________________
સૂત્ર
૩૬
सेसं तं चेव णंदाए जहा हरयस्स तहा ।
તિર્યક્ લોક : વિજયદ્વાર
जेणेव बलिपीढं तेणेंव उवागच्छइ, उवागच्छित्ता अभिओगे देवे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी
" खिप्पामेव भो देवाणुप्पिया ! विजयाए रायहाणीए સિંષાડોમુ ય, તિખ઼ુ ય, ચડવવનુ ય, પરંતુ ય, चउमुहेसु य, महापहपहेसु य, पासाएसु य, पागारेसु य ગટ્ટાનુ ય, વરિયાનુ ચ, વારેમુ ય, ગોપુરમુ ય, તોરણેસુ ય, વાવીનું ય, પુરિનીમુ ય - ગાવ-વિપંતિયાનુ ય, आरामेसु य, उज्जाणेसु य, काणणेसु य, वणेसु य, वणसंडेसु य, वणराईसु य, अच्चणियं करेह, करेत्ता ममेयमाणत्तियं खिप्पामेव पच्चपिणह ।
तए णं ते आभिओगिया देवा विजएणं देवेणं एवं वृत्ता समाणा - जाव हट्ठट्ठा विणएणं पडिसुर्णेति, पडिसुणित्ता विजयाए रायहाणीए सिंघाडगेसु य-जाव- अच्चणियं करेता जेणेव विजए देवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता एयमाणत्तियं पच्चपिणंति ।
तए णं से विजए देवे तेसि णं आभिओगियाणं देवाणं अंतिए एयमट्ठे सोच्चा णिसम्म हट्टतुट्ठ चित्तमाणंदिय-जावहयहियए जेणेव णंदापुक्खरिणी तेणेव उवागच्छइ, उवागच्छित्ता पुरथिमिल्लेणं तोरणेणं-जाव- हत्थ - पायं पक्खालेइ, पक्खालित्ता आयंते चोक्खे परमसुइभूए गंदा पुक्खरिणीओ पच्चुत्तरइ, पच्चुत्तरित्ता जेणेव सभा सुहम्मा तेणेव पहारेत्थ गमणाए ।
तए णं से विजए देवे चउहिं सामाणिय साहस्सीहिं-जाबसोलसहिं आयरक्खदेवसाहस्सीहिं सव्विड्ढीए - जाव निग्घांस नाइयरवेणं जेणेव सभा सुहम्मा तेणेव उवागच्छइ, उवागच्छित्ता सभं सुहम्मं पुरित्थिमिल्लेणं दारेणं अणुपविसइ, अणुपविसित्ता जेणेव मणिपेढिया तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासण वरगइ पुरच्छाभिमुहे सण्णिसण्णे । - નીવા.વ.૨, ૩.o, મુ. ૪૨
Jain Education International
For Private
ગણિતાનુયોગ ૨૧૭
નંદા પુષ્કરિણીના વર્ણનની જેમ હૃદોનું વર્ણન સમજી લેવું જોઈએ.
ત્યારબાદ જયાં બલિપીઠ હતી ત્યાં આવ્યો, ત્યાં આવીને આભિયોગિક દેવોને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! તમે લોકો જલ્દીથી વિજયા રાજધાનીના શ્રૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચત્વરો, ચતુર્મુખો, રાજમાર્ગો, અને માર્ગો, પ્રાસાદો, પ્રાકારો, અટ્ટાલિકાઓ, ચરિકાઓ,દ્વારો, ગોપુરો, તોરણો, વાપિકાઓ, પુષ્કરિણીઓ – યાવત્– બિલપંક્તિઓ (કૂવા) આરામો (બગીચા) ઉદ્યાનો (બાગ), કાનનો, વનો, વનખંડો અને વનરાજીઓમાં જઈ પૂજા કરો. પૂજા કરી આજ્ઞાનુસાર કાર્ય સંપન્ન થાય એવી સૂચના આપો. ત્યારબાદ વિજયદેવ દ્વારા આ પ્રમાણે કહેવામાં આવ્યા પછી તે આભિયોગિક દેવોએ- યાવ-હૃષ્ટ-તૃષ્ટ થઈને વિનયપૂર્વક (એનો) સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને વિજયા રાજધાનીના શ્રૃંગાટક (ત્રિકોણ માર્ગ) આદિમાં આવ્યા- યાવ- પૂજા કરીને જયાં વિજય દેવ હતો ત્યાં આવ્યા અને ત્યાં આવીને આજ્ઞાનુસાર કાર્ય સંપન્ન થયો એવી સૂચના આપી.
તે પછી તે વિજયદેવએ આભિયોગિક દેવોની આ વાત સાંભળીને અને અવધારિત કરીને હૃષ્ટ-તુષ્ટ અને આનંદિત થયો- યાવ- હર્ષોલ્લાસપૂર્વક જયાં નંદા પુષ્કરિણી હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને પૂર્વ દિશામાં આવેલ તોરણમાં પ્રવેશ કર્યો. -યાવત્- હાથ-પગ ધોયા. ધોયા પછી આચમન (કોગળા) કરીને અત્યંત સ્વચ્છ શુદ્ધ પરમ શુચિભૂત થઈ નંદા પુષ્કરિણીથી પાછો બહાર આવ્યો. બહાર આવીને જયાં સુધર્માસભા હતી તે તરફ ચાલવા માંડ્યો.
ત્યારબાદ તે વિજયદેવ ચાર હજાર સામાનિક દેવોયાવ- સોલ હજાર આત્મરક્ષક દેવો સહિત પોતાની સમસ્ત ઋદ્ધિ-યાવ- વાદ્યોના ઘોષ-ધ્વનિઓ સાથે જ્યાં સુધર્મા સભા હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને પૂર્વ દિશામાં આવેલ દ્વારથી સુધર્મા સભામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જયાં મણિપીઠિકા હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને પૂર્વ દિશા તરફ મુખ રાખીને એ શ્રેષ્ઠ સિંહાસન પર બેસી ગયો.
Personal Use Only
www.jainelibrary.org