________________
૧૩૯૨
દ્રવ્યાનુયોગ ભાગ-૩
पावा खर-फरसएहिं तालिज्जमाणदेहा, वातिगनरनारीसंपरिवुडा पेच्छिज्जंता य नगरजणेण वज्झनेवत्थिया पणिज्जंति नयरमज्झेण किवण-कलुणा, अत्ताणा असरणा अणाहा अबंधवा बंधु-विप्पहीणा विपिक्खिता, दिसोदिसिं
मरणभयुब्बिग्गा, आघायण-पडिदुवार-संपाविया अधन्ना सूलग्ग-विलग्ग-भिन्नदेहा।
ते य तत्थ कीरंति परिकप्पियंगमंगा।
उल्लविज्जति रूक्खसालासु केइ कलुणाई विलवमाणा अवरे चउरंगधणिय बद्धा।
पब्वयकडा पमुच्चंते दूरपाय-बहुविसमपत्थरसहा।
કઠોર તથા કર્કશ સ્પર્શવાળા પત્થર આદિથી તેમને મારવામાં આવે છે. આ ભયાનક દશ્ય જોવા માટે ઉત્કંઠિત નર-નારીઓના ટોળાથી તે વીંટાયેલા રહે છે. નાગરિકજન તેમને આ અવસ્થામાં જોવે છે, મૃત્યુદંડ પ્રાપ્ત કેદીના પોષાક તેમને પહેરાવવામાં આવે છે અને તેમને નગરની વચ્ચો-વચ્ચથી થઈને લઈ જવામાં આવે છે તે વખતે તે ચોર અત્યન્ત દયનીય દેખાય છે. રક્ષણરહિત, અશરણ, અનાથ, બાંધવ રહિત, ભાઈ-બંધુઓ દ્વારા ત્યાગ કરાયેલા તે આમ-તેમ દિશાઓમાં નજર નાંખે છે. તેઓ સામે ઉપસ્થિત મૃત્યુના ભયથી અત્યંત ગભરાયેલા હોય છે. ત્યારબાદ તેમને વધ સ્થળ પર પહોંચાડી દેવામાં આવે છે અને તે અભાગીઓને શૂળી પર ચડાવી દેવામાં આવે છે, જેના કારણે તેમના શરીર છિન્નભિન્ન થઈ જાય છે. ત્યાં વધસ્થળમાં તેમના કાન, નાક વગેરે અંગોપાંગ કાપી નાંખવામાં આવે છે અર્થાત ટુકડા કરી દેવામાં આવે છે. કોઈ-કોઈને ઝાડની ડાળીઓ પર લટકાવી દેવામાં આવે છે, દીનતાથી વિલાપ કરતા તેમના ચાર અંગો અર્થાતુ બંને હાથ અને બંને પગને કઠણ બાંધી દેવામાં આવે છે. કોઈકને પર્વતના શિખર પરથી નીચે પાડી દેવામાં આવે છે, ઘણી ઊંચાઈએથી પાડવામાં આવ્યા હોવાના કારણે તેમને વિષમ અને અણીદાર પત્થરોનો માર સહન કરવો પડે છે. કોઈ-કોઈને હાથીના પગ નીચે કચડી નાંખવામાં આવે છે. જેથી હાડકા ચૂર-ચૂરા થઈ જાય છે. તે ચોરી કરવાવાળાને ધારરહિત કુહાડીઓથી (૨ કાન, ૨ નાસિકા, ૨ નયન, ૨ હોઠ, ૨ હાથ, ૨ પગ, જીભ ગ્રીવા, કંઠ, પૃષ્ઠ, વક્ષસ્થલ અને ગુલ્વેન્દ્રિય) એ અઢાર સ્થાનોમાં ખંડીત કરવામાં આવે છે. ઘણાંના કાન, હોઠ અને નાક કાપી દેવામાં આવે છે તથા આંખ, દાંત અને અંડકોષ ઉખાડી દેવામાં આવે છે. જીભ ખેંચીને બહાર કાઢી લેવામાં આવે છે. કાન અને સિર કાપી લેવામાં આવે છે, પછી તેમને વધભૂમિમાં લઈ જવામાં આવે છે, ત્યાં તેને તલવારથી કાપી નાંખવામાં આવે છે, કોઈ-કોઈ ચોરોના હાથ અને પગ કાપી કે કાઢી મૂકવામાં આવે છે. કોઈ ચોરોને આજીવન-મૃત્યુપર્યત કારાગારમાં રાખવામાં આવે છે.
अन्ने य गयचलण-मलण-निम्मद्दिया कीरंति ।
पावकारी अट्ठारसखंडिया य कीरंति मुंडपरसुहिं ।
केइ उक्कत्त कन्नोट्ठ-नासा उप्पाडिय-नयण-दसण-वसणा।
जिभिंदियच्छिया। छिन्न कन्न सिरा पणिज्जते छिज्जंतेय असिणानिविसया છિન્ન-દત્ય-Tયા !
पमुच्चंते य जावज्जीवबंधणा य कीरंति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org