________________
૧૪૭૭
[llwillllllliffithstellllllllll tilipill hilli
આયુ કર્મને બાંધતા જીવ નિયમથી આઠ કર્મ પ્રકૃતિઓને બાંધે છે. અંતરાય, નામ અને ગોત્ર ને બાંધતા જીવ સાત, આઠ કે છ કર્મપ્રકૃતિઓને બાંધે છે. ચોવીસ દંડકોમાં આ કર્મ પ્રકૃતિઓના બંધમાં શું અંતર રહે છે એનું પણ અહીં વર્ણન છે.
કેટલાક રુચિકર પ્રશ્નોનું સમાધાન પણ છે. જેમકે- જેવી રીતે છદ્મસ્થ હસે છે તથા ઉત્સુક હોય છે. તેવી રીતે શું કેવળી મનુષ્ય પણ હસે છે અને ઉત્સુક હોય છે ? આનું સમાધાન કરતા કહ્યું છે કે કેવળી ન તો હસે છે અને ન ઉત્સુક હોય છે. કારણકે- જીવ ચારિત્રમોહનીય કર્મના ઉદયથી હસે છે અને ઉત્સુક હોય છે. કેવળીએ ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કરી લીધો હોય છે. અહિં હસવુ હાસ્ય કર્મનું અને ઉત્સુક થવું રતિ કર્મનું પ્રમાણ છે. વિવિધ અપેક્ષાઓથી અષ્ટવિધ કર્મોના બંધનું વિવેચન પણ મહત્વપૂર્ણ છે. સ્ત્રી-પુરુષ-નપુંસકની અપેક્ષાએ, સંયત-અસંયતની અપેક્ષાએ, સમ્યગુદૃષ્ટિ આદિની અપેક્ષાએ, સંજ્ઞી-અસંજ્ઞીની અપેક્ષાએ, ભવસિદ્ધિક આદિની અપેક્ષાએ, ચક્ષુદર્શની આદિની અપેક્ષાએ, પર્યાપ્ત- અપર્યાપ્તની અપેક્ષાએ, ભાષક-અભાષકની અપેક્ષાએ, પરિત્ત-અપરિતની અપેક્ષાએ, જ્ઞાની-અજ્ઞાનીની અપેક્ષાએ, મનોયોગી આદિની અપેક્ષાએ, સાકાર-અનાકારોપયુક્તની અપેક્ષાએ, આહારક-અનાહારકની અપેક્ષાએ, સૂક્ષ્મ-બાદરની અપેક્ષાએ અને ચારિત્ર-અચારિત્રની અપેક્ષાએ આઠ કર્મ પ્રકૃતિઓના બંધનું વર્ણન છે. પ્રાણાતિપાતથી વિરત જીવ સાત, આઠ, છ અને એક કર્મ પ્રવૃતિઓને બાંધે છે તથા ક્યારેક તે અબંધક (બંધ રહિત) પણ હોય છે. આના ૨૭ ભંગ બને છે. મૃષાવાદ વિરત ચાવત- મિથ્યાદર્શનશલ્ય વિરત જીવના સાત, આઠ, છ કે એક પ્રકૃતિનો બંધ થાય છે તથા ક્યારેક તે જીવ અબંધક પણ હોય છે.
જ્ઞાનાવરણ આદિ કર્મોનું વેદન કરતા જીવ કેટલી પ્રકૃતિઓનો બંધ કરે છે. આનું અધ્યયન કરવાથી એ જ્ઞાત થાય છે કે જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતા જીવ સાત, આઠ, છ કે એક કર્મ પ્રકૃતિનો બંધ કરે છે. દર્શનાવરણીય અને અંતરાય કર્મનું વેદન કરવાવાળાને પણ આ જ પ્રમાણે બંધ થાય છે. વેદનીય કર્મનું વેદન કરતા જીવ પણ સાત, આઠ, છે કે એકનો બંધ કરે છે. પરંતુ તે કદાચિત્ અબંધક પણ હોય છે. આયુ, નામ અને ગોત્ર કર્મનું વેદન કરતા જીવ પણ વેદનીયની જેમ બંધ કે અબંધક હોય છે.
અષ્ટવિધ કર્મોનો બંધ બે કારણોથી થાય છે. (૧) રાગથી અને (૨) ૯ષથી. આ બંનેમાં ચતુર્વિધ કષાયનો સમાવેશ થઈ જાય છે. રાગને માયા અને લોભના રૂપમાં બે પ્રકારનું કહ્યું છે. તથા હૈષને ક્રોધ અને માનના ભેદથી બે પ્રકારના માન્યા છે.
જ્ઞાનાવરણીયાદિનો બંધ કરતા જીવ કેટલી કર્મ પ્રવૃતિઓનું વેદન કરે છે. આના પર આગમોમાં વિચાર કર્યો છે. એમના અનુસાર વેદનીય કર્મને છોડી શેષ સાત કર્મોનો બંધ કરતો જીવ નિયમથી આઠ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. પરંતુ વેદનીય કર્મને બાંધતો જીવ સાત, આઠ કે ચાર કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનું વેદન કરવાવાળા જીવ આઠ કે સાત (મોહનીય ને છોડી) કર્મ પ્રકૃતિઓનું વેદન કરે છે. વેદનીય, આયુ, નામ અને ગોત્રનું વેદન કરતો જીવ સાત, આઠ કે ચાર પ્રકૃતિઓનું વેદન કરે છે. કેવળજ્ઞાન, કેવળદર્શનના ધારક અત્ જિન કેવળી ચાર કર્માશુનું વેદન કરે છે- વેદનીય, આયુ, નામ અને ગોત્રનો.
એકેન્દ્રિય જીવોમાં કર્મ પ્રકૃતિઓનું સ્વામિત્વ, બંધ અને વેદનનું સૂક્ષ્મ કથન પણ વર્ણિત છે. એમાં કર્મ પ્રકૃતિઓના વેદનનું વર્ણન કરતા પ્રસિદ્ધ આઠ કર્મ પ્રવૃતિઓમાં (૧) શ્રોત્રેન્દ્રિયાવરણ (૨) ચક્ષુરિન્દ્રિયાવરણ (૩) ઘ્રાણેન્દ્રિયાવરણ (૪) જિગ્લૅન્દ્રિયાવરણ (૫) સ્ત્રીવેદાવરણ અને (૬) પુરુષવેદાવરણને ભેગા કરી ૧૪ કર્મપ્રકૃતિઓનો ઉલ્લેખ કર્યો છે.
કાંક્ષામોહનીયની ચર્ચા માત્ર વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રમાં જ છે. ઉત્તરવર્તી કર્મગ્રંથોમાં એની ચર્ચા નથી. આ જ પ્રમાણે સંપૂર્ણ દિગમ્બર સાહિત્યમાં કાંક્ષામોહનીયનો કોઈ ઉલ્લેખ નથી. આ દૃષ્ટિથી આગમમાં વર્ણિત કાંક્ષામોહનીય કર્મ એક પ્રકારનું દર્શનમોહનીય કર્મ છે. જે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, ભેદ સામયન્તિ અને કલુષ સાયન્તિથી યુક્ત હોય છે.
lilliffiliffiliitiHFiliH THમાં કામ ક્ષ
iliiiiiiiiiitiliitill ali IuliflIII IIHitiHEસા illulilualiliuluIHilliaali lll. lil lili III પાlallahill miIgiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiial illuminium
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org