SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૪ ૧૯. યોગ અધ્યયન યોગનો સામાન્ય અર્થ છે મન, વચન અને કાયાની પ્રવૃત્તિનું જીવની સાથે જોડાવું. મન, વચન અને કાયાના કારણે જીવના પ્રદેશોમાં જે સ્પન્દન કે હલચલ હોય છે તેને પણ યોગ કહેવાય છે. જીવ તેરમાં ગુણસ્થાન સુધી યોગયુક્ત રહે છે. ચૌદમાં ગુણસ્થાનમાં પહોંચ્યા બાદ તે અયોગી થાય છે. સિદ્ધ પણ આ અપેક્ષાએ અયોગી છે. યોગ દર્શનમાં યોગ શબ્દનો ભિન્ન અર્થમાં પ્રયોગ થયેલ છે. ત્યાં ચિત્ત વૃત્તિઓના નિરોધને યોગ કહ્યો છે. જેમ“યોગશ્વિત્તવૃત્તિનિરોધઃ” ભગવદ્દગીતામાં કર્મના કૌશલને યોગ કહેવાય છે. “યોગ: ધર્મસુ હોશમ્”. યોગનો સમાધિ અર્થમાં પણ પ્રયોગ થયેલ છે. યોગ દર્શનના વર્ણનમાં અષ્ટાંગયોગના અન્તર્ગત "સમાધિ” યોગનું આઠમું અંગ છે. જૈન દર્શનમાં યોગ શબ્દનો પ્રયોગ સમાધિ અર્થમાં નથી. પરંતુ અહીં જે યોગ છે તે સંસાર તરફ લઈ જનાર કર્મબંધના હેતુ રુપ પ્રયોગમાં ગણાય છે. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગના નિમિત્તે થાય છે તથા સ્થિતિબંધ અને અનુભાગબંધ કષાયના નિમિત્તે થાય છે. અહીં યોગ મુખ્ય ત્રણ પ્રકારના છે - ૧. મનોયોગ, ૨. વચનયોગ, ૩. કાયયોગ, મનોવર્ગણાના પુદ્દગલોને ગ્રહણ કરી તેને મન રુપમાં પરિણત કરવું તથા ચિંતન - મનન કરવું મનોયોગ છે. ભાષાવર્ગણાના પુદ્દગલોને ગ્રહણ કરી વસ્તુ સ્વરુપનું વર્ણન કરવું, બોલવું વચનયોગ છે. ઔદારિક આદિ શરીરોથી હલન, ચલન, સંક્રમણ આદિ ક્રિયાઓ કરવી કાયયોગ છે. આ ત્રણેય યોગોના ઉપભેદોની ગણના કરવાથી યોગના પંદર ભેદ પણ હોય છે. તેમાં ચાર ભેદ મનોયોગના, ચાર ભેદ વચનયોગના તથા સાત ભેદ કાયયોગના કહેવાય છે. મનોયોગના ચાર ભેદ છે - ૧. સત્ય મનોયોગ, ૨. મૃષા મનોયોગ, ૩. સત્યમૃષા મનોયોગ અને ૪. અસત્યામૃષા મનોયોગ. વચનયોગના પણ સત્ય, મૃષા, સત્યમૃષા અને અસત્યામૃષા આ ચાર ભેદ છે. કાયયોગ સાત પ્રકારના છે - ૧. ઔદારિક શરીર કાયયોગ, ૨. ઔદારિક મિશ્ર શરીર કાયયોગ, ૩. વૈક્રિય શરીર કાયયોગ, ૪. વૈક્રિય-મિશ્ર શરીર કાયયોગ, ૫. આહારક શરીર કાયયોગ, ૬. આહારક મિશ્ર શરીર કાયયોગ અને ૭. કાર્પણ શરીર કાયયોગ. મનોયોગ અને વચનયોગના જે ચાર - ચાર ભેદ બને છે તે સત્ય અને મૃષાના બે મૂળ ભેદોના આધાર પર બને છે. સત્ય ચાર પ્રકારના મનાય છે. જેમાં કાયૠજુતા, ભાષાૠજુતા, ભાવૠજુતા અને અવિસંવાદના યોગનું ગ્રહણ હોય છે. આનાથી વિપરીત મૃષાના ચાર પ્રકારોમાં એની અનુભુતા અર્થાત્ કુટિલતાને ગ્રહણ કરે છે. ચાર ગતિઓના જીવોમાં નૈરયિકો, દેવો, ગર્ભજમનુષ્યો અને ગર્ભજતિર્યંચ પંચેન્દ્રિયોમાં ત્રણેય યોગ પ્રાપ્ત થાય છે. આમાંથી કોઈપણ જીવ ત્રણયોગ રહિત હોતા નથી. પૃથ્વીકાય આદિ સમસ્ત એકેન્દ્રિય જીવને માત્ર કાયયોગજ હોય છે. બેઈન્દ્રિય, ઝેન્દ્રિય, ચઉરેન્દ્રિય અને સમુચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય જીવોમાં કાયયોગ અને વચનયોગ એ બે યોગ ઉપલબ્ધ હોય છે. એમાં મનોયોગ હોતો નથી. સમૂચ્છિમ મનુષ્યોમાં એકેન્દ્રિય જીવોની જેમ એકમાત્ર કાયયોગ હોય છે. યોગ ત્રણ પ્રકારના છે. એટલા માટે યોગનિવૃત્તિ અને યોગકરણ પણ ત્રણ-ત્રણ પ્રકારના છે. તેમાં પણ મન, વચન અને કાયાના ત્રણ ભેદોની જ ગણના થાય છે. તેમાં તેટલી જ યોગનિવૃત્તિ અને તેટલા જ યોગકરણ ઉપલબ્ધ હોય છે. પ્રસ્તુત અધ્યયનમાં મન, વચન અને કાયાના વિષયમાં વિશેષ વર્ણન હોવાથી તેના કહેવા પ્રમાણે મન આત્માથી ભિન્ન રુપી અને અચિત્ત છે. તે અજીવ હોવા છતાં પણ જીવોમાં હોય છે, અજીવોમાં નથી થતો. ભગવતીસૂત્રમાં મનની વ્યાખ્યા કરતા કહ્યું છે કે - 'મનન કરતાં સમયેજ મન, મન કહેવાય છે. એના પૂર્વ અને પછી નિહ. મનના આગમમાં સત્યમન, અસત્યમન, સત્યમૃષામન અને અસત્યમૃષામન આ ચાર ભેદોનું વર્ણન છે. ત્યારબાદ તન્મન તદન્યમન અને નોઅમન આ મનના ત્રણ ભેદ પણ મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy