SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૫ wwwવા HEREણatelliiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii ilirit Histhithili tish EthnualHettlewalati Haiti Hillitle HEENilali Millwillullllllllllllllli Is Ililti Haitiativaluruwill matri#sthashwat | ૯. સંજ્ઞી અધ્યયન “નિ: સંમના :” (તત્વાર્થસૂત્ર 1. ૨, મુ. ર૬) નાં અનુસાર જે મનવાળા જીવ છે તેને સંજ્ઞી કહે છે. સંજ્ઞી જીવોમાં હિતાહિતનો વિચાર કરવાનું સામર્થ્ય હોય છે. મનના ભાવમાં તે શિક્ષા, ક્રિયા, ઉપદેશ અને આલાપને ગ્રહણ કરી શકે છે. જેને સંજ્ઞા હોય છે તેને પણ સંજ્ઞી કહેવાય છે. સંજ્ઞાના વિવિધરૂપ છે. નામને પણ સંજ્ઞા કહે છે. જ્ઞાનને પણ સંજ્ઞા કહે છે તથા આહાર, ભય, મૈથુન અને પરિગ્રહને પણ સંજ્ઞા કહેવાય છે. પ્રજ્ઞાપના સૂત્રનાં ભાષા પદમાં જે સf (સંજ્ઞી) શબ્દનો પ્રયોગ કરેલ છે તે શબ્દ સંકેતને ગ્રહણ કરવા માટે છે. જે બાળક શબ્દ સંકેતથી અર્થ કે પદાર્થને જાણતા નથી તે પણ એક પ્રકારના અસંજ્ઞી જ છે. અહીં સંજ્ઞી શબ્દ સંજ્ઞાના આ ત્રણે અર્થોથી પૃથફ અર્થ રાખે છે. મનવાળા જીવ જ અહીં સંજ્ઞી શબ્દથી અભીષ્ટ છે. તિર્યંચ અને મનુષ્ય ગતિના સમનસ્ક સંજ્ઞી જીવ પ્રાય: ગર્ભથી ઉત્પન્ન થાય છે. નરક અને દેવગતિના સમનસ્ક સંજ્ઞી જીવોનો જન્મ ઉપપાતથી થાય છે, તે ગર્ભથી ઉત્પન્ન થતાં નથી. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવ અસંજ્ઞી હોય છે. કારણ કે તે મનથી રહિત હોય છે. આ પ્રમાણે બધા વિકસેન્દ્રિય પણ અસંશી હોય છે. પંચેન્દ્રિય જીવ સંજ્ઞી પણ હોય છે અને અસંજ્ઞી પણ હોય છે. આમાં નૈરયિક જીવ, ભવનપતિદેવ અને વાણવ્યંતરદેવ સંજ્ઞી પણ હોય છે અને અસંજ્ઞી પણ હોય છે. દેવ અને નરક ગતિમાં અન્ય પંચેન્દ્રિય અસંજ્ઞી જીવ પણ ઉત્પન્ન થાય છે. માટે પૂર્વભવની અપેક્ષાએ તે અલ્પકાળ સુધી અસંજ્ઞી રહે છે. તિર્યંચ પંચેન્દ્રિય સંજ્ઞી અને અસંજ્ઞી બન્ને પ્રકારના હોય છે. તે સંમૂર્ણિમ હોવાથી અસંજ્ઞી અને ગર્ભજ હોવાથી સંજ્ઞી હોય છે. આ પ્રમાણે મનુષ્ય પણ સંમૂર્ણિમ હોવાથી અસંજ્ઞી અને ગર્ભજ હોવાથી સંજ્ઞી હોય છે. મનુષ્ય જ્યારે કપાય રહિત થઈ જાય છે ત્યારે તેર (૧૩) અને ચૌદ (૧૪) ગુણસ્થાનમાં નોસંજ્ઞી અને નોઅસંજ્ઞી હોય છે. અર્થાત્ તે સંજ્ઞીત્વ અને અસંજ્ઞીત્વથી દૂર હોય છે. મન હોવાથી પણ તે મનનો ઉપયોગ કરતાં નથી. માટે નોસંજ્ઞી હોય છે. તથા એકેન્દ્રિય અને વિકલેન્દ્રિઓની જેમ તે મન રહિત હોતાં નથી, માટે નોઅસંજ્ઞી હોય છે. આ પ્રમાણે સિદ્ધ જીવ સંજ્ઞી હોતા નથી અને અસંશી હોતા નથી. તે નોસંજ્ઞી અને નોઅસંજ્ઞી હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy