________________
ક્રિયા અધ્યયન
૧૩૧૯
उ. जयंति ! अत्थेगइयाणं जीवाणं सुत्तत्तं साहू,
अत्थेगइयाणं जीवाणं जागरियत्तं साहू । प. से केणठेणं भंते ! एवं वुच्चइ, “अत्थेगइयाणं जीवाणं सत्तत्तं साहू, अत्थेगइयाणं
जीवाणं जागरियत्तं साहू ?" ૩. जयंती ! जे इमे जीवा अहम्मिया, अहम्माणुया,
अहम्मिट्ठा, अहम्मक्खाई. अहम्मपलोई अहम्मपलज्जणा, अहम्मसमुदायारा अहम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति, एएसि णं जीवाणं सुत्तत्तं साहू। एए णं जीवा सुत्ता समाणा नो बहूणं पाणाणं, भूयाणं, जीवाणं, सत्ताणं दुक्खणयाए सोयणयाए -નવ-પરિયવિયાવલ્હેતિ | एए णं जीवा सत्ता समाणा अप्पाणं वा, परं वा, तदुभयं वा नो बहहिं अहम्मियाहिं संजोयणाहिं संजोएत्तारो भवंति । एएसि णं जीवाणं सुत्तत्तं साहू । जयंती ! जे इमे जीवा धम्मिया धम्माणुया -जावधम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति, एएसि णं जीवाणं जागरियत्तं साहू। एए णं जीवा जागरा समाणा बहूणं पाणाणं-जावसत्ताणं अदुक्खणयाए -जाव- अपरियावणयाए વતિ | एए णं जीवा जागरमाणा अप्पाणं वा, परं वा, तभयं वा बहहिं धम्मियाहिं संजोयणाहिं संजोएत्तारो भवंति। एए णं जीवा जागरमाणा धम्मजागरियाए अप्पाणं जागरइत्तारो भवंति। एएसि णं जीवाणं जागरियत्तं साहू । से तेणठेणं जयंति ! एवं वुच्चइ'अत्थेगइयाणं जीवाणं सुत्तत्तं साहू, अत्थेगइयाणं
जीवाणं जागरियत्तं साहू ।” प. बलियत्तं भंते ! साहू, दुब्बलियत्तं साहू ?
ઉ. જયંતી ! કેટલાક જીવોનું સુપ્ત રહેવું સારું છે અને
કેટલાક જીવોને જાગૃત રહેવું સારું છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે –
કેટલાક જીવોનું સુપ્ત રહેવું સારું છે અને કેટલાક
જીવોને જાગૃત રહેવું સારું છે ?” ઉ. જયંતી ! જો તે અધાર્મિક, અધર્માનુસારણકર્તા,
અધર્મિષ્ઠ, અધર્મનું વર્ણન કરનાર, અધર્મઅવલોકનકર્તા, અધર્મમાં આસક્ત, અધર્માચરણ કરનાર અને અધર્મથી જ આજીવિકા કરનાર છે. તેવા જીવોનું સુપ્ત રહેવું સારું છે. કારણકે તે જીવ સુપ્ત રહે છે તો અનેક પ્રાણો, ભૂતો, જીવો અને સત્વોને દુ:ખ, શોક -યાવતપરિતાપ આપવામાં પ્રવૃત્ત થતાં નથી. સુતા રહેવાથી તે જીવ સ્વયંને, બીજાને અને સ્વ-પરને અનેક અધાર્મિક ક્રિયાઓ (પ્રપંચો)માં સંયોજીત કરતા નથી. એટલા માટે તે જીવોનું સુપ્ત રહેવું સારું છે. જયંતી ! જો તે ધાર્મિક, ધર્માનુસારી -વાવધર્મથી જ પોતાની આજીવિકા કરનાર છે, તે જીવોને જાગૃત રહેવું સારું છે. કારણ કે તે જીવ જાગૃત હોય તો ઘણા પ્રાણો -ચાવતુ- સત્વોને દુ:ખ -ચાવતુ- પરિતાપ આપવામાં પ્રવૃત્ત થતાં નથી. એવા (ધર્મિષ્ઠ) જીવ જાગૃત રહેતા સ્વયંને, બીજાને અને સ્વ-પરને અનેક ધાર્મિક પ્રવૃત્તિઓમાં સંયોજીત કરતા રહે છે. એવા જીવ જાગૃત રહેતા ધર્મ જાગરણાથી પોતે પોતાને જાગૃત કરનાર હોય છે. માટે આ જીવોને જાગૃત રહેવું સારું છે. માટે હે જયંતી ! એવું કહેવાય છે કે – કેટલાક જીવોનું સુપ્ત રહેવું સારું છે અને કેટલાક જીવોને જાગૃત રહેવું સારું છે.” ભંતે ! જીવોની સબળતા સારી છે કે દુર્બળતા
સારી છે ? ઉ. જયંતી ! કેટલાક જીવોની સબળતા સારી છે અને
કેટલાક જીવોની દુર્બળતા સારી છે.
उ. जयंति ! अत्थेगइयाणं जीवाणं बलियत्तं साहू,
अत्थेगइयाणं जीवाणं दुब्बलियत्तं साहू।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org