SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ દ્રવ્યાનુયોગ ભાગ-૧ નિHERIT THill attestetitive Ent===== I'llllllllll જs em : " ૧ ૧ ૧ થs - Itall italia-alifulsiltiliticlusial SO Oc - 9 HathiyawaiiiiiiiiiiiiiialhillianitialltilinguisitionHyunitHasan 9 - - - - - ત્રસકાયિક જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ હોય છે. કારણ કે ત્રસકાયિક જીવોમાં નિરયિક અને દેવોની પણ ગણતરી થાય છે. આ પ્રમાણે પંચેન્દ્રિય જીવોની સ્થિતિ સમજવી જોઈએ. બેઈન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાર વર્ષ હોય છે. ત્રેઈન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૪૯ દિવસ રાત હોય છે. ચઉન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ છ માસ (મહિના) હોય છે. પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ છે અને તે જ ગર્ભજ જીવોની સ્થિતિ છે. પરંતુ સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચ જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ હોય છે. તિર્યંચયોનિક સ્ત્રીઓની સ્થિતિ ઔધિકની જેમ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ છે. તિર્યંચ પંચેન્દ્રિય જીવ જલચર, ચતુષ્પદ સ્થલચર, ઉર પરિસર્પ, ભુજપરિસર્ષ અને ખેરના ભેદથી પાંચ પ્રકારનાં છે. તે પ્રત્યેક સંમૂર્ણિમ અને ગર્ભજના ભેદથી બે પ્રકારના છે. પ્રસ્તુત સ્થિતિ અધ્યયનમાં જલચર આદિ જીવોની સ્થિતિનું ઔધિક, પર્યાપ્ત અને અપર્યાપ્ત ધારોથી વર્ણન કરતાં અનંતર તેના સંમૂછિમ અન ગર્ભજ ભેદોનું પણ આજ ઔધિક આદિ ધારોથી વર્ણન કરેલ છે. આમાં બધાથી અધિક સ્થિતિ ચતુષ્પદ સ્થલચર ગર્ભજ જીવો અને તેની સ્ત્રીઓની ત્રણ પલ્યોપમ છે. સંમૂર્ણિમ મનુષ્યોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. જયારે મનુષ્યોની ઔધિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ છે. આ તેની ગર્ભજ સ્થિતિ છે. મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિનું વર્ણન બે પ્રકારથી મળે છે. ક્ષેત્રની અપેક્ષાએ અને ધર્માચરણની અપેક્ષાએ અહીં ક્ષેત્ર શબ્દ ભરતાદિ ક્ષેત્રોથી જાણવું તથા ધર્માચરણ શબ્દ તેના સંયમી જીવનનું સૂચક છે. અકર્મ-ભૂમિજ અને અન્તર્દી પજ સ્ત્રીઓની સ્થિતિનું વર્ણન જન્મ અને સંહરણનાં ભેદોમાં કરવામાં આવ્યું છે. ૌધિક, અપર્યાપ્ત અને પર્યાપ્ત ધારોથી સમસ્ત જીવોની સ્થિતિનું વર્ણન કરવાની સાથે કેટલાક જીવોની સ્થિતિનું વર્ણન પ્રથમ સમય અને અપ્રથમ સમયના કારોથી પણ કરેલ છે. પ્રથમ સમયમાં જીવની સ્થિતિ એક સમયની હોય છે તથા અપ્રથમ સમયમાં એક સમય ઓછું લઘુભવ ગ્રહણ હોય છે. SHE ના નાના નાના નાના પાયtivitiાના સાક્ષીuiાષામામાનામivitiesinesses === ==== iiia-arગ્યthittaiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii wilviiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii iiciist======== Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy