________________
ગ્રન્થમાલાના આદ્ય પ્રેકો
ધર્મપ્રાણ વીરલોકાશાહની પરંપરામાં અનેક મહાપુરુષો થયા, જેમાં આચાર્ય જીવરાજજી મ. નું નામ ક્રિયોદ્ધારકમાં વિશેષરૂપથી ગણાય. તેમના મુખ્યરૂપથી ચાર શિષ્યો થયા. જેમાં આચાર્યશ્રી સ્વામીદાસજી મ. નું નામ અગ્રણીય હતું. તેઓ પરણવા જતા હતા ત્યાં રસ્તામાં જ પૂજ્યશ્રી દીપચંદજી મ. નો ઉપદેશ ચાલતો હતો, તે સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે સમયે ભાવિ પત્નીને રાખડી બાંધી, બહેન બનાવી દિક્ષિત થઈ ગયા. તે બહુ જ મહાન જ્ઞાની થયા, પ્રભાવશાળી થયા. તેમના અક્ષરો મોતી જેવા હતા. આજે પણ તેમની લખેલી બત્રીસી જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ છે. તેમની પરંપરામાં ઘણા બધા તપસ્વી-જ્ઞાની સંતો થયા. આવા મહાન પુરુષને આ ગ્રન્થ સમર્પણ કરવામાં આવ્યો છે.
તેમાં જ પૂજ્ય ગુરૂદેવશ્રી ફતેહચંદજી મ. હતા. જેમની ૮૦ વર્ષની ઉંમરમાં પણ બધી ઈન્દ્રિયો સ્વસ્થ હતી. તેઓ દરરોજ એક આસન પર બેસીને સાત કલાક ભજન કરતા હતા. તેમના જ ગુરૂભાઇ પ્રતાપચંદ્રજી મ. હતા. તેમનો અવાજ બહુ જ બુલંદ હતો તેમના રાત્રિ પ્રવચનમાં બધી જ્ઞાતિના લોકો (જૈન - જૈનેતર) આવતા હતા. એવા તે પ્રભાવશાળી હતાં. તેમના જ શિષ્ય કમલમુનિ છે. તેમને ભણાવવામાં ઘણી જ કાળજી રાખી, મોટા પંડિતો પાસે અધ્યયન કરાવ્યું. ૧૧ વર્ષ સુધી વૈરાગ્યકાળમાં (દિક્ષાર્થી અવસ્થામાં) રાખી આગમોનું અને ટીકા-પૂર્ણી-ભાષ્યનું વિશેષ અધ્યયન કરાવ્યું તે તેમનો મહાન ઉપકાર હતો, તે કારણે જ આ ગ્રન્થશાળા તેમની સ્મૃતિમાં પ્રગટ થઈ રહી છે, પાઠક આ ગ્રન્થોનો ખૂબ જ લાભ લે એજ અભ્યર્થના.
- વિનયમુનિ
in Education Intemato
library.org