________________
दव्वाणुओगस्स उक्खेवोतए णं समणे भगवं महावीरे तीसे य महइ महालियाए परिसाए, मुणि परिसाए, जइ परिसाए, देव परिसाए, अणेगसयाए, अणेगसयवंदाए, अणेगसयवंदपरिवाराए, सारयणवत्थणिय महुर गम्भीर कोंचणिग्घोस दुंदुभिस्सरे,
उरे वित्थडाए, कंठे वट्टियाए, सिरे समाइण्णाए, अगरलाए, अमम्मणाए, सुवत्तक्खरसण्णिवाइयाए पुण्णरत्ताए, सवभासाणुगामिणीए सरस्सईए, जोयण-णीहारिणा सरेणं, अद्धमागहाए भासाए धम्म परिकहेइ, सावियणंअद्धमागहाभासातेसिंसब्वेसिंआरियमणारियाणं अप्पणो सभासाए परिणमेणं परिणमइतं जहा-अस्थि लोए, अत्थि अलोए।
-નવા, મનવા, વંધે મોપે પુor, વે, બાસવે, संवरे, वेयणा, णिज्जरा, अरिहंता, चक्कवट्टी, बलदेवा, वासुदेवा, નરT, રચા, तिरिक्खजोणिया. तिरिक्खजोणिणीओ મથા, પિચ, રિસો, વા, હેવીયા, સિદ્ધિ, નિવા. परिणिqया। अत्थि १ पाणाइवाए -जाव-१८ मिच्छादसणसल्ले
દ્રવ્યાનુયોગ ભાગ-૧ દ્રવ્યાનુયોગનું ઉપોદ્દાત : તે સમયે શ્રમણ ભગવાન મહાવીરે તે વિશાળ મહાનું પરિષદમાં, મુનિ પરિષદમાં, યતિ પરિષદમાં, દેવ પરિષદમાં, અનેક સો, અનેક સો સમુદાય, અનેક સો સમુદાયનાં પરિવારવાળી પરિષદામાં, શરદઋતુના નવા વાદળાની ગર્જના જેવી, કૌંચ પક્ષી તથા દુદુભિના નાદ જેવી મધુર ધ્વનિમાં, હૃદયમાં વિસ્તૃત, ગળામાં સ્થિર, મસ્તિષ્કમાં સમાયેલું, અસ્મલિત, સ્પષ્ટ ઉચ્ચારણ સહિત, વ્યક્ત અક્ષરોમાં પૂર્ણ સંયોજન સહિત, સર્વ ભાષાનુગામિની વાણી, જે યોજન સુધી સાંભળી શકાય એવા સ્વરમાં, અદ્ધમાગધી ભાષામાં ધર્મ કહ્યો – તે અદ્ધમાગધી ભાષાએ બધા આર્ય-અનાર્ય શ્રોતાઓની પોતાની ભાષામાં પરિણત થઈ ગઈ. જેમ - લોકનું અસ્તિત્વ છે, અલોકનું અસ્તિત્વ છે. આ પ્રમાણે – જીવ, અજીવ, બંધ, મોક્ષ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, વેદના, નિર્જરા, અરિહંત, ચક્રવત, બળદેવ, વાસુદેવ, નરક, નૈરયિક, તિર્યંચ યોનિક, તિર્યંચયોનિકી, માતા, પિતા, ઋષિ, દેવ, દેવલોક, સિદ્ધિ, પરિનિર્વાણ (કર્મક્ષય), પરિનિવૃત્ત (કર્મક્ષય કરવાવાળા) છે. ૧, પ્રાણાતિપાત -ચાવત- ૧૮ મિથ્યાદર્શનશલ્ય એ અઢાર પ્રકારના પાપના સ્થાન છે. ૧ પ્રાણાતિપાત વિરમણ -(હિંસાથી નિવૃત્ત)-યાવત-૧૮ મિથ્યાદર્શનશલ્યવિવેક એ પાપ ત્યાગના અઢાર સ્થાન છે. બધા અસ્તિભાવ પોતાના(દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષા) અસ્તિત્ત્વ રુપ કહેવાય છે. બધા નાસ્તિભાવ- નાસ્તિત્વ રુપ કહેવાય છે. શુભ ભાવ દ્વારા આચરેલ કર્મથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. અશુભ ભાવ દ્વારા આચરેલ કર્મથી અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. જીવ પુણ્ય પાપ કર્મોને સ્પર્શે છે. (સંસારી) જીવ જન્મ-મરણ કરે છે.
अत्थि १ पाणाइवायवेरमणे -जाव- १८ मिच्छादसणसल्लविवेगे। सव्वं अत्थिभावं अत्थित्ति वयइ,
सव्वं णत्थिभावं णस्थित्ति वयइ, सुचिण्णा कम्मा सुचिण्णफला भवंति,
दुचिण्णा कम्मा दुचिण्णफला भवंति,
फुसइ पुण्णपावे, पच्चायति जीवा.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org