________________
૧૪૭૫
i'illFili
########Hallllllllllllllllllllllllllllllllllliiiiiiiiiiiiiiiiiiiu
lllllllis
#talett
illi
li
tilittituti iiiiiiiiiiiiii
ill hill
milliliiiiiii
બાંધવાવાળા સરાગ છદ્મસ્થ જીવના ચૌદ પરીષહ કહ્યા છે. પરંતુ તે એક સાથે બાર પરીષહ વેદે છે. એકવિધ કર્મનો બંધ કરવાવાળા વીતરાગ છદ્મસ્થના પણ ૧૪ પરીષહ કહ્યા છે. એકવિધ બંધક સયોગી વીતરાગ કેવળીના અગ્યાર પરીષહ કહ્યા છે. વીતરાગ છદ્મસ્થ અને કેવળીને ચર્યા અને શય્યા પરીષહનું એક સાથે વેદન થતું નથી.
જીવ જે કર્મપુલોનો પાપ કર્મના રુપમાં ચય કરે છે. ઉપચય કરે છે, બંધ કરે છે. ઉદીરણા કરે છે. વેદન કરે છે. નિર્જરા કરે છે તે કર્મ પુદગલ દ્વિસ્થાનથી લઈ દશ સ્થાન નિવર્તિત થાય છે. અહિં વિવિધ અપેક્ષાઓથી આ સ્થાનોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. દ્રિસ્થાન નિર્વર્તિત પુદ્ગલોમાં ત્રસકાય નિર્વર્તિત અને સ્થાવરકાય નિર્વર્તિત પુદ્ગલોનો પણ ઉલ્લેખ છે. ત્રિ સ્થાનમાં સ્ત્રી નિર્વર્તિત, પુરુષ નિર્વર્તિત અને નપુંસક નિર્વર્તિતનું ચાર સ્થાનોમાં નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવ નિવર્તિતનું, પાંચ સ્થાનોમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય નિર્વર્તિતનું, છ સ્થાનોમાં પૃથ્વીકાયિક વગેરે પર્યાય નિર્વર્તિત પુદ્ગલોનો ઉલ્લેખ છે. સાત સ્થાનોમાં નૈરયિક, તિર્યંચ, તિર્યચસ્ત્રી, મનુષ્ય, મનુષ્ય સ્ત્રી, દેવ અને દેવી નિર્વર્તિત પુદ્ગલોનો ઉલ્લેખ છે. આઠ સ્થાનોમાં પ્રથમ સમય નૈરયિક નિર્વર્તિત, અપ્રથમ સમય નૈરયિક નિર્વર્તિત, પ્રથમ સમય તિર્યંચ નિર્વર્તિત, અપ્રથમ સમય તિર્યંચ નિર્વર્તિત, પ્રથમ સમય મનુષ્ય નિર્વર્તિત, અપ્રથમ સમય નૈરયિક નિર્વર્તિત, પ્રથમ સમય દેવ નિર્વર્તિત, અપ્રથમ સમય દેવ નિવર્તિત પુદ્ગલોને અને નવ સ્થાનોમાં પાંચ સ્થાવરકાય અને બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય નિર્વર્તિત પુદ્ગલોનો સમાવેશ કર્યો છે. દશ સ્થાનોમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી ને પ્રથમ અને અપ્રથમ સમયના આધાર પર દશ ભાગોમાં વિભક્ત કરી તેનાથી નિર્વતિત પુદગલોનું વર્ણન છે.
પાપકર્મોની ઉદીરણા (અવધિના પૂર્વ ઉદયમાં લાવવું) પણ થાય છે. વેદન (ઉદય) પણ થાય છે અને નિર્જરા પણ થાય છે. આ ત્રણેના વિશેષ રૂપથી બે સ્થાન છે- (૧) આભ્યપગમિકી (સ્વીકૃત તપસ્યા આદિની) વેદના (૨) ઔપક્રમિકી (રોગ આદિની) વેદના. પાપકર્મનું કરવું દુઃખ રુપ થાય છે. જ્યારે તેની નિર્જરા સુખરૂપ થાય છે. જીવોના પાપકર્મોમાં ભિન્નતા છે. જેવી રીતે છોડેલું એક બાણના કંપનમાં ભિન્નતા હોય છે તેજ પ્રમાણે પાપ કર્મોની પણ ભિન્નતા જોવા મળે છે.
