SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યનો અર્થ: આ ધ્રુવ સ્વભાવી તત્વ, જે વિભિન્ન પર્યંચોને પ્રાપ્ત કરીને પણ પોતાના મૂળ ગુણને નથી છોડતો. મૂળ બે તત્ત્વ છે. જીવ અને નિર્જીવ, આ બે તત્ત્વોનો વિસ્તાર છે - પંચાસ્તીકાય, પદ્રવ્ય, નવતત્ત્વ વિગેરે. જુદી-જુદી દ્રષ્ટિઓ અને જુદી-જુદી શૈલીઓથી ચેતન તથા જડની વ્યાખ્યા અને વર્ગીકરણ જેમાં છે તેને દ્રવ્યાનુયોગ કહેવામાં આવે છે. આગમોના ચાર અનુયોગોમાં દ્રવ્યાનુયોગનો વિષય સૌથી વિશાળ અને ગંભીર ગણાય છે. દ્રવ્યાનુયોગનો સમ્યકજ્ઞાતા “આત્મજ્ઞા' કહેવાય છે અને અવિકલ્પ સમગ્ર રૂપમાં પરિજ્ઞાતા ‘સર્વજ્ઞ’ કહેવાય છે. દ્રવ્યાનુયોગ સબંધી આગમપાઠોનું મૂળ તથા ગુજરાતી અનુવાદની સાથે વિષચક્રમનું વર્ગીકરણ કરીને સરળ સુબોધ અને સુગ્રાહ્ય બનાવવાનો એક ભગીરથ પ્રયત્ન છે: ‘દ્રવ્યાનુયોગનું પ્રકાશન'. જૈન સાહિત્યના ઈતિહાસમાં આવો મહાન અને વ્યાપક પ્રયત્ન પ્રથમવાર થયો છે. શ્રુતજ્ઞાનના અભ્યાસી વાચકો માટે આ અદ્વિતીય અને અદભૂત ઉપક્રમ છે. જે સદીઓ સુધી યાદગાર રહેશે. સંપૂર્ણ દ્રવ્યાનુયોગના વિષયના ચાર ખંડો અને સિત્તેર ઉપખંડો (અધ્યયનો)માં વિભાજીત કરેલ છે. જેની અંદર તે વિષયોને સંબંધિત જુદા-જુદા આગમપાઠોને એકત્ર સંગ્રહિત કરી એક સુવ્યવસ્થિત રૂપ આપેલ છે. આ પહેલા ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને ચરણાનુયોગ કુલ સાત ભાગો પ્રકાશિત થઈ ચુકેલ છે.. અનુયોગ સંપાદનનો આ શ્રમસાધ્ય કાર્ય માનસિક એકાગ્રતા, સતત અધ્યયન, અનુશિલન-નિષ્ઠા અને સંપૂર્ણ ભાવના સાથે અનુયોગ પ્રવર્તક ઉપાધ્યાય પ્રવર મુનિશ્રી કન્વેયાલાલજી મ. ‘કમલ’ દ્વારા સંપાદન થયેલ છે. લગભગ પચાસ વર્ષની સુદીર્ઘ સતત શ્રુત ઉપાસનાના બળ ઉપર હવે જીવનના નવમા દસકમાં આપે આ કાર્ય સંપન્ન કરેલ છે. આ શ્રુત સેવામાં આપના મહાન સહયોગથી સમર્પિત સેવાભાવી, એકનિષ્ઠ કાર્યશીલ શ્રી વિનયમુનિજી ‘વાગીશ” નો અપૂર્વ સહયોગ ચિરસ્મરણીય રહેશે. આ સંપૂર્ણ સેટ હિન્દી ભાષાંતર સાથે પ્રકાશિત થયેલ છે. જેનું ગુજરાતી ભાષાંતર વિદુષી મહાસતીજી ડૉ. મુક્તિપ્રભાજીએ અને તેમની વિદુષી શિષ્યાઓએ કરેલ છે. આગમ અનુયોગ ટ્રસ્ટ અમદાવાદના નિષ્ઠાવાન સમર્પિત જિનભક્ત અધિકારીગણ તથા ઉદારશીલ શ્રુતપ્રેમી સદસ્ય સદગૃહસ્થોના સહયોગથી આ અતિ વ્યયસાધ્ય કાર્ય સંપન્ન થયેલ છે. ચાર અનુયોગોના અગિયાર વિશાળ ગ્રંથો ટ્રસ્ટના સદસ્ય બનનારને માત્ર રૂા. 2500/- માં ઉપલબ્ધ રહેશે. પ્રકાશિત ચાર અનુયોગ ગ્રંથો સંપર્ક સૂત્ર (1) ધર્મકથાનુયોગ ભાગ 1 તથા 2 રૂા. 1300/(2) ચરણાનુયોગ ભાગ 1 તથા 2 રૂા. 900/(3) ગણિતાનુયોગ ભાગ 1 તથા 2 રૂા. 1100/ આગમ અનુયોગ ટ્રસ્ટ સ્થાનકવાસી જૈનવાડી 28-29, સ્થાનકવાસી સોસાયટી, નારણપુરા ક્રોસિંગ પાસે, અમદાવાદ-૧૩. HOAN-O-GRAFIX A'BAD - 079 -791 17 57
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy