________________
૯૪૨
१. तत्थ खलु इमे पढमे विभंगनाणे
जया णं तहारूवस्स समणस्स वा माहणस्स वा विभंगनाणे समुप्पज्जइ, से णं तेण विभंगनाणेण समुप्पन्नेणं अण्णयरिं एग दिसिं पासइ पाईणं वा, पडीणं वा, दाहिणं વા, પીળું વા, ૩૦ૢ વા -નાવ- સોહમે ખે, तस्स णमेवं भवइ “अत्थि णं मम अइसेसे नाणदंसणे समुप्पन्ने - एगदिसिं लोगाभिगमे",
संतेगइया समणा वा माहणा वा एवमाहंसु “पंचदिसिं लोगाभिगमे", जे ते एवमाहंसु मिच्छा ते एवमाहंसु । पढमे विभंगनाणे ।
૨. બહાવરે યોજ્યે વિમાનો,
जया णं तहारुवस्स समणस्स वा, माहणस्स वा विभंगनाणे समुप्पज्जइ, से णं तेण विभंगनाणेणं समुप्पन्नेणं पासइ પાર્થ વા -બાવ- રદ્દીમાં વા, સર્દૂ વા ખાવ- સૌદમે પે,
तस्स णमेवं भवइ "अत्थि णं मम अइसेसे नाण- दंसणे समुप्पन्ने "पंचदिसिं लोगाभिगमे",
संतेगइया समणा वा माहणा वा एवमाहंसु- “एगदिसिं लोगाभिगमे", जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु, दोच्चे विभंगनाणे ।
३. अहावरे तच्चे विभंगनाणे,
जया णं तहारुवस्स समणस्स वा माहणस्स वा विभंगनाणे समुप्पज्जइ, से णं तेण विभंगनाणेणं समुप्पन्नेणं पासइ पाणे अइवाएमाणे, मुसं वएमाणे, अदिन्नमादिएमाणे, मेहुणं पडिसेवमाणे, परिग्गहं परिगिण्हमाणे, राइभोयणं भुंजमाणे वा पावं च णं कम्मं कीरमाणं णो पासइ,
तस्स णमेवं भवइ- अत्थि णं मम अइसेसे नाण- दंसणे સમુખને, “જિરિયાવરણે નીવ",
संतगइया समणा वा माहणा वा एवमाहंसु- "नो किरियावरणे जीवे", जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु, तच्चे विभंगनाणे ।
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૨
૧. પહેલું વિભંગજ્ઞાન:
જ્યારે તથારુપ શ્રમણ કે બ્રાહ્મણને વિભંગજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે સમુત્પન્ન વિભંગજ્ઞાનથી પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર દિશામાં -યાવ- સૌધર્મ દેવલોક સુધીની ઊર્ધ્વ દિશામાંથી કોઈ એક દિશાને જુવે છે. ત્યારે તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થાય છે કે "મને અતિશય યુક્ત જ્ઞાન-દર્શન પ્રાપ્ત થયું છે. જેમાં હું એક દિશામાં જ લોકને જોઈ રહ્યો છું.”
કેટલાક શ્રમણ- બ્રાહ્મણ એવું કહે છે કે - "લોક પાંચ દિશાઓમાં છે.” જે એવું કહે છે, તે મિથ્યા કહે છે. આ પહેલું વિભંગજ્ઞાન છે.
૨. બીજું વિભંગજ્ઞાન :
જ્યારે તથારુપ શ્રમણ કે બ્રાહ્મણને વિભંગજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે સમુત્પન્ન વિભંગજ્ઞાનથી પૂર્વ -યાવત્- ઉત્તર દિશામાં તથા સૌધર્મ દેવલોક સુધીની ઊર્ધ્વ દિશામાં જુએ છે.
ત્યારે તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થાય છે કે"મને અતિશય યુક્ત જ્ઞાન-દર્શન પ્રાપ્ત થયું છે. હું પાંચેય દિશાઓમાં જ લોકને જોઈ રહ્યો છું.” કેટલાક શ્રમણ કે બ્રાહ્મણ એવું કહે છે કે - "લોક એક જ દિશામાં છે.” જે એવું કહે છે, તે મિથ્યા કહે છે. આ બીજું વિભંગજ્ઞાન છે.
૩. ત્રીજુ વિભંગજ્ઞાન :
જ્યારે તથારુપ શ્રમણ કે બ્રાહ્મણને વિભંગજ્ઞાન પ્રાપ્ત થાય છે. ત્યારે તે સમુત્પન્ન વિભંગજ્ઞાનથી જીવોની હિંસા કરતાં, ઝુઠ બોલતા, અદત્ત ગ્રહણ કરતાં, મૈથુન સેવન કરતાં, પરિગ્રહ ગ્રહણ કરતાં અને રાત્રિભોજન કરતાં જુવે છે, પરંતુ તે પ્રવૃત્તિઓનાં દ્વારા થતાં કર્મબંધનને જોતાં નથી.
ત્યારે તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થાય છે કે - "મને અતિશય યુક્ત જ્ઞાન દર્શન પ્રાપ્ત થયેલ છે. જેનાથી હું જોઈ રહ્યો છું કે - "જીવ ક્રિયાથી જ આવૃત્ત છે.”
કેટલાક શ્રમણ કે બ્રાહ્મણ એવું કહે છે કે – “જીવ ક્રિયાથી આવૃત્ત નથી.” જે એવું કહે છે, તે મિથ્યા કહે છે.
આ ત્રીજુ વિભંગજ્ઞાન છે.
For Private Personal Use Only
www.jainelibrary.org