________________
૩. આ બીજો આરો વીત્યા પછી બેંતાલીસ હજાર ઓછા એક કોડાકોડી સાગરોપમ પ્રમાણવાળો ત્રીજા દુષમાસુષમા’ નામના આરાનો પ્રારંભ થાય છે. અહીંના મનુષ્ય પોતાના આચાર-વિચાર અનુસાર જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વ કોડીનું આયુષ્ય ભોગવીને ચારે ગતિઓમાં જન્મ લે છે અને કોઈ-કોઈ સિદ્ધ-બુદ્ધ-મુક્ત થાય છે. આ કાળ માં તીર્થકર વંશ, ચક્રવર્તી વંશ, દશાર વંશ ઉત્પન્ન થાય છે અને ૨૩ તીર્થકર, ૧૧ ચક્રવર્તી , ૯ બળદેવ, ૯ વાસુદેવ ઉત્પન્ન થાય છે.
૪, આ ત્રીજો આરો વીત્યા પછી બે કોડાકોડી સાગરોપમનો સુષમા-દુષમા' નામનો ચોથા આરાનો આરંભ થાય છે. પદાર્થોના વર્ણાદિ પર્યાયોમાં અનન્ત ગણી વૃદ્ધિ થતી જાય છે. આ કાળ પહેલા, બીજા તેમજ ત્રીજા ત્રિભાગોમાં વિભક્ત છે. આ કાળના પ્રથમ ત્રિભાગમાં સુમતિ આદિ ઋષભ પર્યત પંદર કુલકરોની ઉત્પત્તિ થાય છે અને રાજધર્મ, ગણધર્મ, પાખંડધર્મ, અગ્નિધર્મ, ધર્માચરણ બુચ્છિન્ન થઈ જશે એવી અન્ય આચાર્યોની માન્યતા છે. મધ્યમ અને અંતિમ ત્રિભાગનું વર્ણન અવસર્પિણીના પ્રથમ અને મધ્યમ ત્રિભાગના જેવું જ સમજવું જોઈએ.
પ-૬. પાંચમા ત્રણ કોડાકોડી સાગરોપમ કાળનો સુષમા” આરો તેમજ છઠ્ઠા ચાર કોડાકોડી સાગરોપમ કાળ ના સુષમ-સુષમા' આરાનું વર્ણન અવસર્પિણી કાળના બીજા, પહેલા આરાની સમાન સમજવું જોઈએ.
એક સાગરોપમનું કાળ પ્રમાણ પલ્યોપમ કાળ પ્રમાણ દ્વારા દર્શાવતા કહેવામાં આવ્યું છે કે - એમાં મનુષ્ય, તિર્યંચ, દેવ, નારકોની આયુષ્યનું પ્રમાણ જ્ઞાત કરવામાં આવે છે. ઉપર્યુક્ત કથનનો ફલિતાર્થ એ પણ થઈ શકે છે કે - કાળ બે પ્રકારનો છે. (૧) ગણિતકાળ (૨) ઉપમાકાળ. ગણિતકાળ સમયથી લઈ શીર્ષ પ્રહેલિકા પર્યત છે જેનું વર્ણન પૂર્વમાં કરવામાં આવ્યું છે.
