________________
૧૭૭૧
નામના નાના કાપા પાડવા
. Tutam
IIIIIII IIIIIIII HitinguisitilitieEllilithillllllll all ll lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllliાપ
પાણીમાં
૩૬. મનુષ્યગતિ અધ્યયન
-
આ અધ્યયનમાં મુખ્યરૂપથી અગ્રાંકિત વિષય વર્ણિત છે
(૧) વિવિધ વિવક્ષાઓથી પુરુષના ત્રણ, ચાર આદિ પ્રકાર (૨) એકોરુકદ્વીપના પુરુષ અને સ્ત્રીઓના શારીરિક ગઠન, આહાર, આવાસ આદિના સિવાય ત્યાં અન્ય પ્રાણીઓ, વસ્તુઓ આદિના સંબંધમાં કથન (૩) સ્ત્રી, ભૂતક, સુત, પ્રસર્પક, તૈરાક, રાજા, માતા-પિતા આદિના ચાર-ચાર પ્રકાર (૪) મનુષ્યની અવગાહના અને સ્થિતિ.
મનુષ્યના જન્મ-મરણ આદિના સંબંધમાં ગર્ભ અને ધુત્કાન્તિ અધ્યયનમાં જુઓ. મનુષ્યના જ્ઞાન, યોગ, ઉપયોગ, લેશ્યા આદિ માટે તેજ અધ્યયનમાં જુવો. અહિં આ અધ્યયનમાં મનુષ્ય સંબંધિત તેજ વર્ણનનો સમાવેશ છે જેનું અન્યત્ર વર્ણન કરવામાં આવ્યું નથી.
મનુષ્ય બે પ્રકારના હોય છે- (૧) ગર્ભજ અને (૨) સમુચ્છિમસમુશ્ચિમ મનુષ્ય અત્યંત અવિકસિત હોય છે તેમજ ચોથી પર્યાપ્તિ પૂર્ણ કરતા પહેલા જ મૃત્યુ પામે છે. આની ઉત્પત્તિ મળ, મૂત્ર, શ્લેષ્મ, વીર્ય આદિ ચૌદ અશુચિ સ્થાનો પર થાય છે. ગર્ભજ મનુષ્ય પણ ત્રણ પ્રકારના હોય છે. કર્મભૂમિમાં ઉત્પન્ન, અકર્મભૂમિમાં ઉત્પન્ન તથા છપ્પન અંતરá પોમાં ઉત્પન્ન. પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ એ પંદર કર્મભૂમિ માની છે. અકર્મભૂમિના ૩૦ ભેદ છે- ૫ હૈમવત, પ હૈરણ્યવત, ૫ હરિવર્ષ, ૫ રમ્યફવર્ષ, ૫ દેવકુરુ અને ૫ ઉત્તરકુરુ. ગર્ભજ મનુષ્ય પર્યાપ્તા અને અપર્યાપ્તા બંને પ્રકારના હોય છે. જ્યારે સમુચ્છિમ મનુષ્ય માત્ર અપર્યાપ્તા જ હોય છે.
વેદ અને લિંગની અપેક્ષાએ ત્રણ પ્રકારના મનુષ્ય હોય છે. (૧) પુરુષ (૨) સ્ત્રી અને (૩) નપુંસક. પ્રસ્તુત અધ્યયનમાં મુખ્યરૂપે મનુષ્ય પુરુષનું વિવિધ પ્રકારથી વર્ણન કરવામાં આવ્યું છે. પરંતુ આનુષંગિક અને લાક્ષણિકરૂપથી આ પુરુષ શબ્દ મનુષ્યનું જ સૂચક છે. જેમાં સ્ત્રી અને નપુંસકોનું પણ ગ્રહણ થઈ જાય છે. પુરુષ ત્રણ પ્રકારના કહ્ય છે- (૧) સુમનસ્ક (૨) દુર્મનસ્ક અને (૩)નો સુમનસ્ક - નો દુર્મનસ્ક. આ ત્રણે ભેદ માત્ર પુરુષ પર ઘટિત ન થઈ મનુષ્ય માત્ર પર ઘટિત થાય છે. એટલા માટે અહિં પુરુષ શબ્દથી સ્ત્રી અને નપુંસકરૂપ મનુષ્યોને પણ સમાવેશ થઈ જાય છે.
