________________
૧૯૭૦
(૨) મનુષ્યોમાં ગર્ભજ મનુષ્યોથી નૈયિક જીવ ઉત્પન્ન થાય છે, સમુચ્છિમ મનુષ્યોથી નહી. ગર્ભજ મનુષ્યોમાં પણ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે. અકર્મભૂમિના અને અંતર્લીંપજના ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થતા નથી. કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાં પણ સંખ્યાત વર્ષાયુષ્ક અને પર્યાપ્તક મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે. અસંખ્યાત વર્ષાયુષ્ક અને અપર્યાપ્તકોમાંથી ઉત્પન્ન થતા નથી.
(૩) નૈરયિકોના ઉપપાતના વિષયમાં જે સામાન્ય કથન છે તે રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોના ઉ૫પાત પર લાગુ થાય છે. શર્કરાપ્રભા પૃથ્વીના નૈરયિક સમુચ્છિમ તિર્યંચમાંથી ઉત્પન્ન થતા નથી. વાલુકાપ્રભા પૃથ્વીના નૈરયિક ભુજપરિસર્પોમાંથી ઉત્પન્ન થતા નથી. પંકપ્રભા પૃથ્વીના નૈયિક ખેચરોમાંથી પણ ઉત્પન્ન થતા નથી. આ પ્રમાણે ઉત્તરોત્તર નિષેધ સમજવું જોઈએ. ધૂમપ્રભાના નૈયિકોની ઉત્પત્તિ સમૂચ્છિમ વગેરેની સાથે ચતુષ્પદોથી પણ થતી નથી અને તમસ્તમ પૃથ્વીના નૈરયિક મનુષ્ય સ્ત્રીઓથી પણ ઉત્પન્ન થતા નથી. આ પ્રમાણે સાતમી નરકમાં જળચર અને કર્મભૂમિના મનુષ્ય (પુરુષ અને નપુંસક) જ ઉત્પન્ન થાય છે તે પણ પર્યાપ્ત અને સંખ્યાત વર્ષાયુષ્ક જ થાય છે.
(૪) દેવ પણ તિર્યંચ અને મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે. અસુરકુમાર આદિ દશ ભવનપતિ દેવોનો ઉપપાત સામાન્ય નૈરયિકોના ઉપપાતની જેમ છે. પરંતુ વિશિષ્ટતા એ છે કે એ અસંખ્યાત વર્ષ આયુષ્યવાળા અકર્મભૂમિના અને અન્તર્રીપના મનુષ્યો તથા અસંખ્યાતવર્ષ આયુવાળા તિર્યંચ પંચેન્દ્રિયથી ઉત્પન્ન થાય છે.
(૫) પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાયના જીવ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તિર્યંચો, સમુચ્છિમ અને ગર્ભજ મનુષ્યો તથા ભવનવાસીથી લઈ વૈમાનિક સુધીના દેવોમાંથી ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિય જીવોમાં તે પૃથ્વીકાયથી લઈ વનસ્પતિકાય સુધીના સૂક્ષ્મ અને બાદ૨, પર્યાપ્ત અને અપર્યાપ્ત સર્વ જીવોમાંથી ઉત્પન્ન થાય છે. વિકલેન્દ્રિયોમાં પણ તે પર્યાપ્તા અને અપર્યાપ્તા બંનેમાંથી ઉત્પન્ન થાય છે. પંચેન્દ્રિય તિર્યંચોમાં જળચર આદિના પર્યાપ્તા અને અપર્યાપ્તા સર્વ જીવોમાંથી ઉત્પન્ન થાય છે. મનુષ્યોમાં કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોના પર્યાપ્તા અને અપર્યાપ્તા બંને ભેદોમાંથી ઉત્પન્ન થાય છે તથા સમુચ્છિમ મનુષ્યોમાં બધામાંથી ઉત્પન્ન થાય છે. ભવનપતિ દેવોમાં અસુરકુમારથી લઈ સ્તનિતકુમાર સુધીના બધા દેવોમાંથી, વાણવ્યંતર દેવોમાં પિશાચોથી લઈ ગંધર્વેમાંથી, જયોતિષી દેવોમાં ચંદ્ર વિમાનના દેવોથી લઈ તારા વિમાનના દેવોમાંથી ઉત્પન્ન થાય છે. વૈમાનિક દેવ બે પ્રકારના હોય છે- કલ્પોપપન્નક અને કલ્પાતીત. એમાંથી કલ્પોપપન્નક દેવોમાંથી ઉત્પન્ન થાય છે તે પણ સૌધર્મ અને ઈશાન કલ્પના દેવોમાંથી જ ઉત્પન્ન થાય છે. એ પણ અહીં ઉલ્લેખનીય છે કે સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અપ્લાય અને સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવ દેવોમાંથી ઉત્પન્ન થતા નથી તે માત્ર તિર્યંચ અને મનુષ્યોમાંથી જ ઉત્પન્ન થાય છે.
(૬) તેજસ્કાય અને વાયુકાયના જીવ દેવોમાં ઉત્પન્ન થતા નથી તે માત્ર તિર્યંચ અને મનુષ્યોમાંથી જ ઉત્પન્ન થાય છે. શેષ વર્ણન પૃથ્વીકાયિકના સમાન છે.
(૭) બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોની ઉત્પત્તિ પણ તેજસ્કાય અને વાયુકાયની જેમ મનુષ્ય અને તિર્યંચોમાંથી થાય છે.
(૮) પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ ચાર ગતિઓના જીવોમાંથી ઉત્પન્ન થાય છે. સાતે પૃથ્વીઓના નૈરયિકો, એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના તિર્યંચો, પર્યાપ્ત-અપર્યાપ્ત (કર્મભૂમિ) ગર્ભજ અને સમુચ્છિમ મનુષ્યોમાંથી તથા સહસ્ત્રાર કલ્પના વૈમાનિક દેવો સુધીના દેવોમાંથી ઉત્પન્ન થાય છે. સમુચ્છિમ જળચર આદિ જીવ તિર્યંચ અને મનુષ્યોમાંથી જ ઉત્પન્ન થાય છે. નારકી અને દેવોમાંથી ઉત્પન્ન નહીં થાય.
(૯) મનુષ્ય ચારે ગતિઓના જીવોમાંથી ઉત્પન્ન થાય છે. પરંતુ નૈયિકોમાં છઠ્ઠી નરક સુધીના નૈયિકોમાંથી ઉત્પન્ન થાય છે. સાતમી નરકના નારકીમાંથી નહી. તિર્યંચોમાં તેઉકાય અને વાયુકાયમાંથી ઉત્પન્ન થતા નથી. દેવોમાં સર્વાર્થસિદ્ધ સુધી બધા દેવોમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે. મનુષ્ય પણ બે પ્રકારના છે- સમુચ્છિમ અને ગર્ભજ. એમાં સમુચ્છિમ મનુષ્ય નૈરયિક, દેવ અને અસંખ્યાત વર્ષ આયુવાળા મનુષ્ય અને તિર્યંચોથી પણ ઉત્પન્ન થતા નથી. ગર્ભજ મનુષ્યનું કથન સામાન્ય મનુષ્યના સમાન છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org