પ્રસ્તુત અધ્યયનમાં અગ્યાર વારોથી જીવના પાપ કર્મોના બંધનું વિશદ વર્ણન છે. અગ્યાર વાર એ છે- (૧) જીવ (૨) લેશ્યા (૩) પાક્ષિક (શુક્લ અને કૃષ્ણ) (૪) દષ્ટિ (૫) અજ્ઞાન (૬) જ્ઞાન (૭) સંજ્ઞા (૮) વેદ (૯) કપાય (૧૦) ઉપયોગ અને (૧૧) યોગ. જીવ દ્વારમાં ચાર ભંગના રુપમાં પાપકર્મ બંધનું વર્ણન છે. જેમ- (૧) કોઈ જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે. (૨) કોઈ જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે નહી. (૩) કોઈ જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધતું નથી અને બાંધશે. (૪) કોઈ જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધતું નથી અને બાંધશે નહી. આ પ્રમાણે એ ચાર ભંગોના આધાર પર વેશ્યા આદિ શેષ દશ દ્વારોનો ચોવીસ દંડકોમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. વર્ણનમાં અનંતરોપપન્નક, પરમ્પરોપપન્નક આદિ પારિભાષિક શબ્દોનો પ્રયોગ પણ થયા છે. અનંતરનો અર્થ થાય છે- વ્યવધાન રહિત સમય. જે સમયમાં જીવ (જન્મ) ઉત્પન્ન થયો છે તે સમય અનંતરોપપન્નક સમય છે. ત્યારબાદના બધા સમય પરંપરોપપન્નક છે. આ પ્રમાણે અનંતરાહારક, પરંપરાહારક, અનંતર પર્યાપ્તક, પરમ્પર પર્યાપ્તક આદિ શબ્દોનો આશય ગ્રહણ કરવો જોઈએ. ચરિમ અને અચરિમ શબ્દ અંતિમ ભવ તથા અંતિમ રહિત ભવનું પ્રમાણ છે.
જીવ, લેગ્યા આદિ અગ્યાર દ્વારોથી ચોવીસ દંડકોમાં આઠ કર્મોના બંધનું નિરુપણ કરવું આ આગમ ગ્રંથોની સૂક્ષ્મતા અને ગહનતાનો સંકેત કરે છે. એવા તથ્ય થોકડામાં પણ સંગ્રહિત છે. જેને વિદ્યામાં પારંગત (વ્યસની) સંત કંઠસ્થ રાખે છે. આનું સંકલન પ્રસ્તુત અધ્યયનમાં વિસ્તૃત રુપમાં છે. પાપકર્મ કરવું કે ન કરવું તેના સંબંધમાં ચાર ભંગ છે જેમ- (૧) કોઈ જીવે પાપકર્મ કર્યા હતા, કરે છે અને કરશે. (૨) કોઈ જીવે પાપકર્મ કર્યા હતા, કરે છે અને કરશે નહી (૩) કોઈ જીવે પાપકર્મ કર્યા હતા, કરતો નથી અને કરશે. (૪) કોઈ જીવે પાપકર્મ કર્યા હતા, કરતો નથી અને કરશે નહી. જીવે કઈ ગતિમાં પાપકર્મને ગ્રહણ અને આચરણ (સમાચરણ) કરે છે તેના નવ ભંગ થાય છે. જે વાસ્તવમાં ચાર ગતિઓનો જ વિસ્તાર છે. સમસમયોત્પન્ન અને વિષમ સમયોત્પન્નની પણ ચર્ચા કરવામાં આવી છે. ઉત્પત્તિની અપેક્ષાએ સમાન સમયને સમસમય તથા અસમાન (ભિન્ન) સમયને વિષમ સમય કહેવામાં આવે છે.
HHHHATBliitiliHillilitiellHIHill Mill illlllllllllllllllli IIIIIIIIIIIIIIIIIIIIII IIIIiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii IIIIIII illiali/alliiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiian Hilણા પાક ત
il
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org