________________
Jain
૭૩૫
વચનના ભેદોનું વર્ણન પણ વિવિધ પ્રકારથી કરેલ છે. એક વચન, દ્વિવચન અને બહુવચનના રુપમાં વચન શબ્દ સંખ્યાના અર્થમાં પ્રયુક્ત કરેલ છે. ત્યાં ભાષા કે વાણી અર્થ નથી. સ્ત્રીવચન, પુરુષવચન અને નપુંસકવચનના રુપમાં વચનના જે ત્રણ ભેદ વર્ણવ્યા છે. તે સ્ત્રીલિંગ આદિ દ્વારા પ્રયુક્ત વચનોના દ્યોતક છે. કાળના આધારે પણ વચનના ત્રણ ભેદ છે - અતીતવચન, પ્રત્યુત્પન્નવચન અને અનાગતવચન. આમાંથી અતીતવચન ભૂતકાળથી, પ્રત્યુત્પન્ન વચન વર્તમાનકાળથી અને અનાગતવચન ભવિષ્યકાળથી સમ્બન્ધિત છે. મનની જેમ વચનના તચન, તદન્યવચન અને નોઅવચન પણ ભેદ કરાય છે.
કાયાને મનની જેમ એકદમ અજીવ કહેવાય નહિ. અનૈકાન્તિક શૈલીમાં તેને જીવરુપ પણ કહેવાય છે અને અજીવરુપ પણ કહેવાય છે. કાયા એક અપેક્ષાએ આત્મા પણ છે અને આત્માથી ભિન્ન પણ છે. તે એક અપેક્ષાએ રુપી પણ છે અને અરુપી પણ છે. તે એક અપેક્ષાએ સચિત્ત પણ છે અને અચિત્ત પણ છે. અહીં એવું વર્ણન કરવાનું કારણ એ છે કે સંસારી જીવોમાં કાર્પણ કાયા સદૈવ હોવાનું પ્રતીત થાય છે. કાયાની ઉપલબ્ધિ જે પ્રકારે જીવોમાં હોય છે તેવી જ રીતે અજીવોમાં પણ મનાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિમાં પ્રયુક્ત કાય શબ્દ કાયાનો જ ઘોતક છે.
કાયાના સંબંધમાં સ્પષ્ટીકરણ કરેલ છે કે જીવનો સંબંધ થવાના પૂર્વ પણ કાયા હોય છે, કાયિક પુદ્દગલોને ગ્રહણ કરતા સમયે પણ કાયા હોય છે તથા કાયિક પુદ્દગલોને ગ્રહણ કરવાનો સમય પસાર થઈ ગયા પછી પણ કાયા હોય છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિના આધાર પર દંડ પણ ત્રણ પ્રકારના કહેવાય છે. ૧.મનોદંડ, ૨. વચનદંડ અને ૩. કાયદંડ.
જ્યારે મન, વચન અને કાયાની પ્રવૃત્તિનું ગોપન કરાય છે ત્યારે તેને ગુપ્તિ કહેવાય છે. સંવરના માટે ગુપ્તિનું અત્યધિક મહત્વ છે. તે ગુપ્તિ પણ ત્રણ પ્રકારની હોય છે. ૧. મનોગુપ્તિ, ૨. વચનગુપ્તિ અને ૩. કાયગુપ્તિ. મન, વચન અને કાયાથી જ્યારે દુષ્પ્રવૃત્તિ કરાય છે તો તેને દુષ્પ્રણિધાન અને સુપ્રવૃત્તિ કરાય છે તો તેને સુપ્રણિધાન કહેવાય છે. સામાન્ય રુપથી પ્રણિધાન ત્રણ પ્રકારના છે - મન: પ્રણિધાન, વચન પ્રણિધાન અને કાય પ્રણિધાન, દુપ્રણિધાન અને સુપ્રણિધાનના પણ આજ ત્રણ ત્રણ ભેદ હોય છે. જે જીવમાં જે યોગની ઉપલબ્ધિ હોય છે તેમાં તે જ પ્રણિધાન પ્રાપ્ત થાય છે. સ્થાનાંગસૂત્રમાં ઉપકરણ પ્રણિધાનને મેળવીને પ્રણિધાનના ચાર ભેદ પણ કર્યા છે.
મન, વચન અને કાયાના ત્રણ યોગોમાંથી પ્રથમ બે અગુરુલઘુ છે જ્યારે અંતિમ (કાય) યોગ ગુરુલઘુ હોય છે.
કાયાસ્થિતિની અપેક્ષાએ સયોગી જીવ બે પ્રકારના છે - અનાદિ અપર્યવસિત અને અનાદિ સપર્યવસિત, મનોયોગી જીવ મનોયોગી અવસ્થામાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી રહી શકે છે. આ જ કાળ વચનયોગીનો પણ છે. કાયયોગીના માટે જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ નિર્ધારિત છે. અયોગી જીવ આદિ અપર્યવાસિત છે. મનોયોગી અને વચનયોગીનો જઘન્ય અંતરકાળ અન્તર્મુહૂર્ત તથા ઉત્કૃષ્ટ અંતરકાળ વનસ્પતિકાળ હોય છે. કાયયોગીનો જઘન્ય અંતરકાળ એક સમય તથા ઉત્કૃષ્ટ અંતરકાળ અન્તર્મુહૂર્ત હોય છે.
અલ્પબહુત્વનું વિવેચન ત્રણ યોગો અને પંદરયોગો બન્નેના આધારે થયેલ છે. પરંતુ સયોગી, મનોયોગી, વચનયોગી, કાયયોગી અને અયોગી જીવોનો અલ્પબહુત્વ જાણીએ તો બધાથી અલ્પ મનોયોગવાળા જીવ છે. વચનયોગવાળા તેનાથી અસંખ્યાતગુણા છે. અયોગી તેનાથી અનન્તગુણા છે. કાયયોગી તેનાથી અનન્તગુણા છે અને સયોગી વિશેષાધિક છે. આ અધ્યયનમાં પ્રસંગવશ સમયોગી અને વિષમયોગીનું પણ ચોવીસ દંડકોથી વર્ણન કરેલ છે.
'y.org