SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૩ that attatantra tithillianthillstiltskiiliilL ll illumillilittlttailllllllllllllllllllllasilhillillah H HHHHHHH HERામણામiallutill Titlt limitatiiiiitતાdiiiiiiiiitiliniiiiii illi ll i liriliiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiircuiring દેવો અને નારકોનું અવધિજ્ઞાન આનુગામિક, અપ્રતિપાતી અને અવસ્થિત હોય છે. જ્યારે પંચેન્દ્રિય તિર્યંચયોનિકો અને મનુષ્યોનું અવધિજ્ઞાન આનુગામિક, અનાનુગામિક, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતી, અપ્રતિપાતી, અવસ્થિત અને અનવસ્થિત બધા પ્રકારના હોય છે. મન:પર્યવજ્ઞાનથી મનમાં ચિન્યમાન પદાર્થોનું જ્ઞાન થાય છે. આ જ્ઞાનના સંબંધમાં દાર્શનિકોની બે ધારાઓ છે- એક ધારા આવશ્યકનિયુક્તિ (ગાથા ૭૬) તથા તત્વાર્થભાષ્ય (૧.૨૯) ના અનુસાર છે. આના અનુસાર મન:પર્યાયજ્ઞાન પરકીય મનમાં ચિન્યમાન પદાર્થોને જાણે છે. બીજી પરંપરાના અનુસાર મન:પર્યાયજ્ઞાન ચિન્તનમાં લાગેલ મનોદ્રવ્યની પર્યાયોને સાક્ષાત્ જાણે છે. પરંતુ ચિન્તમાન પદાર્થોને અનુમાનથી જાણે છે. આ પરંપરા વિશેષાવશ્યકભાષ્ય (ગાથા ૮૧૪) અને નન્દીચૂર્ણિના અનુસાર છે. મન:પર્યાયજ્ઞાન મનુષ્ય ક્ષેત્રમાં રહેનાર સાધુને ક્ષયોપશમથી થાય છે. આના સ્વામિત્વનો વિચાર કરવાથી આ જાણ થાય છે કે મન:પર્યાયજ્ઞાન સંખ્યાતવર્ષની આયુવાળા પર્યાપ્તા કર્મભૂમિજ ગર્ભજ લબ્ધિધારી અપ્રમાદી સમ્યગુદૃષ્ટિ મનુષ્યો (સાધુઓ) ને જ થાય છે, અન્યને નહીં. મન:પર્યવજ્ઞાન બે પ્રકારના હોય છે- ૧. ઋજુમતિ અને ૨, વિપુલમતિ. ઋજુમતિની અપેક્ષાએ વિપુલમતિ મન:પર્યવજ્ઞાન વિશેષ અને વિશુદ્ધ હોય છે. આ ઋજુમતિની અપેક્ષાએ સૂક્ષ્મતર અને અધિક વિશેષોને સ્પષ્ટ રૂપથી જાણે છે. એક અન્તર એ છે કે ઋજુમતિજ્ઞાન ઉત્પન્ન થયા પછી કદાચ સમાપ્ત પણ થઈ શકે છે. પરંતુ વિપુલમતિ મન:પર્યવજ્ઞાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવા સુધી નિરંતર બની રહે છે. કેવળજ્ઞાન અનન્તજ્ઞાન છે. તેના દ્વારા સંપૂર્ણશેય પદાર્થોનું તેની પર્યાયો સહિત સૈકાલિકજ્ઞાન થાય છે. કેવળજ્ઞાન બે પ્રકારનું પ્રતિપાદિત છે- ૧. ભવસ્થ કેવળજ્ઞાન અને ૨. સિદ્ધ કેવળજ્ઞાન. કેવળજ્ઞાનાવરણનો ક્ષય થવાથી સંસારસ્થ વીતરાગીઓને જે કેવળજ્ઞાન થાય છે તે ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય