________________
| નમો નાખi |
શ્રેષ્ઠીવર્ય શ્રાવકરત્ન શેઠશ્રી આત્મારામ માણેકલાલા જન્મઃ વિક્રમ સંવત ૧૯૩૧ અષાઢવદ ૦)) - તા. ૧-૮-૦૫ સ્વર્ગવાસ : વિક્રમ સંવત ૨૦૧૫ ચેત્ર સુદ ૭ - તા. ૧૫-૪-૧૯૫૯
અમદાવાદમાં જન્મ માતાનું નામ : ચંદનબેના
શ્રેષ્ઠીવર્ય - શ્રાવકરત્ન - હિરલા અને વિરલા સમા રોયલ પરિવારના સંપ -સંગઠનની અનેકને પ્રેરણા અર્પનાર ભૂલેલાના ભોમીયા પૂ. સાધુ- સાધ્વીજીઓના અમ્મા - પિયા એવા શેઠશ્રી આત્મારામ માણેકલાલના નોબલ પરિવાર વિશે લખવા જઈએ તો ગુણોથી એક બુક ભરાઈ જાય પરતું અહીં ટુંકમાં લખીએ તો પૂ. બાપુજી ચીમનભાઈ, શાંતિભાઈ, પ્રમુખભાઈ વગેરે ભાઈઓના સંપસંગઠન પ્રેમના જૈન-જૈનેત્તર સમાજમાં દાખલા લેવાય છે. જે કુટુંબમાં વડીલો પ્રત્યે અદનો આદરભાવ, એકબીજા પ્રત્યે કર્તવ્ય પરાયણતાની ઉચ્ચતમ ભાવના - મૂકદાનની ભાવના - પૂ. સાધુ - સાધ્વીજી પ્રત્યે અનેરો આદરભાવ વૈયાવચ્ચ ભાવના મધ્યમવર્ગના પરિવારો માટે આશીર્વાદ - દુઆરૂપ- જમણો હાથ આપેતો ડાબો હાથ ન જાણે તેવો મૂકદાનનો અંતરનો અભિગમસ્વ. બળવંતભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ તથા સપરિવારમાં આજ પ્રત્યક્ષ જોવા મળે છે. આગમ અનુયોગમાં સારો સહયોગ આપવા બદલ આભારી છીએ.
! નમો વિIUાં છે. શ્રાવકરન શ્રી ભરતભાઈ શાંતિલાલ શેઠ
ઉદારશીલા, કર્તવ્યભાવથી ભરેલા, સૌજન્યશીલ શ્રી ભરતભાઈ શાંતિલાલ શેઠ, જેમનું જીવન અનેક તડકાં - છાંયડા વચ્ચે પસાર થયેલ છે. માતા-પિતાના સંસ્કારોએ બ્લેનો પ્રત્યે કર્તવ્ય પરાયણતા - સાધુસાધ્વીની મનમૂકીને વૈયાવચ્ચ કરવાની ઉચ્ચતમ ભાવના - પોતે બારીક પરિસ્થિતિમાંથી પસાર થવાને કારણે બારીક પરિસ્થિતિવાળા કુટુંબો પ્રત્યે હમદર્દી- મૂક મદદગાર થવાની ભાવના.
તેમના ધર્મપત્ની અ.સૌ.પુષ્પાબેન - ઓછુ બોલવું અને સદકાર્યો કરવામાં સહભાગી થવાની અંતરની ઉત્તમ ભાવનાવાળા રથના બન્ને પૈડાં સરીખા - પુત્રશ્રી શિશિરભાઈ પણ પિતાના પગલે ધર્મના કાર્યમાં ઉદારદીલે મૂકભાવે લક્ષ્મીનો સદવ્યય કરનાર -
શ્રી ભરતભાઈ શેઠ - અજરામર - સંપ્રદાયના અગ્રગય શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ તથા| વર્ધમાન સ્થા. જૈન સંઘ (ઘાટલોડીયા)ના પ્રમુખસ્થાનને દીપાવી રહ્યા છે. નાની-મોટી અનેક સંસ્થાઓમાં દીક્ષા પ્રસંગે તેમના દાનની સરવાણી વહેતી રહે છે. આગમ અનુયોગમાં સારો સહયોગ આપવા બદલ આભારી છીએ.
Jain Education