________________
૩૮૫
અહીં એ ઉલ્લેખનીય છે કે દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ દેવોથી ઓછી હોવા છતા પણ તેની જઘન્ય સ્થિતિ દેવોના સમાન છે. ભવનપતિ અને વાણવ્યંતર દેવો અને દેવીઓની જધન્ય સ્થિતિ સમાન રૂપથી દસ હજાર વર્ષ છે. જયોતિષી દેવો અને દેવીઓની જધન્ય સ્થિતિ સમાન રૂપથી પલ્યોપમનો આઠમો ભાગ છે. વૈમાનિક દેવોની જેમ તેની દેવીઓની જધન્ય સ્થિતિ એક પલ્યોપમ છે.
વાણવ્યંતર દેવોની સ્થિતિનું વર્ણન જે પ્રમાણે કરવામાં આવ્યું છે એ પ્રમાણે કાળ પિશાચ કુમારેન્દ્રની આભ્યન્તર - મધ્યમ અને બાહ્ય પરિષદના દેવ અને દેવીઓની સ્થિતિનું વર્ણન પણ પ્રાપ્ત થાય છે. આ સિવાય જંભકદેવો, વિજયદેવ અને તેનાં સામાનિક દેવોની સ્થિતિનો પણ ઉલ્લેખ છે. જ્યોતિષી દેવોની સ્થિતિના વર્ણન સાથે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા વિમાનવાસી દેવો તથા દેવીઓની સ્થિતિનું પણ ઔધિક, અપર્યાપ્ત અને પર્યાપ્ત દારોથી વર્ણન પ્રાપ્ત છે.
વૈમાનિક દેવોના બાર દેવલોકનાં દેવોની સ્થિતિના વર્ણનની સાથે શક્ર અને ઈશાન દેવેન્દ્રોની અલગ-અલગ પરિષદોના દેવો અને દેવીઓની સ્થિતિનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. કિક્વિષિક અને લોકાન્તિક દેવોની સ્થિતિનું વર્ણન પણ વૈમાનિક દેવોની સ્થિતિની સાથે થયેલ છે.
અહી આ ઉલ્લેખનીય છે કે સ્થિતિ અધ્યયનમાં નવ પ્રૈવેયકો અને પાંચ અનુત્તર વિમાનોના દેવોની સ્થિતિનું વર્ણન થયેલ નથી. અન્યત્ર પ્રાપ્ત વર્ણન અનુસાર ત્રૈવેયક દેવોની સ્થિતિ જધન્ય ૨૨ સાગરોપમ તથા ઉત્કૃષ્ટ ૩૧ સાગરોપમ હોય છે. આમાં પહેલાં ત્રૈવેયક દેવોની સ્થિતિ જઘન્ય ૨૨ સગરોપમ તથા ઉત્કૃષ્ટ ૨૩ સાગરોપમ, બીજા ત્રૈવેયક દેવોની સ્થિતિ જધન્ય ૨૩ સાગરોપમ તથા ઉત્કૃષ્ટ ૨૪ સાગરોપમ, ત્રીજા ત્રૈવેયક દેવોની સ્થિતિ જઘન્ય ૨૪ સાગરોપમ તથા ઉત્કૃષ્ટ ૨૫ સાગરોપમ હોય છે. આ પ્રમાણે ચોથા ત્રૈવેયક દેવોની જઘન્ય ૨૫ અને ઉત્કૃષ્ટ ૨૬, પાંચમા ત્રૈવેયક દેવોની જઘન્ય ૨૬ અને ઉત્કૃષ્ટ ૨૭, છઠ્ઠા ત્રૈવેયક દેવોની જઘન્ય ૨૭ અને ઉત્કૃષ્ટ ૨૮, સાતમાં ચૈવેયક દેવોની જઘન્ય ૨૮ અને ઉત્કૃષ્ટ ૨૯, આઠમા ત્રૈવેયક દેવોની જઘન્ય ૨૯ અને ઉત્કૃષ્ટ ૩૦ તથા નવમાં ચૈવેયક દેવોની જઘન્ય ૩૦ અને ઉત્કૃષ્ટ ૩૧ સાગરોપમ સ્થિતિ હોય છે. પાંચ અનુત્તર વિમાનના દેવોમાં પ્રથમ ચાર વિમાનોના દેવોની સ્થિતિ જઘન્ય ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ હોય છે.
સર્વાર્થસિદ્ધ વિમાનનાં દેવોની સ્થિતિ ૩૩ સાગરોપમ હોય છે. ત્યાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ નથી થતી. સનકુમારથી લઈને અચ્યુત કલ્પના દેવેન્દ્રો અને તેની ત્રિવિધા પરિષદના દેવોની સ્થિતિનો કાળ આ અધ્યયનમાં અવશ્ય કરવામાં આવેલ છે. અધ્યયનના અંતમાં કેટલાક વિશેષ વિમાનવાસી દેવોની સ્થિતિ બતાવી છે.
તિર્યંચયોનિક જીવોમાં એકેન્દ્રિયોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ હજા૨ વર્ષ છે. એકેન્દ્રિયોમાં પૃથ્વીકાય, અકાય,તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવોની સ્થિતિનો ઔધિક તથા સૂક્ષ્મ અને બાદર ભેદોના આધાર પર વિચાર કરેલ છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત દ્વારોને બધાની જેમ અહીં પણ જાણવા. પૃથ્વીકાયિક જીવોની સ્થિતિનો ઉલ્લેખ કરતા સમયે કોમળ પૃથ્વી, શુદ્ધ પૃથ્વી, બાલુકા પૃથ્વી, મનોસિલ પૃથ્વી, શર્કરા પૃથ્વી અને ખ૨ પૃથ્વીની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પણ વર્ણન કરેલ છે. પૃથ્વીકાય આદિના સૂક્ષ્મ જીવોની સ્થિતિ અપર્યાપ્ત, પર્યાપ્ત તથા ઔધિક ત્રણેય અવસ્થાઓમાં જધન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. અહીં તાત્પર્ય એ છે કે એકેન્દ્રિય સૂક્ષ્મ જીવ અન્તર્મુહૂર્તથી અધિક કાળ સુધી જીવન ધારણ કરતાં નથી. વનસ્પતિકાયના વર્ણનમાં નિગોદના જીવ સૂક્ષ્મ હોય છે. સ્થિતિપણ જધન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainel|brary.org