________________
આશ્રવ અધ્યયન
૧૪૦૩
कप्पिय-छेयायरिय-सुकय-रइयमाल-कडगंगय तुडियपवर-भूसण-पिणद्धदेहा,
વાવત્રિ-કંઠ-સુરવછા પાર્જ--માન-સુચपडउतरिज्ज-मुद्दिया, पिंगलंगुलिया, उज्जल-नेवत्थ-रइयचेल्लग-विरायमाणा, तेएण दिवाकरोव्व दित्ता सारय-नवत्थणिय-महुर-गंभीर-निद्धघोसा.
उप्पण्ण-समत्त-रयण-चक्करयणप्पहाणा.नव निहिवइणो. समिद्धकोसा चाउरंता,
चाउराहिं सेणाहिं समणुजाइज्जमाणमग्गा, तुरगवई, गजवई, रहवई, नरवई, विपुलकुल वीसुयजसा, सारयससि-सकल-सोमवयणा, सूरातेलोक्क-निग्गय-पभावलद्धसद्दा, समत्तभरहाहिवा नरिंदा, ससेल-वण-काणणं च हिमवंत सागरंतं धीरा, भुत्तूण भरहवासं जियसत्तू, पवर-राय-सीहा, पुवकयतवप्पभावा, निविट्टसंचिय सुहा अणेगवाससयमायुवंतो भज्जाहि य जणवयप्पहाणहिं लालियंता, अतुल सद्द-फरिस-रस-रूव गंधेय अणुभवेत्ता तेवि उवणमंति विवित्ता कामाणं ।
- પટ્ટ. મા. ૪, સુ. ૮૩-૮૬
કુશળ કળાચાર્યો શિલ્પિઓ દ્વારા નિપુણતાપૂર્વક બનાવેલી સુખકર માળા, કડા, અંગદ- બાજુબંધ, તુટિક-અનંત તથા અન્ય ઉત્તમ આભૂષણોથી વિભૂષિત અંગોપાંગવાળા હોય છે. તે એકાવલી હારથી સુશોભિત કંઠવાળા, લાંબુ લટકતુ ધોતીયુ અને ઉત્તરીય વસ્ત્ર દુપટ્ટા પહેરવાવાળા, વીંટીઓથી પીળી થયેલી આંગળીઓવાળા, ઉજ્જવલ અને સુખપ્રદ વેશ-પોષાકથી અત્યંત શોભાયમાન, પોતાની તેજસ્વિતાથી સૂર્યની સમાન ચમકવાવાળા, શરદઋતુના નવા મેઘની ધ્વનિ સમાન મધુર, ગંભીર અને સ્નિગ્ધ અવાજવાળા હોય છે. તે ઉત્પન્ન ચૌદ રત્નો- જેમાં ચક્રરત્ન પ્રધાન છે અને નવનિધિઓના અધિપતિ, સમૃદ્ધ કોષાગાર ચાતુરનીત્રણ દિશામાં સમુદ્ર અને એક દિશામાં હિમવાનું પર્વત પર્યત રાજ્ય સીમાવાળા, અનુગમન કરતી ચતુરંગિણી સેના- ગજસેના, અશ્વસેના, રથસેના તથા પાયદળ સેના તથા હાથી, ઘોડા, રથ અને મનુષ્યોના અધિપતિ, ઉચ્ચકુલ વંશવાનું તથા દૂર-દૂર સુધી ફેલાયેલા યશવાળા, શરદ ઋતુના પૂર્ણ ચંદ્રમાની સમાન મુખવાળા, શૂરવીર, ત્રણે લોકમાં વિશ્રુત પ્રભાવ અને જયજયકાર કરાતા, સંપૂર્ણ છ ખંડવાળા, ભરતક્ષેત્રના અધિપતિ, ધીર, સમસ્ત શત્રુઓના વિજેતા, મોટા-મોટા રાજાઓમાં સિંહ સમાન, પૂર્વકાળમાં કરેલા તપના પ્રભાવથી સંપન્ન, સંચિત પુષ્ટ સુખને ભોગવવાળા, સેંકડો વર્ષોના આયુષ્યવાળા અને નરોમાં ઈન્દ્ર સમાન ચક્રવતી પણ પર્વતો, વનો, કાનનો સહિત ઉત્તર દિશામાં લવણસમુદ્ર પર્વત હિમવાન નામક વર્ષધર પર્વત અને શેષ ત્રણ દિશાઓમાં લવણસમુદ્ર પર્યત ભરતક્ષેત્રના રાજ્યશાસનનો ઉપભોગ કરતાં, (વિભિન્ન) જનપદોમાં જન્મ લેવાવાળી ઉત્તમ ભાર્યાઓની સાથે અનુપમ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ સંબંધી કામભોગોનો ભોગોપભોગ કરતાં પણ તે કામભોગોથી તૃપ્ત થયા વગર જ મૃત્યુને પ્રાપ્ત કરે છે. બળદેવ-વાસુદેવની ભોગ ગૃદ્ધિ : આ સિવાય પુરુષોમાં અત્યંત શ્રેષ્ઠ મહાનું બળશાળી અને મહાનું પરાક્રમી મોટા-મોટા સારંગ આદિ ધનુષોને ચઢાવવાવાળા, મહાસત્વના સાગર, શત્રુઓ દ્વારા અપરાજેય ધનુર્ધારી, મનુષ્યોમાં અગ્રગણ્ય, વૃષભ સમાન સફળતા પૂર્વક ભારનું વહન કરવાવાળા રામ-બલરામ અને કેશવ-શ્રીકૃષ્ણ બંને ભાઈ-ભાઈ અથવા ભાઈઓ સહિત અને વિશાલ પરિવાર સહિત બળદેવ તથા વાસુદેવ જેવા વિશિષ્ટ ઐશ્વર્યશાળી ભોગ ભોગવવા છતાં પણ તૃપ્ત થતાં નથી.
४७. बलदेव-वासुदेवाणं भोग-गिड्ढि
भुज्जो-भुज्जो बलदेव-वासुदेवा य पवरपुरिसा महाबलपरक्कमा महाधणुवियट्टका महासत्तसागरा दुद्धरा धणुद्धरा नरवसभा राम-केसवा भायरो सपरिसा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org