________________
૧૯૭૨
પણ ઉપપાત અને ઉદ્દવર્તનનો વિરહ થતો નથી. ઉપપાત અને ચ્યવનનો વિરહકાળ સૌથી વધારે સવાર્થસિદ્ધ દેવોમાં હોય છે. તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના સંખ્યાતમા ભાગ સુધી ઉપપાત અને ચ્યવનથી વિરહિત કહ્યા છે. આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થવાથી જીવોમાં એક સ્થાનથી ઉદ્દવર્તન કરી બીજા સ્થાને જન્મ ગ્રહણ કરવાની ગતિ પ્રવૃત્ત થાય છે તે ગતિ વિગ્રહગતિ કહેવાય છે. આ વિગ્રહગતિ એકેન્દ્રિયોને છોડી બધા જીવોમાં એક સમય, બે સમય કે ત્રણ સમયની હોય છે. એકેન્દ્રિયોમાં ચાર સમયની પણ હોય છે. તે બધા જીવ આત્મ ઋદ્ધિથી, સ્વકૃત કર્મોથી તથા પોતાના વ્યાપારથી ઉત્પન્ન થાય છે. ઈશ્વરાદિમાં (૫૨) ઋદ્ધિ, કર્મ અને વ્યાપારની એમને અપેક્ષા હોતી નથી.
જે પ્રમાણે આગમોમાં અનન્તરોપપન્નક, પરમ્પરોપપન્નક અને અનન્તરપરમ્પરાનુપપન્નકની ચર્ચા છે તે જ પ્રમાણે અનંતરનિર્ગત, પરંપ૨ નિર્ગત અને અનંતર-પરંપર અનિર્ગતની પણ ચર્ચા છે. નિર્ગત શબ્દ અહિં ઉદ્દવર્તિતના સ્થાને પ્રયુક્ત થયો છે. જે જીવોને ઔદારિક કે વૈક્રિય શરીર છોડીને નીકળ્યા પ્રથમ સમય જ થયો છે તે અનંતર નિર્ગત છે. જેને બે, ત્રણ આદિ સમય વ્યતીત થઈ ગયા તે પરમ્પર નિર્ગત છે. તથા જે વિગ્રહ ગતિને પ્રાપ્ત છે તે અનંતરપરંપર અનિર્ગત છે.
(ભગવાનથી પ્રશ્ન કરવામાં આવ્યો-) ભંતે ! નારક નારકોમાં ઉત્પન્ન થાય છે કે અનારક નારકોમાં ઉત્પન્ન થાય છે.' ભગવાને ઉત્તર આપ્યો- 'ગૌતમ ! નારક નારકોમાં ઉત્પન્ન થાય છે, અનારક નારકોમાં ઉત્પન્ન થતા નથી.' આનો આશય એ છે કે જીવ જન્મ ગ્રહણ કરવાના પહેલા જ તે ગતિથી યુક્ત થઈ જાય છે જેમાં તેને જન્મ લેવાનો હોય તથા એ જ પ્રમાણે ઉદ્દવર્તન ના સમયે તે ગતિનો તે રહેતો નથી જે ગતિથી તે જીવ ઉદ્દવર્તન કરે છે. એ તથ્ય જીવો પર લાગુ પડે છે.
રત્નપ્રભાપૃથ્વી પર ૩૦ લાખ નરકાવાસ છે. શર્કરાપ્રભાપૃથ્વી પર ૨૫ લાખ નરકાવાસ છે. વાલુકાપ્રભાપૃથ્વી ૫૨ ૧૫ લાખ, પંકપ્રભા પૃથ્વી પર ૧૦ લાખ, ધૂમપ્રભા પૃથ્વી પર ૩ લાખ તથા તમઃ પ્રભા પૃથ્વી પર ૯૫ હજાર નરકાવાસ છે. તમસ્તમપ્રભા પૃથ્વી પર પાંચ અનુત્તર નરકાવાસ છે- કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ અને અપ્રતિષ્ઠાન. તે સાતે પૃથ્વીઓના નરકાવાસ સંખ્યાત યોજન વિસ્તારવાળા પણ છે તથા અસંખ્યાત યોજન વિસ્તારવાળા પણ છે. રત્નપ્રભાપૃથ્વીના સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાં ઉત્પન્ન થવાવાળા નારકોના સંબંધમાં આ અધ્યયનમાં ૩૯ પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે અસંખ્યાતયોજન વિસ્તૃત નરકાવાસોમાં ઉત્પન્ન થવાવાળા નૈરિયકોના સંબંધમાં પણ એટલા જ પ્રશ્નોત્તર છે. સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાં એક સમયમાં જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત નૈરયિક ઉત્પન્ન થાય છે જયારે અસંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત નૈરયિક ઉત્પન્ન થાય છે. રત્નપ્રભાપૃથ્વીના નૈરયિકોના વિવિધ આધારો ૫૨ સંખ્યાના સંબંધમાં ૩૯ પ્રશ્નોનું સમાધાન પણ થયું છે. તેના અંતર્ગત કાપોતલેશી, સંજ્ઞી, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, અનંતરોપપન્નક, પરમ્પરોપપન્નક, અનંતરાવગાઢ, પરમ્પરાવગાઢ આદિ નૈરયિકોની સંખ્યાના વિષયમાં પણ ચર્ચા છે. આ પ્રશ્નોત્તરોના આધાર પર કેટલીક વિશેષ જાણકારી પણ સમ્મુખ આવે છે.
રત્નપ્રભા પૃથ્વીના સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાં ઉદ્દવર્તન કરવાવાળા નારકોના સંબંધમાં પણ ઉત્પત્તિની જેમજ ૩૯ પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું છે. રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની જેમજ શર્કરાપ્રભા આદિ છએ નરક પૃથ્વિઓના નૈરયિકોના ઉપપાત અને ઉદ્દવર્તન થાય છે, એટલા માટે એના પ્રશ્નોત્તરોમાં વિશેષભેદ નથી. નરકાવાસોની સંખ્યામાં અંતર છે જેનો નિર્દેશ પહેલા કરી દીધો છે. વિશેષતા એ છે કે આ છ પૃથ્વિઓના નૈરિયક અસંજ્ઞી હોતા નથી. લેશ્યાઓની અપેક્ષા પહેલી બીજી નરકમાં કાપોતલેશ્યા છે. ત્રીજીમાં કાપોત અને નીલ, ચોથીમાં નીલ, પાંચમીમાં નીલ અને કૃષ્ણ,છઠ્ઠીમાં કૃષ્ણ અને સાતમી નરકમાં પરમ કૃષ્ણ લેશ્યા છે. પંકપ્રભાપૃથ્વીથી લઈ અધઃસપ્તમ પૃથ્વી સુધી અધિજ્ઞાની અને અવધિદર્શની નૈયિક ઉદ્દવર્તન કરતા નથી. સાતમી નરકમાં ત્રણ જ્ઞાનયુક્ત જીવ ઉત્પન્ન થતા નથી તથા ઉદ્દવર્તન પણ કરતા નથી પરંતુ સત્તામાં ત્રણ જ્ઞાનવાળા નૈરિયક જોવા મળે છે.
ભવનવાસી, વાણવ્યંતર, જયોતિષી અને વૈમાનિક દેવોના ઉત્પાદ, ઉદ્દવર્તન કે ચ્યવનના સંબંધમાં પણ નૈયિકોની જેમ ૪૯ - ૪૯ પ્રશ્નોના સમાધાન દીધા છે. અસુરકુમારોના ૬૪ લાખ આવાસ કહ્યા છે. નાગકુમાર આદિ બધા
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org