________________
. ચંદ્ર આદિના વાહક દેવોની સંખ્યા, ૧૦. શીધ્ર-મંદ ગતિ, ૧૧. ઋદ્ધિ, ૧૨. તારાઓનું પારસ્પરિક અંતર, ૧૩. અગ્રમહિષી, ૧૪. ભોગ સામર્થ્ય, ૧૫, સ્થિતિ અને ૧૬. અલ્પ-બહુત્વ.
જ્યોતિષ્ક દેવોના ૧. ચંદ્ર, ૨. સૂર્ય, ૩. ગ્રહ, ૪. નક્ષત્ર, ૫. તારા. આ પાંચ પ્રકાર છે. આ રત્નપ્રભા પૃથ્વીના સમરમણીય ભૂભાગથી સાતસો નેવું યોજનની ઊંચાઈ પર ઉપરની બાજુ એકસો દસ યોજન ત્રાસાં અસંખ્યાત ક્ષેત્રમાં અસંખ્યાત લાખ વિમાનાવાસ હોવાનું કહેવામાં આવ્યું છે. એનું સંસ્થાન અર્ધ કપિત્થ ફળના આકારનું છે. સ્ફટિકરત્નમય છે. વિજય, વૈજયન્તી પતાકાઓ ફરફરતી રહે છે. આ વિમાનોમાં બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનિશ્ચર, રાહુ, કેતુ, બુધ અને મંગળ આદિ જ્યોતિષી દેવ નિવાસ કરે છે. તે તપેલા સુવર્ણ જેવા રંગવાળા છે. સમાન લેશ્યાવાળા છે. પોત-પોતાના મંડળમાં ગતિ કરનારા છે. અને મુકટમાં નામાંકિત ચિન્હો છે. એ વિમાન લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. આ બધા જ્યોતિષી દેવ મહાન ઋદ્ધિ, ધૃતિ આદિવાળા છે. તેઓ પોત-પોતાના વિમાનો, સામાનિક દેવો, સપરિવાર અઝમહિષીઓ, પરિષદાઓ, સેનાઓ, સેનાપતિઓ અને આત્મરક્ષક દેવો તેમજ અન્ય હજારો દેવ-દેવીઓ પર આધિપત્ય કરતા એવા સમય પસાર કરે છે. જ્યોતિષ્ક દેવોના અસંખ્યાત લાખ વિમાનાવાસ છે અને સર્વ સ્ફટિકરત્નમય છે. ચંદ્ર વિમાન આદિ અર્ધકપિત્થફળના આકારના છે અને ચારો તરફથી નીકળતા કિરણોથી પ્રભાયુક્ત છે.
લોકમાં ચંદ્ર, સૂર્યના પરિમાણ દર્શાવવા માટે જુદી-જુદી માન્યતાઓએ છે કે – એક, ત્રણ, સાડાત્રણ, સાત, દસ, બાર, બેંતાલીસ, બોંતેર, એકસો બેતાલીસ, એકસો બોંતેર, બેંતાલીસ હજાર, બોંતેર હજાર ચન્દ્ર અને સૂર્ય પ્રકાશિત વગેરે થાય છે. પણ આગમિક માન્યતા એ છે કે -
જેબૂદ્વીપમાં બે ચંદ્ર, બે સૂર્ય, છપ્પન નક્ષત્ર, એક સો છોત્તેર ગ્રહ અને એક લાખ તેત્રીસ હજાર નવસો પચાસ કોટા-કોટિ તારાગણ છે.
લવણસમુદ્રમાં ચાર ચંદ્ર, ચાર સૂર્ય, એકસો બાર નક્ષત્ર, ત્રણસો બાવન ગ્રહ અને બે લાખ સડસઠ હજાર નવસો કોટા-કોટી તારાગણ છે.
ધાતકીખંડ દ્વીપમાં બાર ચંદ્ર, બાર સૂર્ય, ત્રણસો છત્રીસ નક્ષત્ર, એક હજાર છપ્પન ગ્રહ, આઠ લાખ ત્રણ હજાર સાતસો કોટા-કોટી તારાગણ છે.