છે. તથા સિદ્ધોનું કેવળજ્ઞાન સિદ્ધ કેવળજ્ઞાન કહેવાય છે. આ બન્ને જ્ઞાનોમાં સ્વરુપની દ્રષ્ટિએ કોઈ ભેદ થતાં નથી ભવસ્થ કેવળજ્ઞાન યોગી અને અયોગીના હોવાથી સયોગી ભવસ્થ કેવળજ્ઞાન અને અયોગી ભવસ્થ કેવળજ્ઞાન એ બે ભેદોમાં વિભક્ત થાય છે. આ બન્નેને પ્રથમ સમય, અપ્રથમસમય અથવા ચરમસમય અને અચરમ સમય આ બે – બે પ્રકારોમાં વિભક્ત કરવામાં આવ્યા છે. સિદ્ધ કેવલજ્ઞાન અનન્તર સિદ્ધ અને પરંપરસિદ્ધ (બીજા આદિ સમયવાળા સિદ્ધ) આ બે પ્રકારોમાં વેચાય છે. અનન્તરસિદ્ધ કેવળજ્ઞાન સિદ્ધ પંદર પ્રકારના હોવાથી પંદર પ્રકારના માનવામાં આવ્યા છે. અનન્તર સિદ્ધના પંદર પ્રકાર છે- તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, તિર્થંકરસિદ્ધ, અતીર્થંકરસિદ્ધ આદિ. પરંપરસિદ્ધ કેવળજ્ઞાન અનેક પ્રકારના છે. કારણકે તે સિદ્ધ અપ્રથમસમય સિદ્ધ, ક્રિસમય સિદ્ધ, ત્રણ સમય સિદ્ધ, સંખ્યાત સમય સિદ્ધ, અસંખ્યાત સમય સિદ્ધ, અનન્તસમયસિદ્ધ આદિ ભેદોથી અનેક પ્રકારના હોય છે. કેવળજ્ઞાનનું વિશેષ પ્રતિપાદિત કરતા નન્દીસુત્રમાં કહ્યું છે કે આ સંપૂર્ણ દ્રવ્યો, પરિણામો, ભાવોને જાણવાનું કારણ એ છે કે આ જ્ઞાન અનન્ત, શાશ્વત તથા અપ્રતિપાતી છે અને તે એક જ પ્રકારનું છે. કેવળજ્ઞાની ઈન્દ્રિયોથી જાણતા નથી, જોતા નથી, કારણ કે ઈન્દ્રિયોથી સમસ્ત પદાર્થો અને તેની પર્યાયોને એક . કેવળી બધી દિશાઓમાં પરિમિત પણ જાણે જુવે છે અને અપરિમિત પણ જાણે જુવે છે. તે બધી તરફથી જાણે જુવે છે. બધા કારણોને જાણે જુવે છે. તેનું જ્ઞાન અને દર્શન અનન્ત છે અને નિરાવરણ છે. કેવળી સિદ્ધો અને ચરમશરીરીઓને પણ જાણે-જુવે છે. પરંતુ છદ્મસ્થ એવું કરી શકતા નથી. તે કોઈ આપ્ત પુરુષથી સાંભળી કે પ્રમાણ દ્વારા જાણે -જુવે છે. પ્રમાણને આગમોમાં ચાર પ્રકારના બતાવ્યા છે. ૧. પ્રત્યક્ષ, ૨. અનુમાન, ૩. ઔપમ અને ૪. આગમ. આ ચારેય પ્રમાણોનું અનુયોગદ્વાર સૂત્રમાં વિસ્તારથી ઉલ્લેખ છે. તત્વાર્થ સૂત્રમાં તેમજ ઉત્તરકાલીન જૈન દાર્શનિકોએ પ્રમાણના બે ભેદ કર્યા છે- ૧, પ્રત્યક્ષ અને ૨. પરોક્ષ. પ્રત્યક્ષના તેણે ફરીથી બે ભેદ કર્યા છે- ૧. સાંવ્યવહારિક ના ના નાના નાના ગામit iામiian List III IIIIIIIiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiitati Jain Education International iiiiiiiiiiiiiiiiiiiiii For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy