________________
જ * *
છે, આ
'
=
છે.
ક.
કાકી
HITE થી
ત ચાર હજાર સામાનિક દેવોની સાથે ગોતૂપ રાજધાનીમાં વિચરણ કરે છે. આ કારણ ગોસ્તૂપ આવાસ પર્વત શાશ્વત યાવત્ નિત્ય છે.
આ ભુજગેન્દ્ર ભુજગરાજ ગોતૂપ દેવની ગોસ્તૂપા રાજધાની આવાસ પર્વતનાં પૂર્વમાં તિરછા અસંખ્ય દ્વીપ સમુદ્ર પાર કરવા પછી બીજા સમુદ્રમાં છે.
શિવક - નાગરાજનો ઉદકભાસ આવાસ પર્વત મેરૂ પર્વતથી દક્ષિણમાં છે. તથા લવણ સમુદ્રના આઠ યોજન ક્ષેત્રને અવભાસિત કરે છે યાવત્ પ્રભાસિત કરે છે. અહિંયા શિવક મહર્ધિક દેવ છે તેમજ શિવિકા રાજધાની છે.
શંખ - નાગરાજનો શંખ આવાસ પર્વત મેરૂ પર્વતનાં પશ્ચિમમાં છે. તે એક પમવેદિકાથી અને વનખંડથી ઘેરાયેલ છે. અનેક નાની નાની વાવોમાં શંખ જેવી આભા તેમજ વર્ણવાળા ઉત્પલ છે. ત્યાં શંખ નામનાં મહર્ધિક દેવ છે તેમજ શંખા નામની રાજધાની છે.
મનઃશીલાક : નાગરાજનો દકસીમ આવાસ પર્વત મેરૂ પર્વતથી ઉત્તર દિશામાં છે તે શીતા શીતોદા નદીને પ્રવાહિત કરે છે ત્યાં મનઃશીલાક મહર્ધિક દેવ રહે છે તેમજ મન:શીલા નામની રાજધાની છે.
આ બધાની લંબાઈ-પહોળાઈ આદિનાં વર્ણન ગોસ્તૂપ પર્વતને સમાન બેંતાલીસ હજાર યોજન છે. વેલંધર નાગરાજોનાં આવાસ પર્વત ક્રમશઃ કનકમય, અંકરત્નમય, રજતમય અને સ્ફટિક રત્નમય છે.
વેલંધર નાગરાજોની જેમ ચાર અનુલંધર નાગરાજ છે. એના નામ કર્કોટક, કર્દમક, કૈલાશ અને અરૂણપ્રભ છે. તેના આવાસ પર્વતોનાં નામ પણ કર્કોટક આદિ છે. આ મેરૂ પર્વતથી ઉત્તર-પૂર્વ આદિ ચારો વિદિશાઓમાં લવણ સમુદ્રમાં બેતાલીસ હજાર યોજન જવાથી છે. એનો પ્રમાણ ગોતૂપ પર્વતની સમાન છે. આ સર્વાત્મના રત્નમય છે.
જંબુદ્વીપને પોત-પોતાની દિશાઓના ચરમાન્સથી ગોસ્તૂપ આદિના અવ્યવહિત અંતર બેંતાળીસ હજારબેતાળીસ હજાર યોજન છે. આ અંતર, ક્રમશઃ પૂર્વથી પશ્ચિમીના, દક્ષિણથી ઉત્તરીના, પશ્ચમીથીપૂર્વના અને ઉત્તરથી દક્ષિણી ચરમાન્તનાં જાણવા જોઈએ. પરન્તુ સમાન દિશાઓમાં તેંતાળીસ હજાર યોજનનાં છે. મન્દર પર્વતને ચરમાન્તોથી ગોસ્તૂપ આદિ પર્વતોનાં વિપરીત દિશાવર્તી અન્તર સિત્યાસી હજાર યોજનનાં છે. સમાન દિશાવર્તી ચરમાંતોનાં અંતર સત્તાણું હજાર યોજનનાં છે. મંદિર પર્વતને મધ્ય ભાગથી ગોસ્તુપ આદિને ચરમાંતોનાં અંતર બાણુ હજાર યોજનનાં છે.
ગોસ્તુપ આવાસ પર્વતને પૂર્વી ચરૂમાંતથી વલયામુખ મહાપાતાલ કલશને પશ્ચિમી ચરમાંતનાં અવ્યવહિત અંતર બાવન હજરના છે. કેતુક આદિનાં પણ આ પ્રમાણે છે. પૂર્વી ચરમાંતથી મધ્યભાગનાં અવ્યવહિત અંતર સત્તાણુ હજા૨ છે. પશ્ચિમી ચરમાતથી મધ્યભાગનાં અવ્યવહિત અંતર અઠ્ઠાણું હજા૨ છે.
રત્નપ્રભા પૃથ્વીના નીચે ચરમાંતનાં અબાધા અન્તર ઓગણએંશી હજાર યોજન છે.
લવણ સમુદ્રને જલમાં જંબદ્વીપને અબાધિત રહેવાનું કારણ આ છે કે- ભરત એરાવત અને વિદેહ ક્ષેત્રમાં અરિહંત (તીર્થંકર) ચક્રવર્તી, બળદેવ ચારણમુનિ શ્રમણ-શ્રમણિયો, શ્રાવક-શ્રાવિકાઓ તેમજ ભદ્રપ્રકૃતિના મનુષ્યો આદિના પ્રભાવથી લવણ સમુદ્ર જલદ્વીપનો જલમગ્ન આદિ કરતો નથી.
ગંગા આદિ નદિયો, હૈમવત આદિ ક્ષેત્રો, લઘુ હિમવંત આદિ વર્ષધર પર્વતો, શબ્દાપાતિ આદિ વૃત્ત
Lo
w
SISTER
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org