________________
૩૭૯
૧૧. સંજ્ઞા અધ્યયન
મ” ઉપસર્ગ પૂર્વક “જ્ઞા" ધાતુથી નિપ્પન સંજ્ઞા શબ્દ વ્યાકરણમાં કોઈ વસ્તુ, વ્યક્તિ, સ્થાનાદિના નામ [Noun] માટે પ્રયુક્ત થયો છે.
તત્ત્વાર્થસૂત્ર (અ. ૧. સુ.૧૩) માં સંજ્ઞા શબ્દનો પ્રયોગ મતિજ્ઞાનના પર્યાયવાચક શબ્દના અર્થમાં પ્રયુક્ત થયો છે.
આઠમી શતાબ્દીના જૈન નૈયાયિક અકલંકે સંજ્ઞા શબ્દનો પ્રયોગ પ્રત્યભિજ્ઞાન પ્રમાણ અર્થમાં કરેલ છે. પરંતુ આગમોમાં આહાર, ભય, મૈથુન, પરિગ્રહ આદિની અભિલાષા વ્યક્ત કરવા માટે સંજ્ઞા શબ્દનો પ્રયોગ કરેલ છે. સંસારી જીવોમાં આહારાદિ સંજ્ઞાઓ સ્વાભાવિકરૂપે પ્રાપ્ત થાય છે. આહારદિની અભિલાષાથી સંસારી જીવોને જાણી શકાય છે. માટે આહારદિને સંજ્ઞા કહેવાય છે.
સામાન્યતઃ સંજ્ઞાના ચાર ભેદ છે – આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા.
પ્રજ્ઞાપના અને વ્યાખ્યાપ્રજ્ઞાપ્તિસૂત્રોમાં સંજ્ઞાના દસ પ્રકારનો ઉલ્લેખ છે. તેમાં આહારાદિ ચાર સંજ્ઞાઓની સાથે ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ અને લોક સંજ્ઞાઓની પણ ગણના કરેલ છે.
આચારાંગનિયુક્તિ (ગાથા ૩૮ - ૩૯) માં સંજ્ઞાના ૧૬ ભેદોનું વર્ણન છે. ત્યાં આ દસ સંજ્ઞાઓમાં મોહ, ધર્મ, સુખ, દુઃખ, જુગુપ્સા અને શોકને પણ સંજ્ઞાના ભેદમાં જોડવામાં આવ્યા છે.
આ સંજ્ઞાઓ સકષાયી જીવોમાં જ પ્રાપ્ત થાય છે. પૂર્ણ વીતરાગ અવસ્થા પ્રાપ્ત થવાપર સંજ્ઞાઓ રહેતી નથી.
આહાર આદિ ચાર સંજ્ઞાઓનું આગમોમાં સવિસ્તાર વર્ણન છે. ચારેય ગતિઓના ૨૪ દંડકોમાં આ ચારેય સંજ્ઞાઓ મળે છે. પરંતુ નૈરયિકોમાં ભયસંજ્ઞાની પ્રધાનતા છે, તિર્યંચ જીવોમાં આહારસંજ્ઞાની પ્રધાનતા છે, મનુષ્યોમાં મૈથુનસંજ્ઞાની પ્રધાનતા છે, દેવોમાં પરિગ્રહસંજ્ઞાની પ્રધાનતા છે.
અલ્પતાની અપેક્ષાએ નૈરયિકોમાં મૈથુનસંજ્ઞાવાળા, તિર્યચોમાં પરિગ્રહસંજ્ઞાવાળા, મનુષ્યોમાં ભયસંજ્ઞાવાળા તથા દવોમાં આહારસંજ્ઞાવાળા જીવ બધાથી ઓછા છે.
સંજ્ઞા અગુરુલઘુ હોય છે.
સંજ્ઞાઓની ઉત્પત્તિના અલગ અલગ કારણ છે. તે વેદનીય અથવા મોહનીય કર્મના ઉદયથી પણ ઉત્પન્ન થાય છે. તથા તેનું શ્રવણ કરવાપર અનંતર ઉત્પન્ન મતિથી પણ ઉત્પન્ન થાય છે. તથા તેનું સતત ચિંતન કરવાથી પણ ઉત્પન્ન થાય છે.
આહારસંજ્ઞામાં પેટ ખાલી રાખવું, ભયસંજ્ઞામાં સત્વહીનતા, મૈથુનસંજ્ઞામાં માંસ-શોણિત (રક્ત-લોહિ)નું અત્યધિક ઉપચય અને પરિગ્રહસંજ્ઞામાં પરિગ્રહનું પોતાના પાસે રહેવું તે પણ ઉત્પત્તિનું કારણ બને છે. આ પ્રમાણે સંજ્ઞાઓની ઉત્પત્તિ કે પ્રકટીકરણમાં કેટલાક આંતરિક કારણ છે. તથા કેટલાક બાહ્ય કારણ છે. કર્મોદય આંતરિક કારણ છે તથા તેની અભિવ્યક્તિમાં પેટ ખાલી રાખવું આદિ બાહ્ય નિમિત્તના કારણ છે. .
સંજ્ઞાની ક્રિયાનું કારણ સંજ્ઞાકરણ તથા સંજ્ઞાની રચનાને સંજ્ઞાનિવૃત્તિ કહેવાય છે. આના પણ સંજ્ઞાના ભેદોની જેમ આહાર આદિ ચાર - ચાર ભેદ છે.
=== his
it iા સાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org