________________
1
'
બધા પર્વતોના બન્ને છેડા લવણસમુદ્રને સ્પર્શેલા છે. પાવરવેદિકાઓ તથા વનખંડોથી વ્યાપ્ત છે. આ બધા ન પર્વતો રુચક આભૂષણની સમાન આકારના છે. પર્વતનાં નામવાળા મહર્ધિક યાવતુ પલ્યોપમનીઆયુષ્યવાળા દેવો તે પર્વતોમાં રહે છે. આ પર્વત ઉપર વાણવ્યંતર દેવ-દેવીઓ વસે છે. આ પર્વતો પૂર્વ-પશ્ચિમમાં લાંબા તથા ઉત્તર-દક્ષિણમાં પહોળા છે. ૭. મેરુ પર્વત : ઉત્તરકુરની દક્ષિણે, દેવકુરની ઉત્તરે, પૂર્વ મહાવિદેહની પશ્ચિમે, પશ્ચિમ મહાવિદેહની પૂર્વે, જંબૂદ્વીપનાં અતિ મધ્ય ભાગમાં આવેલા છે. તે નવ્વાણું હજાર યોજન ઊંચો છે, ભૂમિમાં એક હજાર યોજન ઊંડે છે અને મૂળમાં ૧૦0૯૦-૧૦/૧૧ યોજન પહોળો છે. ભૂતળ ઉપર એની પહોળાઈ દશ હજાર યોજન છે. તે ક્રમશ: ઘટતાં-ઘટતાં ઉપરનાં તલમાં એક હજાર યોજનની થઈ જાય છે મૂળની પરિધિ કંઈક અધિક ઉ૧૯૧૦-૩૧૧ યોજન છે. ભૂતલની પરિધિ ૩૧૬૨૩ યોજન છે તથા ઉપરની પરિધિ કંઈક અધિક ત્રણ હજાર એકસો બાસઠ યોજન છે. આ પર્વત ગો-પુચ્છ જેવા આકાર (સંસ્થાન)વાળો છે. (જંબુદ્વીપની) બહારનાં બધા મેર પર્વતો ચોર્યાસી હજાર યોજન ઊંચા છે. મેર પર્વતની ચૂલિકા ચાલીસ યોજન ઊંચી છે. તે મૂળમાં બાર યોજન, મધ્યમાં આઠ યોજન તથા ઉપર ચાર યોજન પહોળી છે. તેની પરિધિ મૂળમાં કંઈક અધિક સાડત્રીસ યોજન, મધ્યમાં પચ્ચીસ યોજન તથા ઉપર બાર યોજનની છે. આ ચૂલિકા વૈર્યરત્નમય છે. તેની મધ્યમાં એક કોશ લાંબુ, અડધો કોશ પહોળું, કંઈક અધિક એક કોશ ઊંચુ, સેંકડો સ્તંભોવાળું તથા સન્નિવિષ્ટ ધૂપદાનિઓ યુક્ત એવું એક સિદ્ધાયતન છે.
મેરુ પર્વતમાં અધ:સ્તન, મધ્યમ અને ઉપરીતન આ ત્રણ કાંડ (વિભાગ) છે. નીચેનો કાંડ એક હજાર યોજન ઊંચો, મધ્યમકાંડ ત્રેસઠ હજાર યોજન ઊંચો તથા ઉપરનો કાંડ છત્રીસ હજાર યોજન ઊંચો છે. સમગ્ર પર્વત એક લાખ યોજન ઊંચો છે. સમવાયાંગ સૂત્ર મુજબ મેરુનો પ્રથમ કાંડ એકસઠ હજાર યોજન અને બીજો કાંડ આડત્રીસ હજાર યોજન ઊંચો છે. ત્યાં મહર્ધિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળો મંદર' નામનો દેવ રહે છે. મંદર પર્વતનાં સોલ નામો છે.
મેરુ પર્વતનાં મધ્યમાં ચક-નાભિથી ચાર દિશાઓનું અંતર પાંચ હજાર યોજન છે. મેરુ પર્વતથી લવણસમુદ્રનું અંતર પિસ્તાલીસ હજાર યોજન છે. મેરુ પર્વતથી ગૌસ્તૂપ-આવાસ પર્વતનાં પૂર્વ અરમાન્તનું અંતર અઠ્યાવીશ હજાર યોજન છે. તથા પશ્ચિમ ચરમાન્તનું અંતર સત્યાશી હજાર યોજન છે. દકભાસ-આવાસ પર્વતથી ઉત્તરી-ચરમાન્તનું અંતર, શંખ આવાસ પર્વતના પૂર્વ ચરમાન્તનું અંતર, દગસીમ આવાસ પર્વતના દક્ષિણ ચરમાન્તનું અંતર સત્યાશી હજાર યોજન છે. મેરુ પર્વતના મધ્યભાગથી ગોસ્તૂપ આવાસ પર્વતનાં પશ્ચિમી ચરમાન્તનું અંતર બાણું હજાર યોજન છે. મેરુ પર્વતનાં પશ્ચિમી ચરમાંથી ગોસ્તૂપના પશ્ચિમી ચરમતનું અંતર સત્તાણું હજાર યોજન છે. તથા પૂર્વી ચરમાન્તનું અંતર અદાણું હજાર યોજન છે. મેરુ પર્વતથી વિજયદ્વાર આદિનું અંતર પંચાવન હજાર યોજન છે. મેરુ પર્વતથી ગૌતમહીપનાં પૂર્વી-ચરમાન્તનું અંતર સડસઠ હજાર યોજન છે તથા પશ્ચિમી ચરમાન્તનું અંતર ઓગણસીત્તેર હજાર યોજન છે. મેર પર્વતથી અગ્યારસો એકવીસ યોજનનાં અંતરથી જયોતિગ્રક્રનો આરંભ થાય છે.
મેરુ પર્વત ઉપર ભદ્રશાલવન, નંદનવન, સૌમનસવન તથા પંડકવન એ પ્રમાણે ચાર વન છે.
૧. ભદ્રશાલવન - આ ભૂતલ ઉપર સ્થિત છે. તે પૂર્વ-પશ્ચિમમાં લાંબુ તથા ઉત્તર-દક્ષિણમાં પહોળું છે. તથા સૌમનસ, વિધુત્વભ,ગંધમાદન, માલ્યવંત નામનાં વક્ષસ્કાર પર્વતો છે. તથા સીતા અને સીતાદા નામની મહાનદીઓ દ્વારા આઠ વિભાગોમાં વિભાજીત છે. આ વન પૂર્વ-પશ્ચિમની બાજુમાં બાવીસ-બાવીસ હજાર યોજન લાંબુ છે. ઉત્તર-દક્ષિણની બાજુ અઢીસો-અઢીસો યોજન પહોળું છે. અહીં પચાસ યોજન અવગાહન કર્યા પછી
IT
=
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org