________________
૧૩૪૯
Eti
#littltimliHiiiiEffililiitirrilli llllultill illumils=HIHittariiliitilila lill illulitiiii illutiHill. Iftikhilyatiii 111 1iiiiiiiiall
Hill IllinailમાII
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
IIIIiiliiIIIIIIIIIIIIIIIIIII III
IIIIIIIIIIIIIIIIIIIIIuilla ITIHF IIITwi1IIIIIIII
વિભિન્ન અવસ્થાઓ અને પરિણામોને વ્યક્ત કરે છે. પણ એકદમ પર્યાયવાચી નથી. અબ્રહ્મચર્ય દેવો, મનુષ્યો અને અસુરો સહિત સમસ્ત લોકના પ્રાણીઓ દ્વારા કાર્યો છે. સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ આ એના ચિન્હ છે. આ તપ, સંયમ અને બ્રહ્મચર્ય માટે વિધ્વરુપ છે.
તત્વાર્થસૂત્રમાં મૂચ્છને પરિગ્રહ કહ્યું છે. પરંતુ આ અધ્યયનમાં પરિગ્રહના ચય, સંચય, સંભાર, સંરક્ષણ આદિ બાહ્ય પરિગ્રહના દ્યોતક શબ્દ પણ આપ્યા છે અને મહેચ્છા, લોભાત્મા, તૃષ્ણા, આસક્તિ જેવા આંતરિક પરિગ્રહના ઘાતક શબ્દ પણ ઉપલબ્ધ છે. આ બધા શબ્દ મળી આંતરિક અને બાહ્ય પરિગ્રહનું સ્વરૂપ વ્યક્ત કરે છે.
આ પાંચ આશ્રવોનાં જે ત્રીસ-ત્રીસ નામ આપ્યા છે. તે ઉપરાંત શાસ્ત્રકારે લખ્યું છે કે એવા હજી નામ થઈ શકે છે. આનો અભિપ્રાય એ છે કે આ ત્રીસ નામ તો આશ્રવના વિભિન્ન રુપોને અભિવ્યક્ત માત્ર કરે છે. કેટલાક છૂટી ગયેલા નામોને અન્ય નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નામોમાં કેટલાક એવા પણ નામ છે કે જે એકથી વધારે આશ્રવોમાં પ્રયુક્ત થયા છે. જેમ- અસંયમ' શબ્દ હિંસા કે પ્રાણવધના પર્યાયનામોમાં પણ છે તો અદત્તાદાનના પર્યાય નામોમાં પણ છે.
પ્રાણવધ કે હિંસા આશ્રવના પ્રસંગમાં આ પ્રશ્ન કરવામાં આવ્યો છે કે પાપી, અસંયત, અવિરત, અનુપશાંત પરિણામવાળા તથા બીજાને દુ:ખ દેવામાં તત્પર રહેવાવાળા જીવ કોની હિંસા કરે છે. આ પ્રશ્નના ઉત્તરમાં જળચર, સ્થળચર, ઉરપરિસર્પ, ભજપરિસર્પ અને ખેચર જીવોના વધનો ઉલ્લેખ કરતા બેઈન્દ્રિય. તેઈન્દ્રિય. ચૌરેનિ જીવોના વધનું પણ વર્ણન કર્યું છે. જળચર, સ્થળચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચર જીવોનું વિવરણ આપતા અનેક નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાંથી ઘણા જીવ હમણા પણ ઉપલબ્ધ થાય છે અને એમના નામ પણ પ્રખ્યાત છે. પરંતુ કેટલાક જીવ એવા પણ છે જેના નામ બદલાય ગયા છે. અથવા તેની જાતિ અદશ્ય થઈ ગઈ છે. જીવ વૈજ્ઞાનિકો માટે જીવોનું આ વિવરણ ઉપયોગી સિદ્ધ થઈ શકે છે.
પ્રાણીઓનો વધ અનેક કારણોથી કરવામાં આવે છે. એમાંથી ચામડી, ચર્મી, માંસ, દાંત, હાડકા, શીંગ, વિષ, વાળ આદિની પ્રાપ્તિ પણ એક કારણ છે. શરીર અને ઉપકરણોને શૃંગારિત સંસ્કારિત કરવા માટે પણ જીવોનો વધ કરવામાં આવે છે. પૃથ્વીકાયિક જીવોની હિંસા કૃષિ, ફૂપ, તાલાબ, ખાઈ, પ્રાસાદ આદિના નિમિત્તથી કરવામાં આવે છે. અખાયિક જીવોની હિંસા સ્નાન, પાન, ભોજન, વસ્ત્ર ધોવા આદિ માટે કરવામાં આવે છે. ભોજન ર કરવા, પ્રકાશ કરવા આદિથી અગ્નિકાયિક જીવોની હિંસા થાય છે. પંખા, સૂપ, તાલવૃન્ત, મયુર પંખ આદિથી હવા કરવાના કારણે વાયુકાયિક જીવોની હિંસા કરવામાં આવે છે. વનસ્પતિકાયિકની હિંસાના આગમમાં અનેક પ્રયોજન વર્ણિત છે. જેમાં પ્રમુખ છે- ઘર, ભોજન, શયા, આસન, વાહન, નૌકા, ખંભા, સભાગાર, વસ્ત્ર, હળ, ગાડી આદિ બનાવવા.
કેટલાક સપ્રયોજન હિંસા કરે છે તો કેટલાક નિપ્રયોજન પણ હિંસા કરે છે. કેટલાક એવા પણ પાપી જીવ છે જે હાસ્ય-વિનોદ માટે, વેરના કારણે અથવા ભોગાશક્તિથી પ્રેરિત થઈ હિંસા કરે છે. કેટલાક જીવ ક્રોધિત થઈ હનન કરે છે. કેટલાક લોભના વશીભૂત થઈ હિંસા કરે છે તો કેટલાક અજ્ઞાનના કારણે હિંસા કરે છે તો કેટલાક અર્થ, ધર્મ કે કામ માટે પણ હિંસા કરે છે.
પ્રાચીનયુગમાં હિંસાના કાર્ય કરવાવાળાનો સમુદાય વિશેષ રહેતો હતો. જેમ- સુઅરોનો શિકાર કરવાવાળાને શૌકરિક, માછલા પકડવાવાળાને મત્સ્યબંધક, પક્ષિયોને મારવાવાળાને શાકુનિક કહેવામાં આવતું હતું. હિંસા કરવાવાળાની પછી જાતિ બની ગઈ. જેમ- શક, યવન, શબર, બબ્બર આદિ એવી અનેક જાતિના લોકો હિંસાકર્મ કરતા હતા. આજીવિકા ચલાવવા માટે પણ હિંસા કરવામાં આવે છે. રાજા પોતાના આનંદ માટે હિંસા કરતા હોય છે.
હિંસક મનુષ્ય હિંસાકાર્યના કારણે નરકવાસી બની જાય છે. તે મરીને નરકના દુઃખોને વિવશ થઈ ભોગવે છે.
E-ELHEHRiPhittitut|ITTI III III IEE
i
EEE TH==
==
=
=EE HIM HILLIEFaite =htt=artisttEstrettlertifilitterrill - IEEEE-TIME====ttle= at
NIFTIItaliEREDail IFill ill ill: III i||
I|
IIII IIIBil|A ||NEnti - BE
:
Hi-FIR
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org