________________
ઝા ગણાતાનયોગ : સારાંશ
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
**
(વાણવ્યન્તરદેવઃ સૂત્ર ૯૬૪-૯૮૪ પૃ.૧-૧૧) વાણવ્યન્તર દેવ તિર્યગુલોકવાસી દેવ છે. એટલે તિર્યલોકના દ્વિપાદિનું વર્ણન કર્યા પછી સ્થાન વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ રત્નપ્રભા પૃથ્વીના સહસ્ત્ર યોજન જાડા રત્નમય કાંડમાંથી ઉપર નીચેથી સો યોજન જવા દઈને વચ્ચેના આઠસો યોજનમાં ત્રાંસા અસંખ્ય લાખ ભૌમેય નગરાવાસ કહેવામાં આવ્યા છે. આ ભૌમેય નગર બહારથી ગોળ અને અંદરથી ચોરસ, રત્નમય અને સ્વચ્છ છે. એમાં પર્યાપ્ત - અપર્યાપ્ત બાણવ્યન્તર દેવોના સ્થાન છે. એ સ્થાન ઉપપાત, સમુઘાત અને સ્વ-સ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. આ ભૌમેય નગરાવાસોમાં નિમ્ન વાણવ્યન્તર દેવો નિવાસ કરે છે :
૧. પિશાચ, ૨. ભૂત, ૩. યક્ષ, ૪. રાક્ષસ, પ. કિન્નર, ૬. જિંપુરુષ, ૭. મહોરગ, ૮. ગંધર્વ, ૧. અણપનિક, ૨. પણપક્નિક, ૩. ઋષિવાદિક, ૪. ભૂતવાદિત, ૫. કંદિત, ૬. મહાકંદિત, ૭. કુહંડ, ૮. પતંગદેવ.
એ બધા ચંચળ સ્વભાવવાળા, ક્રિીડા અને હાસ્યપ્રિય છે તથા ગીત નૃત્ય વગેરેમાં એમની વિશેષ રૂચિ હોય છે. સુંદર વસ્ત્રાભૂષણો વગેરેથી શણગારેલા હોય છે. ઈચ્છાનુસાર રૂપ અને દેહ ધારણ કરી લે છે. કલહ, ક્રીડા, કોલાહલ વગેરે એના પ્રિય (વિષયો) છે. હાથમાં તલવાર મુદુગર અને ભાલા વગેરે હોય છે. એ બધા પોતાના ભવનવાસો, સામાનિક દેવો, અગમહિષીઓ, પરિષદાઓ, સેનાઓ, સેનાપતિઓ, આત્મરક્ષક દેવો વગેરે સાથે ભોગ ભોગવામાં સમર્થ હોય છે. - હવે પિશાચાદિ પ્રત્યેક વાણવ્યંતરનું જુદું-જુદું વર્ણન આ પ્રમાણે છે :
પિશાચોના આવાસસ્થાન રત્નપ્રભા પૃથ્વીના સહસ્ત્રયોજન વિસ્તીર્ણ રત્નકાંડની મધ્યમાં આઠસો યોજન ત્રાંસા અસંખ્યાત લાખ કહેવામાં આવ્યા છે. કાળ અને મહાકાળ એ બે એના ઈન્દ્ર છે. તેઓ મહર્થિક અને મહાદ્યુતિવાળા છે. દિશાની અપેક્ષાએ એના બે ભેદ છે- દક્ષિણદિશાવાસી અને ઉત્તરદિશાવાસી.
દક્ષિણ દિશાવાસી પિશાચેન્દ્રનું નામ કાળ છે. એના ચાર હજાર સામાનિક દેવ, એનાથી ચારગણા (૧૬ હજાર) આત્મરક્ષક દેવ, ચાર અગ્રમહિષીઓ, ત્રણ પરિષદાઓ, સાત સેનાઓ, સાત સેનાપતિ વગેરે છે, જેનું આધિપત્ય કરતા એવો તે સમય પસાર કરે છે.
ઉત્તર દિશાના પિશાચેન્દ્રનું નામ મહાકાળ છે. બાકીનું વર્ણન કાળ જેવું જ છે. એ પ્રમાણે બાકીના ભૂતાદિ વ્યત્તરોના સ્થાન આદિનું વર્ણન જાણવું જોઈએ. એના દક્ષિણ અને ઉત્તરદિશાની અપેક્ષાએ ઈન્દ્રોના નામ આ પ્રમાણે છે :
(૨) ભૂતોના ઇંદ્ર - ૧. સુરુ૫, ૨. પ્રતિરુપ, (૩) યક્ષોના ઇંદ્ર – ૧. પૂર્ણભદ્ર, ૨. મણિભદ્ર (૪) રાક્ષસોના ઇંદ્ર - ૧. ભીમ ૨. મહાભીમ (૫) કિન્નરોના ઇંદ્ર - ૧. કિન્નર, ૨. કિંપુરુષ. (૬) ડિંપુરુષોના ઇંદ્ર. ૧. સત્પરુષ, ૨. મહાપુરુષ. (૭) મહોરગોના ઇંદ્ર - ૧. અતિકાય, ૨. મહાકાય,
(૮) ગંધર્વોના ઈંદ્ર ૧. ગીતરતિ, ૨. ગીતયશ. એમાં ઈકાઈવાળા (એકીવાળા) દક્ષિણ દિશાની તરફ દહાઈવાળા (બેકીવાળા) ઉત્તર દિશાના ઇંદ્ર છે..
આઠ વાણબત્તરોના ચૈત્યવક્ષોના નામ આ પ્રકારે છે. ૧. કદંબ, ૨. વટ, ૩, તુલસી, ૪, કંડક, ૫. અશોક, ૬. ચંપક, ૭. નાગવૃક્ષ, ૮. હિંદુક. આ બધા ચૈત્ય વૃક્ષ આઠ-આઠ યોજન ઊંચા છે. . અણપક્નિક વગેરે આઠ પ્રકારના વાણવ્યંતરોના આવાસ સ્થાન રત્નપ્રભા પૃથ્વીના સહસ્ત્રયોજન જાડા રત્નકાંડના ઉપર નીચે એક-એક સો યોજન જવા દઈને વચ્ચેના આઠસો યોજનમાં છે.
અણપનિક વગેરે આઠ વાણવ્યંતરોના દક્ષિણ અને ઉત્તર દિશાના ક્રમાનુસાર ઈંદ્રોના નામ આ પ્રમાણે છે : ૧. અણપક્નિકના ઇંદ્ર - ૧. સન્નિહિત, ૨. સામાન્ય. ૨. પણપક્નિકના ઇંદ્ર - ૧. ધાતા, ૨. વિધાતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org