________________
૭૭૨
૨૧. ઉપયોગ અધ્યયન
જ્ઞાન અને દર્શન જીવના શાશ્વત ગુણ છે. આના જ આધારે જીવ જડ પદાર્થોથી જુદો દર્શાવી શકાય છે. એ બન્ને જીવના લક્ષણ છે. આ હમેંશા જીવની સાથે રહીને પોતાની જુદી વિશેષતાઓ દર્શાવે છે. જૈન આગમોમાં જ્ઞાન અને દર્શનને ઉપયોગ કહેવામાં આવે છે, પરંતુ સાથે એ પણ દર્શાવ્યું છે કે એક સમયમાં એક જ ઉપયોગ હોય છે. ઉપયોગના રુપમાં જ્ઞાન અને દર્શન યુગપદ્ ભાવી નથી. એક અન્તર્મુહૂર્ત પછી જ એ ઉપયોગોમાં પરિવર્તન થયા કરે છે. ગુણના રુપમાં જ્ઞાન અને દર્શન યુગપદ્ભાવી છે., એક સાથે રહે છે. પરંતુ ઉપયોગના રુપમાં તે યુગપાવી નથી, ક્રમભાવી છે. આજ ગુણ અને ઉપયોગમાં ભેદ છે.
ઉપયોગના બે ભેદ કરાય છે- સાકારોપયોગ અને અનાકારોપયોગ. સાકારોપયોગમાં જ્ઞાન અને અનાકારોપયોગમાં દર્શનનો અન્તર્ભાવ હોય છે. સાકારોપયોગનાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનના આધારે આઠ ભેદ કરાય છે, જેમઆભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાન, અનાકારોપયોગના ચાર ભેદ છે- ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. આ પ્રમાણે સાકારોપયોગ જ્ઞાનાત્મક અને અનાકારોપયોગ દર્શનાત્મક હોય છે. જ્ઞાન સાકાર ઉપયોગ છે પરંતુ દર્શન અનાકાર ઉપયોગ છે.
બન્ને પ્રકારના ઉપયોગ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત હોય છે અને અગુરુલઘુ પણ હોય છે. નિવૃત્તિ કે નિષ્પત્તિના આધારે પણ ઉપયોગનિવૃત્તિને સાકારોપયોગ અને અનાકારોપયોગના ભેદથી બે પ્રકારના કહ્યા છે.
ચોવીસ દંડકોમાંથી કોઈ પણ જીવ કોઈ પણ સમયે ઉપયોગ રહિત હોતા નથી. તથાપિ સામાન્ય રુપે વિચાર કરીએ તો પ્રત્યેક જીવમાં બે ઉપયોગ હોય છે - સાકાર અને અનાકાર. ક્યારેક સાકાર ઉપયોગ હોય છે - તો ક્યારેક અનાકાર ઉપયોગ હોય છે. જે જીવમાં જે જ્ઞાન કે અજ્ઞાન પ્રાપ્ત હોય છે, તેમાં તે જ સાકારોપયોગ હોય છે. અને જે દર્શન પ્રાપ્ત હોય છે, તેમાં તે જ અનાકારોપયોગ હોય છે. આ દૃષ્ટિથી પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જીવોમાં મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન એ બે સાકારોપયોગ અને અચક્ષુદર્શન નામક એક અનાકાર ઉપયોગ હોય છે. બેઇન્દ્રિય અને ત્રેઈન્દ્રિય જીવોમાં પણ એકેન્દ્રિય જીવોની જેમ અનાકાર ઉપયોગ તો એક અચક્ષુદર્શનને જ હોય છે, પરંતુ સાકારોપયોગમાં આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે વધારે થાય છે. કારણ કે એ બન્ને સાકારોપયોગમાં સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થવાથી તે ઉપલબ્ધ હોય છે. ચઉરેન્દ્રિય જીવમાં ત્રેઈન્દ્રિયની જેમ ચાર જ સાકારોપયોગ હોય છે - આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન. અનાકારોપયોગ બે હોય છે - ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન. ચઉરેન્દ્રિયમાં ચક્ષુ વધવાથી તેમાં ચક્ષુદર્શન પ્રાપ્ત થાય છે. નૈરિયજીવો,દેવો અને પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં છ સાકારોપયોગ અને ત્રણ અનાકારોપયોગ હોય છે. તેમાં અવધિદર્શન નામક એક અનાકારોપયોગ તથા અવધિજ્ઞાન અને વિભંગજ્ઞાન નામક બે સાકારોપયોગ ચઉરેન્દ્રિયથી અધિક પ્રાપ્ત થાય છે. મનુષ્યોમાં સાકા૨ોપયોગના સમસ્ત આઠ ભેદ તથા અનાકારોપયોગના સમસ્ત ચાર ભેદ માનવામાં આવે છે. સમસ્ત પ્રાણીઓમાં મનુષ્ય બધાથી અધિક વિકસિત જીવ છે. કેવલજ્ઞાન જેવા સાકારોપયોગ અને કેવળદર્શન જેવા અનાકારોપયોગ તેમાં જ ઉપલબ્ધ થાય છે.
પ્રસંગવશ આ અધ્યયનમાં એવી ચર્ચાનો પણ સમાવેશ થયેલ છે કે કેવલજ્ઞાનીઓમાં બે ઉપયોગ એક સાથે પ્રાપ્ત થતાં નથી. તેઓ કેવલજ્ઞાન નામક સાકારોપયોગ અને કેવલદર્શન નામક અનાકારોપયોગવાળા હોવા છતા એક સમયમાં તેઓને આમાંથી એક જ ઉપયોગ પ્રાપ્ત થાય છે. ગુણની દૃષ્ટિથી તેમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન બન્ને એક સાથે રહે છે. કેવળજ્ઞાની જે સમયે રત્નપ્રભાપૃથ્વી આદિને આકારો, હેતુઓ, ઉપમાઓ, દૃષ્ટાન્તો, વર્ણો, સંસ્થાનો, પ્રમાણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org