________________
૮૫૪
अंतकिरियाओं आघविज्जंति ।
उवासगदसासु णं उवासयाणं रिद्धिविसेसा परिसा वित्थरधम्मसवणाणि
बोहिलाभअभिगमसम्मत्तविसुद्धया थिरत्तं,
मूलगुण-उत्तरगुणाइयारा, ठिईविसेसा य, बहुविसेसा पडिमा भग्गहणपालणा उवसग्गाहियासणा णिरुवसग्गा य, तवा य विचित्ता,
મીજવય-મુળ-વેરમળ-પવા-પોસહોવવાના,
अपच्छिममारणंतिया य संलेहणाझोसणाहिं अप्पाणं जह य भावइत्ता,
बहूणि भत्ताणि अणसणाए य छेयइत्ता,
उववण्णा कप्पवरविमाणुत्तमेसु,
जह अणुभवंति सुरवरविमाणवरपोंडरीएसु सोक्खाई अणोवमाई कमेण भोत्तूण उत्तमाई तओ आउक्खणं चुया समाणा जह जिणमयम्मि बोहिं लवण य संजमुत्तमं तमरयोघविप्पमुक्का उवेंति जह अक्खयं सव्वदुक्खमोक्खं ।
एए अन्ने य एवमाई (अत्था वित्थेरेण य ) परूविज्जति ।
उवासयदसासु णं परित्ता वायणा - जाव- संखेज्जाओ संगहणीओ ।
सेणं अंगट्टयाए सत्तमे अंगे,
एगे सुक्खंधे, दस अज्झयणा,
दस उद्देसणकाला, दस समुद्देसणकाला, संखेज्जाई पयसयसहस्साइं पयग्गेणं पण्णत्ता । संखेज्जाई अक्खराई - जाव उवदंसिज्जंति ।
से एवं आया, एवं णाया, एवं विष्णाया
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૨
અંતક્રિયાનું વર્ણન કરેલ છે.
ઉપાસકદશામાં ઉપાસકોની ઋદ્ધિ-વિશેષ, પરિષદ્, વિસ્તૃત ધર્મ-શ્રવણ, બોધિલાભ, અભિગમ (જ્ઞાન પ્રાપ્તિ ), સમ્યક્ત્વની વિશુદ્ધતા, સ્થિરતા,
મૂળગુણ અને ઉત્તર ગુણોનાં ધારક, તેના અતિચાર, સ્થિતિ-વિશેષ (ઉપાસક પર્યાયનો કાળમાન) અનેક પ્રકારની પ્રતિમાઓ અને અભિગ્રહોનું ગ્રહણ અને તેનું પાલન, ઉપસર્ગ સહન કે નિરુપસર્ગ-પરિપાલન, અનેક પ્રકારના વિચિત્ર તપ,
શીલવ્રત, ગુણવ્રત, વેરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ અને
અપશ્ચિમ મારણાંતિક સંલેખના ઝુસણાથી આત્માને યથાવિધિ ભાવિત કરી.
ઘણા ભક્તોનું અનશન તપથી છેદન કરી, ઉત્તમ દેવ-વિમાનોમાં ઉત્પન્ન થઈને,
ત્યાંથી તે શ્રેષ્ઠ વિમાનોમાં અનુપમ ઉત્તમ સુખોનો અનુભવ કરે છે. તેને ભોગીને પછી આયુનો ક્ષય થવાથી વ્યુત થઈને અને જિનમતમાં બોધિને પ્રાપ્ત કરી તથા ઉત્તમ સંયમ ધારણ કરી તમોરજનાં સમૂહથી વિપ્રમુક્ત થઈને અક્ષય શિવસુખને પ્રાપ્ત કરીને સર્વ દુઃખોથી રહિત થાય છે.
For Private & Personal Use Only
આ બધાનું અને આ પ્રમાણેનાં અન્ય પણ અર્થોનું આ (ઉપાસકદશા)માં વિસ્તારથી વર્ણન કરેલ છે. ઉપાસકદશા અંગમાં પરિમિત વાચનાઓ છે -યાવ- સંખ્યાત સંગ્રહણીઓ છે. અંગોની અપેક્ષાએ આ સાતમો અંગ છે, આમાં એક શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે, દસ ઉદ્દેશન-કાળ છે, દસ સમુદૅશન-કાળ છે, પદ ગણનાની અપેક્ષાએ સંખ્યાત લાખ પદ છે, સંખ્યાત અક્ષર છે -યાવત- ઉદાહરણ આપીને સમજાવેલ છે.
આનું સમ્યક્ અધ્યયન કરનાર તદાત્મરુપ જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે.
www.jainelibrary.org