ઔપમિક કાળ બે પ્રકારના છે - પલ્યોપમ, સાગરોપમ. પલ્યોપમના સ્વરૂપને સમજવાનો આ એકમ પરમાણું છે. અનન્તર ઉચ્છલક્ષણશ્લેક્ષણિકાનાક્રમથી ઉત્તરોત્તર ગણના કરતા-કરતા દંડ, ધનુષ્ય, ગાઉ યોજનની ગણના કરીને એક યોજન લાંબો-પહોળો-ઊંડો અને કંઈક વધુ ત્રણ ગણી પરિધિવાળો પલ્ય (ખાડો) એક દિવસથી લઈ ઉત્કૃષ્ટ સાત દિવસ સુધી એને બાલાઝ છેડાઓ વડે એવો ઠસોઠાસ ભરવામાં આવે કે - જેને અગ્નિ, જલ, વાયુ આદિ કંઈપણ હાનિ પહોંચાડી શકે નહીં. પણ એ પલ્યમાંથી સો-સો વર્ષ પછી એક બાલાઝ કાઢવામાં આવે, જેટલા સમયમાં તે પલ્ય સર્વથા ખાલી થઈ જાય એટલો કાળ પલ્યોપમ કહેવાય છે. એવા પ્રમાણવાળા દસ કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. અહીં આરાનું સંક્ષિપ્તમાં પુન:વિવરણ દર્શાવવામાં આવે છે. ચાર કોટાકોટિ સાગરોપમનો અવસર્પિણી કાળનો પ્રથમ સુષમ-સુષમાં આરો હોય છે. ત્રણ કોટાકોટિ સાગરોપમ (જેટલો) બીજો સુષમા આરો, બે કોટાકોટિ સાગરોપમ (જેટલો) ત્રીજો સુષમ-દુષમ આરો, બેંતાલીસ હજાર વર્ષ ઓછા એક સાગરોપમ (જેટલો) ચોથો દુષમ-સુષમા આરો, એકવીસ હજાર વર્ષનો પાંચમો દુષમા આરો અને એકવીસ હજાર વર્ષનો છઠ્ઠો દુષમ-દુષમા આરો હોય છે. ઉત્સર્પિણી કાળના આરાઓની ગણના અવસર્પિણી કાળના પ્રતિલોમ ક્રમ તેમજ એમના કાળમાન અનુસાર કહેવા જોઈએ. અર્થાત પ્રથમથી લઈને છઠ્ઠા આરા સુધીના નામ. (૧) દુષમ-દુષમાં, (૨) દુષમાં, (૩) દુષમ-સુષમા, (૪) સુષમ-દુષમા, (૫) સુષમા, (૬) સુષમ-સુષમા અને એમનું કાળ પ્રમાણ ક્રમશઃ એકવીસ હજાર વર્ષ, એકવીસ હજાર વર્ષ, બેંતાલીસ હજાર વર્ષ ઓછા એક કોટાકોટિ સાગરોપમ, બે કોટાકોટિ સાગરોપમ, ત્રણ કોટાકોટિ સાગરોપમ તથા ચાર કોટાકોટિ સાગરોપમ. આ પ્રકારે દસ કોટાકોટિ સાગરોપમનો એક અવસર્પિણી અને દસ કોટાકોટિ સાગરોપમનો એક ઉત્સર્પિણીનો કાળ પ્રમાણ છે. બન્નેનો મળીને વીસ કોટાકોટિ સાગરોપમ કાળ પ્રમાણ હોય છે.
પલ્યોપમના ત્રણ ભેદ છે- ૧, ઉદ્ધાર પલ્યોપમ, ૨. અદ્ધાપલ્યોપમ, ૩. ક્ષેત્રપલ્યોપમ. આ ત્રણે ભેદ સૂક્ષ્મ અને વ્યાવહારિક (એવા) બે પ્રકારના હોય છે. વ્યાવહારિક ભેદ સૂક્ષ્મભેદનું વર્ણન કરવા માટે ભૂમિકા રૂપ છે. દસ કોટાકોટિ વ્યાવહારિક ઉદ્ધાર આદિ ત્રણે પલ્યોપમોનું એ-એ નામ વાળું એક સાગરોપમ હોય છે. સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ-સાગરોપમ વડે દ્વીપ સમુદ્રોનું પરિમાણ જાણી શકાય છે. સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ અને સાગરોપમથી નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવોના આયુષ્ય માપવામાં આવે છે.
ક્ષેત્ર પલ્યોપમ બે પ્રકારના છે - ૧. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ, ૨. વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ.
એક યોજન લાંબો-પહોળો અને એક યોજન ઊંચો તથા ત્રણ ગણાથી કંઈક વધુ પરિધિવાળો પલ્ય હોય એને એક દિવસથી લઈ સાત દિવસ સુધી ઉગેલા બાલાગ્રોથી એવી રીતે ભરવામાં આવે કે - અગ્નિ, જલ આદિ દ્વારા એમાં કોઈપણ પ્રકારની વિકૃતિ ન આવે, પછીથી આ બાલાઝો વડે સ્પર્શિત ક્ષેત્ર જેટલા સમયમાં અપહરણ કરતા-કરતા નિશ્રેષ્ટ નિર્લેપ થઈ જાય તે વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમનો પ્રમાણ છે. દસ કોડાકોડી વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org