કાળોદ સમુદ્રમાં બેંતાલીસ ચંદ્ર, બેંતાલીસ સૂર્ય, અગિયારસો છોતેર નક્ષત્ર, ત્રણ હજાર છસો છ— ગ્રહ અને અઠ્ઠયાવીસ લાખ બાર હજાર નવસો પચાસ કોટા કોટી તારાગણ છે. - પુષ્કરવરદ્વીપમાં એકસો ચુંમાલીસ ચંદ્ર, એકસો ચુંમાલીસ સૂર્ય, ચાર હજાર બત્રીસ નક્ષત્ર, બાર હજાર છસો બોંતેર ગ્રહ અને છ— લાખ ચુંમાલીસ હજાર ચારસો કોટાકોટિ તારાગણ છે.
આભ્યન્તર પુષ્કરવર દ્વીપાર્ધમાં બોંતેર ચન્દ્ર, બોતેર સૂર્ય, છ હજાર ત્રણસો છત્રીસ ગ્રહ, સોળ હજાર બે નક્ષત્ર, અડતાલીસ લાખ બાવીસ હજાર બસો કોટા-કોટિ તારાગણ છે.
મનુષ્યક્ષેત્ર (સમયક્ષેત્રોમાં એકસો બત્રીસ ચંદ્ર, એકસો બત્રીસ સૂર્ય, અગિયાર હજાર છસો સોળ ગ્રહ, ત્રણ હજાર છસો છ— નક્ષત્રો અને અયાસી લાખ ચાલીસ હજા૨ સાત સો કોટા-કાટિ તારાગણ છે.
આ બધા ગતિશીલ અને કદંબ પુષ્પના આકારનાં છે. મનુષ્યક્ષેત્રની બહાર અસંખ્ય તારાપિંડ દર્શાવવામાં આવ્યા છે.
વચ્ચમાં એક વિશેષ ચર્ચા(એ) છે કે – લવણ સમુદ્રમાં કૃતિકાથી ભરણી પર્યત ચાર-ચાર નક્ષત્ર ચંદ્રની સાથે યોગ કરે છે. એમાં અગ્નિ આદિ ચાર-ચાર દેવ છે અને અંગારથી ભાવ ક્યુ સુધી બધા પ્રહ ચાલે છે, ચાલતા હતા અને ચાલતા રહેશે.
પુષ્કરોદ સમુદ્રથી આરંભી કુંડલવર ભાસોદ સમુદ્ર પર્યન્ત સંખ્યાત ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને કોટા-કોટિ તારાગણ છે. એના પછી ટુચક દ્વીપથી આરંભી સ્વયંભૂરમણ સમુદ્ર પર્યત અસંખ્ય ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને કોટા-કોટિ તારાગણ છે. એ વર્તમાન, ભૂત, ભવિષ્યની અપેક્ષાએ ત્રણ કાળોમાં પ્રકાશિત અને સુશોભિત બની રહે છે.
ઉપયુક્ત સંખ્યાના પ્રમાણથી એ સ્પષ્ટ થઈ જાય છે કે – ચંદ્ર, સૂર્ય પરસ્પર સરખા છે. સૌથી ઓછા નક્ષત્ર છે. એનાથી ગ્રહ સંખ્યય ગણા છે એનાથી પણ તારાગણ સંખ્યય ગણા છે.
મંદર પર્વતથી અગિયારસો એકવીસ યોજનાના અંતરે એ જ્યોતિષ્ક ગતિ કરે છે અને લોકાત્તથી અગિયારસો અગિયાર યોજનાનું અંતર છે અને આ સમરમણીયભૂભાગથી ઊંચાઈની બાબતમાં અન્યતીર્થકોની પચ્ચીસ માન્યતાઓ છે : પ્રથમથી આરંભી પચ્ચીસમી માન્યતા પર્યંત સૂર્ય એક હજાર યોજન ઊંચો અને ચંદ્ર દોઢ હજાર યોજનના ક્રમથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org