________________
૧૪૭૩
attitutirtant stated that it is
sister is the rest EEEEEEEEEEEnglisણ માસ માં કામ ના થાપા પા પાડવામાંdistill
ill પાદ ના iilitiા
નાdislitius litatiiiiiliitility
૩૧. કર્મ અધ્યયન
જૈનાગમોમાં કર્મ સિદ્ધાંતનું સૂક્ષ્મ વિવેચન વિદ્યમાન છે. કમ્મ-પડિ અને કર્મગ્રંથોનું નિર્માણ પણ આગમોનાં આધાર પર થયું છે. માટે આગામોમાં કર્મ સિદ્ધાંતનું વ્યવસ્થિત વર્ણન ઉપલબ્ધ છે. આગમની શૈલી શંકા- સમાધાનની શૈલી છે. જેથી અનેક સૂક્ષ્મતથ્ય સરલ રુપમાં સમાવેશ થાય છે. દિગમ્બર ગ્રંથ પડ્રખંડાગમ અને કષાયપાહુડમાં પણ કર્મનું વિશદ વિવેચન છે.
પ્રસ્તુત કર્મ અધ્યયનમાં કર્મનું સંક્ષેપમાં સર્વાગીણ વર્ણન છે. જો કે કર્મગ્રંથોમાં જે વ્યવસ્થિત પ્રતિપાદન મળે છે તે આગમોમાં ફેલાયેલું છે. થોકડાના રુપમાં તે અવશ્ય વ્યવસ્થિત થયું છે. આગામોમાં કર્મના વિવિધ પક્ષો પર ચર્ચા છે. જે કર્મ-ગ્રંથોમાં પ્રાયઃ મળતી નથી માટે આગામોમાં વર્ણિત કર્મ વિવેચનનું વિશેષ મહત્વ છે.
મિથ્યાત્વ, અવિરતિ આદિ હેતુઓથી જીવ દ્વારા જે કરવામાં આવે છે તેને કર્મ કહેવાય છે. કાર્પણ વર્ગણાઓ જ્યારે જીવની સાથે બંધને પ્રાપ્ત થાય છે ત્યારે તે પણ કર્મ કહેવાય છે. જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે. પરંતુ તેનો અંત કરી શકાય છે. જીવના સંસાર પરિભ્રમણનો અંત કર્મોનો નાશ અથવા ક્ષય થવા પર જ સંભવ છે. કર્મોના આઠ ભેદ જૈનદર્શનમાં પ્રસિદ્ધ છે- (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગોત્ર (૮) અંતરાય. પરંતુ આગમોમાં કર્મના બે અને ચાર ભેદ કર્યા છે. બે ભેદોમાં- (૧) પ્રદેશકર્મ અને (૨) અનુભાવ કર્મનો ઉલ્લેખ છે. તો ચાર ભેદોમાં- (૧) પ્રકૃતિ કર્મ (૨) સ્થિતિ કર્મ (૩) અનુભાવ કર્મ અને (૪) પ્રદેશકમની ગણના છે. બાંધેલા કર્મના સ્વભાવને પ્રકૃતિ કર્મ, તેના રહેવાની કાળ અવધિને સ્થિતિ કર્મ, ફળ આપવાની શક્તિને અનુભાવ કર્મ તથા પરમાણુ પુદગલોના સંચયને પ્રદેશકર્મ કહેવાય છે. કર્મના ચાર ભેદ તેના અનુબંધના આધાર પર પણ કરવામાં આવે છે. શુભાનુબંધી શુભ, અશુભાનુબંધી શુભ, શુભાનુબંધી અશુભ અને અશુભાનુબંધી અશુભ. આ ભેદોના આધાર પર પુણ્યાનુબંધી પુણ્ય આદિ ભેદોનું પ્રચલન થઈ ગયું છે. ફળના આધાર પર પણ કર્મોના ચાર ભેદ છે- (૧) શુભ વિપાકી શુભ (૨) અશુભ વિપાકી શુભ (૩) શુભ વિપાકી અશુભ તથા (૪) અશુભ વિપાકી અશુભ.
કર્મ અગરુલઘુ હોય છે. છતાં પણ કર્મથી જીવ વિવિધ રુપોમાં પરિણત થાય છે. એનું ફળ ભોગવે છે.
જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ પ્રવૃતિઓમાં પરસ્પર સહભાવ છે. જયાં જ્ઞાનાવરણીય કર્મ છે ત્યાં મોહનીયના સિવાય છ કર્મ નિયમથી છે. મોહનીય કર્મ સ્યાતું છે સ્વાતું નથી. કારણકે દશમાં ગુણસ્થાન સુધી તો જ્ઞાનાવરણીયની સાથે મોહનીય જ રહે છે. પરંતુ અગ્યારમાં ગુણસ્થાનથી મોહનીય નથી રહેતો પણ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય રહે છે. આ પ્રમાણે દર્શનાવરણીય અને અંતરાય કર્મોના સાથે પણ મોહનીયના સિવાય છે કર્મ નિયમથી રહે છે. પરંતુ મોહનીય સાતું રહે છે ચાતુ નથી. જયાં મોહનીય કર્મ છે ત્યાં અન્ય સાતે કર્મ નિયમથી છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રના હોવાથી જ્ઞાનાવરણીય ઘાતી કર્મ સ્વાતું હોય છે. સ્વાતું નથી. પરંતુ વેદનીયના હોવાથી આયુ, નામ, અને ગોત્રનો નિયમથી સહભાવ છે. આ જ પ્રમાણે અન્ય અઘાતી કર્મ પણ નિયમિત સાથે રહે છે.
આઠ કર્મોનો બંધ નૈરયિકથી લઈ વૈમાનિક સુધી ચોવીસે શંકડોમાં જોવા મળે છે. મનુષ્ય અવશ્યમેવ આ કર્મોના બંધથી રહિત થઈ શકે છે. જ્ઞાનાવરણીય કર્મ હોય તો દર્શનાવરણીય અને દર્શનાવરણીય હોય તો દર્શન મોહ કર્મ નિયમતઃ રહે છે. દર્શનમોહનીયનો એક ભેદ મિથ્યાત્વમોહનીય છે. મિથ્યાત્વનો ઉદય હોય તો જીવ આઠ કે સાત કર્મ પ્રકૃતિઓનો બંધ કરે છે. જ્યારે સમ્યત્વ હોય તો જીવ આઠ, સાત, છે કે એક કર્મનો બંધ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org