________________
ગુણીને ફરીથી વિગત- પ્રક્રિયા દ્વારા ચંદ્રનક્ષત્ર યોગ કાઢવામાં આવે છે. ત્રીજી શ્રાવઠી માટે યુગના આદિથી ૨૫મી સંખ્યા થવાથી અવધાર્થ રાશિને ૨૫થી ગુણીને ફરીથી તે જ ગણત્રી કરવામાં આવે છે. શું અહીં અવધાર્ય રાશિ અને વરાશિ એક જેવી પ્રતીત નથી થતી ? એ સ્પષ્ટ થયું નથી.
આ પ્રમાણે ઉપરોક્ત વિધિથી ૧૨ અમાવસ્યાઓમાં ચંદ્રયોગ નક્ષત્ર વિવેચન કરવામાં આવે છે. એ સુત્રમાં એ અમાવસ્યાઓનો કલાદિ નક્ષત્ર યોગ યોજના દર્શાવવામાં આવી છે. સૂત્ર ૧૧૬૮, પૃ. ૨૪૦ - ૨૪૨
આ સૂત્રમાં નક્ષત્રોના પૂર્વાદિ ભાગો સાથે યોગ, ક્ષેત્ર અને કાળ પ્રમાણ આપવામાં આવ્યું છે. આ યોગ ચંદ્ર અને નક્ષત્રના વિસ્તાર તથા એની સાપેક્ષ ગતિ પર નિર્ભર છે અને દિવસના પ્રારંભ તેમજ અંત સંબંધી છે. એની ગણના સરળ છે. આ અવલોકન સ્પષ્ટ છે કે - વિભિન્ન સ્થળો માટે ભિન્ન-ભિન્ન હશે. સૂત્ર ૧૧૭૫, પૃ. ૨૫૦ - ૨૫૪
પૂર્વાચાર્યોએ આઠ ગાથાઓ દ્વારા પૌરૂષનું પરિમાણ પ્રતિપાદિત કર્યું છે. એનો ભાવાર્થ આ પ્રમાણે છે - (જુઓ સૂ.૪.પ્ર. ભાગ ૧, પૃ. ૯૪૭).
યુગમાં જે પર્વનું જે તિથિમાં પોચપીનું પરિમાણ જાણવા ઈચ્છે તો પહેલા યુગના આદિથી આરંભ કરીને જેટલા પર્વ વીતી ગયા હોય એને લઈને ૧૫ વડે ગુણવામાં આવે. ગુણાકાર કરીને વિવક્ષિત તિથિથી પહેલા જેટલી તિથિઓ વ્યતીત થઈ ગઈ હોય એ તિથિઓને ઉમેરાવામાં આવે. ઉમેરીને ૧૮૬ વડે એનો ભાગ કરે તો આ પ્રકારે ૧ અયનમાં ૧૮૩ મંડળ પરિમાણમાં ચંદ્ર નિષ્પાદિત તિથિઓની સંખ્યા ૧૮૬ થાય છે. એના ભાગ કરવાથી જે ભાગફળ આવે છે તે પોરીનું પ્રમાણ હોય છે. એમાં જે લબ્ધ વિષમ હોય, જેમકે - ૧, ૩, ૫, ૭, ૯.... હોય તો એનું સમીપસ્થ દક્ષિણાયન સમજવું જોઈએ. જો લબ્ધ સમ હોય, જેમકે - ૨, ૪, ૬, ૮, ૧૦ વગેરે તો એના પર્યન્ત ઉત્તરાયણ સમજવું જોઈએ.
જો ૧૮૬ દ્વારા ભાગવાથી પૂરા ભાગ ન આવે અને શેષ બાકી રહે તો એની વિધિ આ છે- અયન વીતે ઈત્યાદિ જે પર્વ ભાગવાથી કે ભાગના અસક્સવપનની દશામાં શેષ રૂપ અયનગત તિથિનો સમૂહ હોય છે. એને ચાર વડે ગુણે છે. ગુણાકાર કરીને પર્વ પાદથી યુગમાં પર્વ સંખ્યાથી (ગ્રન્થાગ્ર ૪૦૦૦) પર્વ ૧૨૪ હોય છે. એના પાદથી અર્થાતુ ચતુર્થાશથી ૩૧ ભાગ કર્યા પછી જે ભાગફળ આવે એટલા આગળ અને આંગળના અંશ પૌરૂષીની ક્ષય-વૃદ્ધિ જાણવા જોઈએ. દક્ષિણાયનમાં પાદ પ્રવરાશિના ઉપર વૃદ્ધિરૂપથી તથા ઉત્તરાયણમાં પાદ ધ્રુવરાશિનું :
ગુણાકાર અને ભાગાકાર ઉત્પત્તિ- જો ૧૮૬ તિથિથી ૨૪ આંગળની ક્ષય કે વૃદ્ધિ પ્રાપ્ત હોય તો ૧ તીથિમાં છે અથવા તે ક્ષય કે વૃદ્ધિ થાય છે. જે લબ્ધફળ છે એટલા આગળ ક્ષયવૃદ્ધિ થાય છે.
દક્ષિણાયનમાં બે પાદથી ઉપર આંગળોમાં વૃદ્ધિ થાય છે તથા ઉત્તરાયણમાં ૪ પાદથી આંગળોની હાનિ કે ક્ષય થાય છે.
યુગના પ્રથમ સંવત્સરમાં શ્રાવણમાસના કૃષ્ણપક્ષની પ્રતિપદામાં ૨ પાદ પ્રમાણવાળી પોષી નિશ્ચિત થાય છે. એનો પ્રતિપદાથી આરંભ કરીને પ્રત્યેક તિથિની ક્રમથી યાવતુ પર્યન્ત વધારવામાં આવે છે. યાવતું સૌરમાસના સાઢા ત્રીસ અહોરાત્ર પ્રમાણથી ચંદ્રમાસની અપેક્ષાથી ૩૧ તિથિમાં ૪ આંગળની વૃદ્ધિ થાય છે. કારણકે - ૧ તિથિમાં એ ભાગ હાનિ-વૃદ્ધિ થાય છે.
યુગના પ્રથમ સંવત્સરમાં માઘના કૃષ્ણપક્ષમાં સપ્તમીથી આરંભીને ૪ પાદથી પ્રત્યેક તિથિ ભાગ ઘટતી એવી ઉત્તરાયણ પર્યત બે પાદ પોરબી થઈ જાય છે. પર્વ-તિથિમાં પોષી ગણના :
જો યુગના પ્રારંભથી ૨૫માં પર્વની પમી તિથિમાં પોરપી પાદ ગણના કાઢવી હોય તો સર્વ પ્રથમ એક બાજુ ૮૪ રાખવામાં આવે છે અને એની નીચે પમી તિથિના વિષયમાં પ્રશ્ન થવાથી ૫ રાખવામાં આવે છે. તથા ૮૪ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org