________________
પાંચ સંવત્સરોમાં સૂર્ય પહેલી-બાસઠમી પૂર્ણિમામાં, બીજી-પહેલી પૂર્ણિમામાં, ત્રીજી-બીજી પૂર્ણિમામાં મંડળના એક સો ચોવીસ વિભાગ કરીને એમાંથી ચોરાણુંમાં ભાગ લઈને યોગ કરે છે. બારમી પૂર્ણિમાં ત્રીજી પૂર્ણિમામાં એક મંડળના એકસો ચોવીસ વિભાગ કરીને એમાં (ચારથી લઈ અગિયારમી પૂર્ણિમાના ભાગાન્તરોને ગ્રહણ કરે) આઠસો સુડતાલીસ ભાગ લઈને યોગ કરે છે. આ પ્રકારે એ-એ પૂર્ણિમાઓમાં સૂર્ય યોગ કરતા એવા બાસઠમી પૂર્ણિમાએ પૂર્વનાં મંડળને ચાર ભાગોમાંથી સત્તાવીસ ભાગ લઈને અઠ્ઠાવીસ ભાગના વીસ ભાગ કરીને એમાંથી અઢાર ભાગ લઈને દક્ષિણ મંડળના ચાર ભાગ કર્યા વિના ત્રીજા ભાગમાં બે-બે કલાઓથી સૂર્ય અંતિમ બાસઠમી પૂર્ણિમાનો યોગ કરે છે.
આ પ્રકારે અમાસ માટે પણ જાણવું જોઈએ. બાસઠમી અમાસમાં થોડું અંતર છે. તે મંડળના એક સો ચોવીસ વિભાગ કરીને એમાંથી સુડતાલીસ ભાગ પાછળ રાખીને બાકીના ભાગોમાં યોગ કરે છે.
(ચંદ્ર-સૂર્ય વર્ણનઃ સૂત્ર ૧૧૧૮ – ૧૧૪૬ પૃ.૧૬૦–૧૯૯) બે જ્યોતિર્મેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર-સૂર્ય છે જે પોતાના લાખો જ્યોતિષ્ક દેવો, ચાર હજાર સામાનિક દેવો, ચાર સપરિવાર અઝમહિષીઓ, ત્રણ પરિષદાઓ, સાત સેનાઓ, સાત સેનાધિપતિઓ, સોળ હજા૨ આત્મરક્ષક દેવો વગેરેનું આધિપત્ય કરતો એવો સમય વિતાવે છે.
પ્રત્યેક ચંદ્ર-સૂર્યનો અદ્દાસી મહાગ્રહ, અઠ્ઠાવીસ નક્ષત્ર અને છાસઠ હજાર નવસો પંચોતેર કોટા-કોટિ તારાગણનો પરિવાર છે તથા તુમ્બા, ત્રુટિકા અને પર્વ એ ત્રણ પરિષદાઓના નામ છે. એ પ્રકારે સામાનિક દેવો અને અગ્રમહિષિઓની પરિષદાઓ છે.
