________________
જ્ઞાન અધ્યયન
૧૦૪૧
असुइमलभरियनिज्झर सभावदुग्गंधि सब्वकालं पि । धण्णा उ सरीरकलिं बहुमलकलूसं विमुंचति ॥
૭. હ4-વ-વેસ-મસાવિવરીયવિસ્તૃવસમુપ્પનો
हासो मणप्पहासो पकासलिंगो रसो होइ ।।
हासो रसो जहापासुत्तमसीमंडियपडिबुद्धं देयरं पलोयंती। ही! जह थणभरकंपणपणमियमज्झा हसइ सामा॥
૮, fgfgયન-વંધ-વદ-are-fafજવાય
संभमुष्पन्नो। सोचिय-विलविय-पब्वाय-रून्नलिंगो रसोकलुणो॥
कलुणो रसो जहापज्झातकिलामिय यं बाहागयणप्पुयच्छियं बहुसो। तस्स वियोगे पुत्तिय दुब्बलयं ते मुहं जा यं ॥
અપવિત્ર મળથી ભરેલ (ઝરણાં), શરીરનાં છિદ્રોથી વ્યાપ્ત અને સદા સર્વકાળ સ્વભાવતઃ દુર્ગધયુક્ત આ શરીર અપવિત્રતાનું મૂળ છે. એવું જાણીને જે વ્યક્તિ તેની મૂચ્છનો ત્યાગ કરે છે તે ધન્ય છે. રુપ, વય, વેષ અને ભાષાની વિપરીતતાથી હાસ્યરસ ઉત્પન્ન થાય છે, હાસ્યરસ મનને હર્ષિત કરનાર છે અને પ્રકાશ-મુખ નેત્ર આદિનું વિકસિત થવું, અટહાસ આદિ તેનું લક્ષણ છે. હાસ્ય રસનું ઉદાહરણ આ પ્રમાણે છે - પ્રાતઃ સૂઈને ઉઠે, કાલિમા-કાજળની રેખાઓથી મંડિત દેવરનાં મુખને જોઈને સ્તનયુગલનાં ભારથી નમેલ મધ્યમભાગવાની કોઈ યુવતી
(ભાભી) "હી-હી” કરતી હસે છે. ૮. પ્રિયનો વિયોગ, બંધ, વધ, વ્યાધિ, વિનિપાત
પુત્રાદિ મરણ અને સંભ્રમ-પરચક્રાદિનાં ભય આદિથી કણરસ ઉત્પન્ન થાય છે. શોક, વિલાપ, અતિશય મલિનતા રુદન આદિ કરુણરસનાં લક્ષણ છે. કરુણરસનું ઉદાહરણ આ પ્રમાણે છે – હે પુત્રી ! પ્રિયતમનાં વિયોગમાં તેની વારંવાર અતિશય ચિંતાથી મુરઝાઈ ગયું હોય અને આસુંઓથી વ્યાપ્ત નેત્રવાળા તારું મુખ દુર્બલ થઈ ગયેલ છે. નિર્દોષ (હિંસાદિ દોષોથી રહિત) મનની સમાધિ (સ્વસ્થતા) થી અને પ્રશાંત ભાવથી જે ઉત્પન્ન થાય છે તથા અવિકાર જેનું લક્ષણ છે, તેને પ્રશાંતરસ જાણવું જોઈએ. પ્રશાંતરસનું ઉદાહરણ આ પ્રમાણે છે - સદ્દભાવનાં કારણે નિર્વિકાર, રુપાદિ વિષયોનાં અવલોકનની ઉત્સુકતાનાં પરિત્યાગથી ઉપશાંત અને ક્રોધાદિ દોષોનાં પરિહારથી પ્રશાંત, સૌમ્ય દષ્ટિથી યુક્ત મુનિનું મુખ અતીવ શ્રી થી સંપન્ન થઈને સુશોભિત થઈ રહ્યું છે. ગાથાઓ દ્વારા કહેલ આ નવ કાવ્યરસ અધીકતા આદિ બત્રીસ દોષ રહિત વિધિથી ઉત્પન્ન થાય છે અને તે રસ ક્યાંક શુદ્ધ (અમિશ્રિત) પણ હોય છે અને ક્યાંક મિશ્રિત પણ હોય છે. આ નવ નામનું વર્ણન થયું.
निद्दोसमणसमाहाणसंभवो जो पसंतभावेणं । अविकारलक्खणो सो रसो पसंतो त्ति णायचो॥
पसंतो रसो जहासब्भावनिचिकारं उवसंत पसंत-सोमदिट्ठीयं । ही! जह मुणिणो, सोहइ मुहकमलं पीवरसिरीयं॥
एए णव कव्वरसा बत्तीसादोसविहिसमुप्पण्णा । गाहाहिं मुणेयव्वा, हवंति सुद्धा व मीसा वा ॥
નવનાને
-
. . ૨૬૨ (૧-૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org