પુરુષ શબ્દનો પ્રયોગ નામ, સ્થાપના અને દ્રવ્યના ભેદથી જુદા અર્થમાં પણ થાય છે. કયાંક વિવક્ષાભેદથીએ જ્ઞાન પુરુષ, દર્શન પુરુષ અને ચારિત્રપુરુષ પણ કહ્યા છે. પુરુષના ઉત્તમ, મધ્યમ અને જધન્ય ભેદ પણ કર્યા છે. ઉત્તમ પુરુષના ફરી ધર્મપુરુષ - અહતુ, ભોગપુરુષ - ચક્રવર્તી અને કર્મપુરુષ - વાસુદેવ આદિ ભેદ કર્યા છે. મધ્યમ પુરુષના ઉગ્ર, ભોગ અને રાજન્ય પુરુષ તથા જઘન્ય પુરુષના દાસ, ભૂતક અને ભાગીદાર આદિ પુરુષ ભેદ કર્યા છે.
ગમનની વિવક્ષાથી, આગમનની વિવક્ષાથી, સ્થિરતાની વિવક્ષાથી પુરુષના સુમનસ્ક, દુર્મનસ્ક અને નો સુમુનસ્કનોદુર્મનસ્ક ભેદ કર્યા છે. તે જ ત્રણ ભેદ બેસવા, હનન કરવા, છેદન કરવા, બોલવા, ભાષણ કરવા, આપવા, ભોજન કરવા, પ્રાપ્તિ - અપ્રાપ્તિ, પાન કરવા, સૂવા, યુદ્ધ કરવા, જીતવા, પરાજિત કરવા, સાંભળવા, જોવા, સૂંઘવા, આસ્વાદ લેવા અને સ્પર્શ કરવા આદિ અનેક પ્રકારે પણ કર્યા છે. કોઈ પુરુષ આ ક્રિયાઓને કરી અને કોઈ ન કરી સુમનસ્ક (હર્ષિત મનવાળા) થાય છે. કોઈ આને કરી અથવા ન કરી દુર્મનસ્ક (ખિન્ન મનવાળા) થાય છે. કોઈ પુરુષ અથવા મનુષ્ય એવા પણ હોય છે જે ન સુમનસ્ક હોય છે અને ન દુર્મનસ્ક હોય છે. પરંતુ તે ઉદાસીન ચિત્તવાળા રહે છે. સુમનસ્કતા, દુર્મનસ્કતા અને નો સુમનસ્કતા - નો દુર્મનસ્કતા આ વિભિન્ન ક્રિયાઓના ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં
ન થવાના આધારે થવી જોવા મળે છે. આ વર્ણનથી મનુષ્ય કિંવા જીવની જુદી-જુદી રચિ અને પ્રકૃતિ હોવાનો પણ સંકેત મળે છે તથા એ પણ જ્ઞાત થાય છે કે જીવ પોતાના સંસ્કારોના અનુસાર આ ક્રિયાઓના થવા કે ન થવામાં પ્રસન્ન અથવા તટસ્થ રહે છે.
પુરુષનું અનેક પ્રકારથી ચર્તુભંગીમાં વર્ણન કરવામાં આવ્યું છે. જેમ- કેટલાક પુરુષ જાતિ અને મન બંનેથી શુદ્ધ હોય છે. કેટલાક જાતિથી શુદ્ધ અને અશુદ્ધ મનવાળા હોય છે. કેટલાક જાતિથી અશુદ્ધ અને મનથી શુદ્ધ હોય છે.
filitiuદાWITગપnts intFirminalianhailalitanii alધાપાકા કામiluપાllialisualillainiHitiiiiiiiiiiiiiiiiiiiiiiiE=filiiiiiiiiiii)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org