દક્ષિણાધિ-ઉત્તરાર્ધ મનુષ્ય ક્ષેત્રમાં છાસઠ ચંદ્ર પ્રભાસિત થયા, થાય છે અને થશે. આ પ્રકારે એ ક્ષેત્રમાં છાસઠ સૂર્ય તપ્યા, તપે છે અને તપશે. ચંદ્ર-સૂર્ય અંગે બે માન્યતાઓ છે- ૧. એક માન્યતાનુસાર એ જીવ નથી, એ અજીવ છે. ઘનીભૂત નથી, છિંદ્રોવાળા છે. સ્થૂળ શરીર નથી માત્ર કલેવર છે. એની નીચે સ્થૂળ ઘનવાયું છે જે કારણે વિદ્યુત ઉત્પન્ન થાય છે. તેમજ ગર્જના થાય છે. ૨. એક માન્યતાનુસાર ચંદ્ર-સૂર્ય જીવ છે. ઘનીભૂત છે. એનાથી વિદ્યુત ઉત્પન્ન થાય છે. પરાક્રમ છે. પરંતુ સૈદ્ધાંતિક માન્યતાનુસાર એ ચંદ્ર-સૂર્ય મહર્ધિક, ધૃતિ, બળ, યશ, સંપન્ન સુખી દેવ છે. શ્રેષ્ઠ માળો આભૂષણ ધારણ કરનારા છે. એના મંડળની સંસ્થિતિ છત્રાકાર રૂપ છે તથા સૂર્ય-ચંદ્રની સમચતુરગ્ન સંસ્થિતિ છે. ચંદ્ર-સૂર્ય મંડળોના આકાર અંગે આઠ અને ચંદ્ર-સૂર્ય અંગે સોળ માન્યતાઓ દર્શાવવામાં આવી છે. ચંદ્ર-સૂર્ય મંડળનો સમાસ એક યોજનના એકસઠ ભાગોમાંથી પીસ્તાલીસ ભાગ થાય છે. માનુષોત્તર પર્વતની બહાર ચંદ્રથી સૂર્યનું અને સૂર્યથી ચંદ્રનું અંતર પચાસ-પચાસ હજાર યોજનનું તથા સૂર્યથી સૂર્યનું અને ચંદ્રથી ચંદ્રનું અંતર એક લાખ યોજનનું છે અને આ બન્નેનો પ્રકાશ પરસ્પર અંતરિત થવાથી એની પ્રભા સોહામણી લાગે છે. - ચંદ્રની લેશ્યા જ્યોત્સના છે અને બન્ને સમાનાર્થક છે. એ પ્રકારે સૂર્યની વેશ્યા આતપ છે અને બન્નેનો અર્થ એક જ છે. છાયા અંધકારનું રૂપ છે અને બન્ને એકાર્થક છે.
ચંદ્ર સુત્ર કેટલા ક્ષેત્રને પ્રકાશિત વગેરે કરે છે એ અંગે બાર માન્યતાઓ છે- કોઈ એક, ત્રણ, સાડા ત્રણ, સાત, દસ, બાર, બેંતાલીસ, બોંતેર, એકસો બેંતાલીસ, એકસો બોંતેર, બેંતાલીસ હજાર અને કોઈ બોંતેર હજાર દ્વીપ સમુદ્રને પ્રકાશિત માને છે પરંતુ આગમિક માન્યતાનુસાર જ્યારે ભારત અને ઐરાવતના સૂર્ય સર્વાભ્યન્તર મંડળ ને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે જંબૂદ્વીપના પાંચ ચક્રભાગોમાંથી ત્રણને તથા ઉક્ત ત્રણ ભાગોમાંથી એક-એક સૂર્ય દોઢ-દોઢ ભાગને પ્રકાશિત વગેરે કરે છે. ત્યારે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ હોય છે. જ્યારે સર્વબાહ્ય મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે એક સૂર્ય પાંચ ચક્રોમાંથી એક ચક્ર ભાગને અવભાસિત કરે છે એ સમયે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે અને જધન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે. સર્વ બાહ્ય મંડળથી આભ્યન્તર મંડળમાં પ્રવેશ કરતા એવા સૂર્ય-ચંદ્રનું તાપક્ષેત્ર પ્રતિ દિવસ વધે છે અને સર્વાભ્યત્તર મંડળથી બાહ્ય મંડળ જતા સૂર્ય-ચંદ્રનું તાપક્ષેત્ર ઘટે છે.
પ્રત્યેક યુગમાં ચંદ્રની સાથે અભિજિતાદિ ઉત્તરાષાઢા પર્યત અઠ્ઠાવીસ નક્ષત્ર સડસઠ વાર અને સૂર્યની સાથે પાંચ વાર યોગ કરે છે.
ચંદ્ર પ્રત્યેક ચંદ્ર અર્ધમાસમાં ચૌદ મંડળ અને મંડળના એકસો ચોવીસ ભાગોમાંથી ચોથા ભાગનો એક ભાગ તથા સૂર્ય અર્ધમાસમાં સોળ મંડળોમાં તથા સોળમા મંડળમાં ગતિ કરવાના સમયે અન્ય બે આઠ ભાગોમાં જેમાં ચંદ્ર કોઈ અસામાન્ય ગતિમાં સ્વયં પ્રવેશ કરીને ગતિ કરે છે. અહીં પહેલા, બીજા અને ત્રીજા ચંદ્રાયણોનું વર્ણન આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org