________________
આશ્રવ અધ્યયન
૧૩૮૫
अवरे पाइक्कचोरसंधा सेणावइ चोरवंद-पागढिका य अडवी-देसदुग्गवासी काल-हरित-रत्त पीत-सुक्किल्लअणेगसय-चिंधपट्टबद्धा परविसये अभिहणंति, लुद्धा धणस्स कज्जे।
બીજા પણ પગે ચાલતા ચોરોનો સમૂહ હોય છે. એમાં ચોર સેનાપતિ પણ હોય છે જે પ્રોત્સાહિત કરે છે. જે જંગલની વચ્ચે જેટલાં દુર્ગમ સ્થાનો છે તેમાં રહે છે. કાળા, લીલા, લાલ, પીળા, સફેદ આદિ રંગનાં સેંકડો પટ્ટીઓને જે પોતાના મસ્તક ઉપર બાંધે છે. એવો ચોર સમુદાય પરધનમાં લોલુપ થઈને અન્ય રાજાઓના દેશોનો વિનાશ કરે છે.
- પડ્યું. . ૩, ૪
૬-૬ ૬
३५. सामुद्दिय तकरा
रयणागरसागरं उम्मीसहस्समालाउलाकुल-वितोयपोतकलकलेंतकलियं पायालसहस्स-वायवसवेग-सलिलउद्धम्ममाण दगरय-रयंधकारं।
वरफेणपउरधवल-पुलंपुलसमुट्ठियट्ट हासं, मारूयविच्छभमाणपाणियं जलमालुप्पीलहुलियं ।
अवि य समंतओ खुभिय-लोलिय-खोखुब्भमाणपक्खलिय-चलिय-विउलजल-चक्कवाल-महानईवेगतुरिय आपूरमाणा-गंभीर-विपुल-आवत्त-चवल-भममाणगुप्पमाणुच्छलंत-पच्चोणियत्त-पाणिय-पधाविय-खरफरूस-पयंड-वाउलिय-सलिल-फुट्टत-वीतिकल्लोलસં«ા.
૩૫ સામુદ્રિક તસ્કર :
(આ ચોરોનાં સિવાય કેટલાક અન્ય પ્રકારનાં લૂટેરા પણ હોય છે, જે ધનનાં લાલચમાં ફસાયને સમુદ્રમાં લૂટમાર કરે છે.) તે લુટેરા રત્નોની ખાનરૂપ સમુદ્રમાં ચઢાઈ કરે છે, જે સહસ્ત્રો તરંગ- માળાઓથી વ્યાપ્ત હોય છે. જળનાં અભાવમાં આકુળ-વ્યાકુળ મનુષ્યોની કલ-કલ ધ્વનિથી યુક્ત જહાજ હોય છે. સેંકડો પાતાળ કળશોના વાયુના સંયોગથી વેગયુક્ત બનેલ જળનાં ઉડતાં બિન્દુઓના સમુદાયથી જે અંધકાર યુક્ત બનેલ છે, પોતાના સ્વચ્છ અને અત્યંત સફેદ રંગનાં ફીણ વડે જાણે હંસી રહ્યો છે. વાયુથી જેનું પાણી ગતિમાન બન્યું છે. એક તરંગમાંથી બીજુ તરંગ ઉત્પન્ન કરી રહેલ છે. પવનના આઘાતથી ચોમેર ક્ષુબ્ધ થઈને તટ પ્રદેશ સુધી પહોંચીને મહામસ્યાદિ જળચર જીવો દ્વારા વ્યાકુળ કરાયેલ પર્વતાદિની મહાશિલાઓ આદિના આઘાતથી
ખ્ખલિત થઈને પછી સ્વસ્થાનથી ચલિત થઈને વિસ્તીર્ણ જળસમૂહ જયાં છે એવી ગંગા-યમુના આદિ મહાનદીઓના વેગથી તે ભરાઈ રહેલ છે. જે અગાધ વિશાળ વમળોથી ચપળ, ઘૂમતા થકા વ્યાકુળ આકાશમાં ઉછળતાં અને ફરી પાછા નીચે પડતાં એવાં ઝાડથી ઉત્પન્ન થતાં અતિશય કઠોર અને દારુણ હોવાને કારણે પાણીનું મન્થન કરાતું હોય એવા એકબીજા સાથે અથડાવાથી વિચ્છિન્ન થતાં મોજાંઓથી વ્યાપ્ત રહે છે. મોટા-મોટા મગરો, મત્સ્ય, કાચબા, ઓહાર, ગ્રાહ, તિમિ, શિશુમાર, વ્યાપદ આદિ જળચર પ્રાણીઓ જેમાં પરસ્પર અથડામણમાં આવ્યા કરે છે. પોતાના કરતાં નિર્બળને મારવાને માટે સદા દોડતાં હોય એવો સમુદ્ર ઘોર ભયાવર લાગે છે. જે સમુદ્ર કાયર લોકોના હૃદયને કંપાવી દે છે. ભયંકર રીતે જે ઘુઘવાટ કરે છે, જેને જોતાં જ લોકોના દિલમાં ભય ઉત્પન્ન થાય છે. દરેક પ્રાણીઓના વાટાં ઉભા થઈ જાય છે, તેથી જ ભયની પ્રતિમૂર્તિ લાગે છે. ચિત્તમાં ક્ષોભ થાય છે, જેનો પાર પામવો દુષ્કર છે. આકાશની જેમ જેમાં પ્રાણીઓને પડી જતાં કોઈપણ આધાર મળતો નથી.
महामगर मच्छ-कच्छभोहार-गाह-तिमि-सुंसुमारसावय-समाहय-समुद्धायमाणकपूर घोरपउरं ।
कायरजण-हिययकंपणं, घोरमारसंतं, महब्भयं, भयंकरंपइभयं, उत्तासणगं, अणोरपारं आगासं चेव निरवलंबं ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org