________________
૭૭૩
અને ઉપકરણોથી જાણે છે તે સમયે જોતા નથી. તથા જે સમયે જુવે છે તે સમયે જાણતા નથી. કારણ કે જે સાકાર છે તે જ્ઞાન છે તથા જે અનાકાર છે તે દર્શન છે. •
સાકારોપયોગ અને અનાકારોપયોગમાં પ્રત્યેકની કાયસ્થિતિ (સ્થિતિકાળ) જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત છે. તેનો પરસ્પર અંતરકાળ પણ અન્તર્મુહૂર્ત જ છે. એક અન્તર્મુહૂર્તનાં અનન્તર તે ક્રમશઃ બદલતા રહે છે. અલ્પબદુત્વની દષ્ટિએ અનાકારોપયોગ યુક્ત જીવ અલ્પ છે તથા સાકારોપયોગયુક્ત જીવ તેનાથી સંખ્યાતગુણા છે.
આ અધ્યયનમાં દર્શનોપયોગનું વિશેષ વર્ણન થયેલ છે. ચાર ગતિઓમાં કયો જીવ કયાં દર્શનોપયોગથી યુક્ત છે એનું વિસ્તૃત વર્ણન કરેલ છે. આમાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક આદિ જીવો અને સમૂર્છાિમ જીવોના દર્શનોપયોગની વિશેષ ચર્ચા છે. માટે સૂક્ષ્મ પૃથ્વીકાયિક, બાદર પૃથ્વીકાયિક આદિ જીવોમાં પણ સામાન્ય એકેન્દ્રિય જીવોની જેમ એક અચકુદર્શન
સમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોમાં ચક્ષુદર્શન અને અચકુદર્શન એ બે દર્શનોપયોગ હોય છે જ્યારે સમૃદ્ઘિમ મનુષ્યોમાં માત્ર અચક્ષુદર્શન હોય છે પરન્તુ ચક્ષુદર્શનનો ઉપયોગ થતો નથી.
દર્શન ગુણથી સંપન્ન ચક્ષુદર્શની આદિ જીવોની કાયસ્થિતિ, અંતરકાળ અને અલ્પબદુત્વનો પણ આ અધ્યયનમાં વર્ણન થયેલ છે. તેના પ્રમાણે ચક્ષુદર્શની જીવ ચક્ષુદર્શનીના રુપમાં જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ કંઈક અધિક હજાર સાગરોપમ સુધી રહે છે. અચક્ષુદર્શનીની આ કાયસ્થિતિ બે પ્રકારની હોય છે - ૧. અનાદિ અપર્યવસિત અને ૨. અનાદિ સપર્યવસિત. અવધિદર્શનીની કાયસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કંઈક અધિક બે છાસઠ સાગરોપમ સુધી હોય છે. કેવલદર્શની સાદી અપર્યવસિત હોય છે. અલ્પબદુત્વની અપેક્ષાએ બધાથી અલ્પ અવધિદર્શની છે, તેનાથી ચક્ષુદર્શની અસંખ્યાતગુણા છે, તેનાથી- કેવળદર્શની અનન્તગુણા છે અને તેનાથી અચકુદર્શની અનન્તગુણા છે.
=='
માયામ કરતા
th #tesh Rava II III મા માતાના
For Prvale & Personal use only
દ, દડ આંદ
વાકાત www.jane craty.org
Jain Education International