. જ્યોજ - જ્યોજ, ૭. જ્યોજ દ્વાપરયુગ્મ, ૮. જ્યોજ - કલ્યોજ, ૯. દ્વાપરયુગ્મ - કૃતયુગ્મ, ૧૦. દ્વાપરયુગ્મ - જ્યોજ, ૧૧. દ્વાપરયુગ્મ ૧૩. લ્યોજ કૃતયુગ્મ, ૧૪. લ્યોજ - જ્યોજ, ૧૫. કલ્યોજ - દ્વાપરયુગ્મ અને ૧૬. કલ્યોજ - કલ્યોજ. આ ૧૬ ભેદ એના મૂળ ચાર ભેદોના જ વિભિન્ન અંગોનું પરિણામ છે. આ ભેદોના સ્વરૂપનો આધાર પણ પૂર્વવત્ ચારની સંખ્યા જ છે. ઉદાહરણ સ્વરૂપે કૃતયુગ્મ-મૃતયુગ્મનો અર્થ છે - કોઈ રાંશિમાંથી ચાર-ચારની સંખ્યાનો અપહાર કરવાથી ચાર શેષ રહે, પરંતુ તે રાશિનો પુનઃ અપહાર કરવાથી મૃતયુગ્મ (ચાર) શેષ રહે તો એ કૃતયુગ્મ-મૃતયુગ્મ કહેવાશે.
-
૨૧૪૬
-
-
Jain Education International
-
મહાયુગ્મોની અંતર્ગત એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંશી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના ઉત્પાત વગેરે ૩૨ દ્વારો દ્વારા નિરૂપણ થયેલું છે. તે ૩૨ દ્વાર છે - ૧. ઉપપાત, ૨. પરિમાણ, ૩. અપહાર, ૪. અવગાહના, ૫. બન્ધક, ૬. વેદ, ૭. ઉદય, ૮. ઉદીરણા, ૯. લેશ્યા, ૧૦. દૃષ્ટિ, ૧૧. જ્ઞાન, ૧૨. યોગ, ૧૩. અયોગ, ૧૪. વર્ણરસાદિ, ૧૫. ઉચ્છ્વાસ, ૧૬. આહારક, ૧૭. વિરતિ, ૧૮. ક્રિયા, ૧૯. બન્ધક, ૨૦. સંજ્ઞા, ૨૧. કષાય, ૨૨. સ્ત્રીવેદાદિ, ૨૩. બન્ધ, ૨૪. સંજ્ઞી, ૨૫. ઈન્દ્રિય, ૨૬. અનુબન્ધ, ૨૭. સંવેધ, ૨૮. આહાર, ૨૯. સ્થિતિ, ૩૦. સમુદ્દઘાત, ૩૧. ચ્યવન અને ૩૨. સર્વજીવોના મૂલાદિમાં ઉપપાત. આ વર્ણન પણ ૧૧ ઉદ્દેશકોમાં થયેલું છે. જેમાં ઔધિક, પ્રથમ સમયોત્પન્ન અને અપ્રથમ સમયોત્પન્નથી ચરમાચરમ સમય સુધીના ત્રણ વિભાજન પ્રમુખ છે. લેશ્યા, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક વગેરેના આધારે પણ આ જીવોને મહાયુગ્મની અંતર્ગત નિરૂપિત કરવામાં આવ્યા છે. સમસ્ત વર્ણન ઉપપાત વગેરે ૩૨ દ્વા૨ોમાં સમાયેલું છે.
-
અંતમાં રાશિયુગ્મના કૃતયુગ્મ, વ્યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ ભેદ કરતાં ૨૪ દંડકોમાં ઉપપાત વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેનું પણ લેશ્યા, ભસિદ્ધિક, અભવસિદ્ધિક, સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, કૃષ્ણપાક્ષિક, શુક્લપાક્ષિક વગેરે અપેક્ષાઓથી વિસ્તૃત નિરૂપણ ઉપલબ્ધ છે.
આ પ્રકારે રાશિનાં કૃતયુગ્મ વગેરે ભેદોને આધારિત વિવિધ દંડકોમાં કરવામાં આવેલા આ ઉપપાત વગેરે દ્વારો વડે કરેલું વર્ણન અત્યંત ઉપયોગી અને જ્ઞાનવર્ધક છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org