________________
૮૦૫
૨. પાંચ દિશાઓમાં લોકનું જ્ઞાન, ૩. જીવ ક્રિયાવરણ છે, ૪. પુદ્ગલ નિર્મિત શરીર જ જીવ છે, પ. પુદ્ગલોથી અનિષ્પન્ન શરીરવાળા જીવ છે, ૬. રુપી જીવ છે અને ૭. તે બધા (ગતિશીલ પદાર્થ) જીવ છે.
જ્ઞાનની ઉત્પતિ મુખ્ય તથા તેના આવરણના ક્ષયોપશમ અથવા ક્ષયથી થાય છે. ધર્મશ્રવણ આદિ એમાં નિમિત્ત માત્ર બને છે. જ્યારે ઉપાસિકા આદિથી ધર્મ સાંભળ્યા વગર જ જ્ઞાન પ્રકટ થઈ જાય છે તો તે અશ્રુત્વા જ્ઞાનોપાર્જન' કહેવાય છે તથા જ્યારે ઉપાસિકા આદિથી ધર્મ શ્રવણ કરી જ્ઞાનોપાર્જન થાય છે તો તે ઋત્વા જ્ઞાનોપાર્જન” કહેવાય છે. આ જીવ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. કેટલાક જીવ જ્ઞાની છે તથા કેટલાક જીવ અજ્ઞાની છે.. જે જ્ઞાની છે તેમાં કેટલાક જીવ બે જ્ઞાનવાળા છે. કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે, કેટલાક ચાર જ્ઞાનવાળા છે તથા કેટલાક એક જ્ઞાનવાળા છે. બે જ્ઞાનવાળા આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની છે. ત્રણ જ્ઞાનવાળા આ બે ને મેળવી અવધિજ્ઞાની કે મન:પર્યવજ્ઞાની હોય છે. ચાર જ્ઞાનવાળામાં આભિનિબોધિક, શ્રુત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાન હોય છે. જે એક જ્ઞાનવાળા છે તે નિયમથી કેવળજ્ઞાની છે. કેવળજ્ઞાનીને બાકી ચારેય જ્ઞાન માનવામાં આવતા નથી.
જે જીવ અજ્ઞાની છે, તેમાંથી કેટલાક બે અજ્ઞાનવાળા છે તેમજ તે કેટલાક ત્રણ અજ્ઞાનવાળા છે બે અજ્ઞાનવાળામાં મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. તથા ત્રણ અજ્ઞાનવાળાને વિર્ભાગજ્ઞાન પણ હોય છે.
૨૪ દંડકોમાં નૈરયિક જીવ જ્યારે જ્ઞાનવાળા હોય છે તો નિયમથી આભિનિબોધિક, શ્રુત અને અવધિજ્ઞાનના ધારક હોય છે. તથા જ્યારે અજ્ઞાની હોય છે તો બે કે ત્રણ અજ્ઞાનવાળા હોય છે. ભવનપતિ અને વાણવ્યંતરોનું વર્ણન પણ નૈરયિકોની જેમ જાણવું. જ્યોતિષ્ક અને વૈમાનિકદેવોમાં ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન નિયમથી પ્રાપ્ત થાય છે. સૌધર્મકલ્પથી લઈને નવરૈવેયક સુધીના દેવ જ્ઞાની કે અજ્ઞાની બન્ને પ્રકારના હોય શકે છે. પરંતુ અનુત્તરોપપાતિક દેવ જ્ઞાની જ હોય છે, અજ્ઞાની નહિ, કારણ કે તેમાં સમ્યગદર્શન રહે છે. આ દેવ નિયમ પ્રમાણે ત્રણ જ્ઞાનવાળા હોય છે- આભિનિબોધિક, શ્રુત અને અવધિજ્ઞાનવાળા હોય છે. પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જીવ નિયમત: બે અજ્ઞાનવાળા હોય છે - ૧. મતિઅજ્ઞાન અને ૨. શ્રુતઅજ્ઞાન. બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ચઉરેન્દ્રિય અને સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચજીવ જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. જે જ્ઞાનવાળા છે તે આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન યુક્ત છે. તથા જે અજ્ઞાની છે તે નિયમતઃ મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તે બે જ્ઞાનવાળા અથવા ત્રણ જ્ઞાનવાળા (અવધિજ્ઞાન યુક્ત) હોય છે. તેમજ બે અજ્ઞાન અને ત્રણ અજ્ઞાન યુક્ત પણ હોય છે. સંમૂર્ણિમ મનુષ્ય જ્ઞાની હોતા નથી, અજ્ઞાની જ હોય છે. તેને નિયમતઃ મતિ-અજ્ઞાન અને શ્રુત-અજ્ઞાન જ પ્રાપ્ત હોય છે. ગર્ભજ મનુષ્ય જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. તે જ્ઞાની હોવાથી
ઔધિક જીવોની જેમ બે, ત્રણ, ચાર કે એક જ્ઞાનવાળા હોય છે. તથા અજ્ઞાની હોવાથી બે કે ત્રણ અજ્ઞાનવાળા છે. સિદ્ધ જીવોમાં નિયમત: એક જ્ઞાન કેવળજ્ઞાન” જ પ્રાપ્ત થાય છે.
જ્ઞાન અને અજ્ઞાનની પ્રાપ્તિ અપ્રાપ્તિનું વિવેચન આ અધ્યયનમાં ૨૦ દ્વારોના માધ્યમથી પ્રસ્તુત છે. તે ૨૦ દ્વારા છે- ૧. ગતિ, ૨. ઈન્દ્રિય, ૩. કાય, ૪. સૂક્ષ્મ, ૫. પર્યાપ્તા-અપર્યાપ્તા, ૬. ભવસ્થ, ૭. ભવસિદ્ધિક, ૮. સંસી, ૯. લબ્ધિ, ૧૦. ઉપયોગ, ૧૧. યોગ, ૧૨. ગ્લેશ્યા, ૧૩. કષાય, ૧૪. વેદ, ૧૫. આહાર, ૧૬. વિષય, ૧૭. સંચિટ્ટણા (કેટલા કાળસુધી), ૧૮, અંતર, ૧૯, અલ્પ-બહુત્વ અને ૨૦. પર્યાય.
આ વીસ દ્વારોમાં જે વિવેચન કરેલ છે તેનાથી જ્ઞાન કે અજ્ઞાનની ઉપલબ્ધિની વિભિન્ન સ્થિતિઓની જાણકારી થઈ જાય છે. લબ્ધિ દ્વારના અન્તર્ગત દસ પ્રકારની લબ્ધિઓનું વર્ણન કરેલ છે. તે દસ લબ્ધિઓ ૨. દર્શન લબ્ધિ, ૩. ચારિત્ર લબ્ધિ, ૪. ચારિત્રાચારિત્ર લબ્ધિ, ૫. દાન લબ્ધિ, ૬. લાભ-લબ્ધિ, ૭. ભોગ લબ્ધિ, ૮. ઉપભોગ-લબ્ધિ, ૯. વીર્ય લબ્ધિ અને ૧૦. ઈન્દ્રિય લબ્ધિ. વિષય દ્વારમાં વિષયને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ચાર પ્રકારના કહ્યા છે..
SS S
till illHilarushifalahi H I with its with iti fitniiiiiiiiiiiiiii
For Private & Personal Use Only
Jain Education International
ja nelibrary.org