________________
૨૦૮ લોક-પ્રજ્ઞપ્તિ
તિર્યકુ લોક - વિજયદ્વાર
સૂત્ર ૩૬૩
अप्पेगइया देवा देवदुहदुहं करेंति, अप्पेगइया देवा देवसन्निवायं, देवुक्कलियं, देवकहकह, देवदुहदुहं करेंति।
अप्पेगइया देवा देवज्जोयं करेंति, अप्पेगइया देवा विज्जुयारं करेंति, अप्पेगया देवा चेलक्खेवं करेंति । अप्पेगइया देवा देवुज्जोयं, विज्जोयारं, चेलुक्खेवं करेंति ।
अप्पेगइया देवा उप्पलहत्थगया - जाव - सहस्सपत्तहत्थगया। अप्पेगइया देवा घंटाहत्थगया, कलसहत्थगया - जावधूव - कडुच्छहत्थगया। हट्ठतुट्ठा-जाब-हरिसवस विसप्पमाणहियया विजयाए रायहाणीए सवओ समंता आधावेंति परिधावेंति ।
तए णं तं विजयं देवं चत्तारि सामाणिय साहस्सीओ चत्तारि अग्गमहिसीओ सपरिवाराओ-जाव- सोलस आयरक्खदेवसाहस्सीओ अण्णे य बहवे विजय रायहाणीवत्थव्वा वाणमंतरा देवा य देवीओ य तेहिं वरकमलपइट्ठाणेहिं - जाव - अट्ठसएणं सोवणियाणं कलसाणं तं चेव-जाव-अट्ठसएणं भोमेज्जाणं कलसाणं सन्चोदगेहिं सबमट्टियाहिं सव्वतुवरेहिं सव्व पुप्फेहिं जाव सब्बोसहि सिद्धत्थएहिं सव्वड्ढीए जाव निग्घोस नाइयरवेणं महया महया इंदाभिसेएणं अभिसिंचंति, अभिसिंचित्ता पत्तेयं पत्तेयं सिरसावत्तं मत्थए अंजलि कटु एवं वयासी -
કેટલાક દેવોએ દુહદુહક શબ્દોનો ઉચ્ચાર કર્યો. કેટલાક દેવોએ આપસમાં પરસ્પર ગલે મલ્યા, ક્રીડાઓ કરી. કહyહ ઉચ્ચાર કર્યો તેમજદુહદુહક શબ્દોનો ઉચ્ચાર કર્યો. કેટલાકદેવોએ દિવ્યઉદ્યોત કર્યો. કેટલાકદેવોએઆકાશમાં વિજળીઓ ચમકાવી. કેટલાકદેવોએ રંગબેરંગી વસ્ત્રોને ફરકાવ્યા. કેટલાક દેવોએ એ સમયે દિવ્ય ઉદ્યોત કર્યો. આકાશમાં વીજળી ચમકાવી અને વસ્ત્રો ફરકાવ્યા. કેટલાક દેવોએ કમળો -યાવતુ- શતદલ- સહસ્ત્રદલ કમળોને હાથમાં ધારણ કર્યા હતા. કેટલાક દેવોએ હાથમાં ઘંટાઓ લીધા હતા. કલશ લીધા હતા- યાવતુ-ધૂપદાન હાથમાં ધારણ કરી રાખેલ હતા. આ પ્રકારે- બધાજ દેવો હૃષ્ટ-તુષ્ટ-વાવ- હર્ષના અતિરેકથી ઉછલતા દ્રવ્યોવાળા થઈને વિજયા રાજધાનીની ચારે દિશાઓ- વિદિશાઓમાં આમતેમ દોડધામ કરતા હતા, ભાગતા હતા. ત્યારબાદ ચાર હજાર સામાનિક દેવોએ પોતપોતાના પરિવાર સાથે ચાર અઝમહિષિઓ –ચાવત- સોળ હજાર આત્મરક્ષક દેવોએ તથા બીજા પણ અનેક વિજયા રાજધાનીમાં નિવાસ કરવાવાળા વાણવ્યંતર દેવ અને દેવીઓએ એ સુંદર કમળોની ઉપર રાખવામાં આવેલ-વાવ- એકસો આઠ સુવર્ણના કલશોથી તથા પૂર્વે કહેવામાં આવ્યા પ્રમાણે-યાવ- એકસો આઠ માટીના કલશોના પવિત્ર જળથી મહાનદીઓ વગેરેના માટીથી સર્વ ઋતુઓના સમસ્ત પુષ્પો -યાવતુ- સર્વ ઔષધિઓ અને સિદ્ધાર્થકોથી સમસ્ત ઋદ્ધિ યાવત-વાદ્યધોષોનાનાદ દિવ્ય ધ્વનિ સાથે મહાનું ઈદ્રાભિષેકની (સમગ્ર સામગ્રીથી) એ વિજય દેવનો અભિષેક કર્યો અને અભિષેક કર્યા પછી પ્રત્યેકને નતમસ્તક થઈ બન્ને હાથોની અંજલીપૂર્વક આ પ્રમાણે કહ્યુંહે નંદ ! તમારો જય થાઓ, જય થાઓ. હે ભદ્ર ! તમારો જય થાઓ, જય થાઓ. હે નંદ-ભદ્ર ! આપનો જય-વિજય હો. આપ અજીતો- (નહિં જીતાયેલાઓ) પર વિજય પ્રાપ્ત કરો, જીતેલાઓનું પાલનપોષણ કરો. નહિં જીતાયેલા શત્રુપક્ષ પર વિજય મેળવો, વશ કરો. અને જીતાયેલા મિત્ર પક્ષનું પાલન-પોષણ કરો- રક્ષણ કરો. જીત-અનુકૂલ મિત્રગણની સાથે આપ નિવાસ કરો. હે દેવ! દેવોમાં ઈદ્રપ્રમાણે અને તારાઓમાં ચંદ્રની જેમ, અસૂરોમાં ચમરની જેમ, નાગોમાં ધરણની જેમ. મનુષ્યોમાં ભારત પ્રમાણે નિરૂપસર્ગ બનીને વિચરણ કરો. તેમજ અનેક પલ્યોપમ અને અનેક સાગરોપમ
'जय जय नंदा! जय जय भद्दा ! जय जय नंदा ! भद्दा ! ते अजियं जिणेहिं, जियं पालियाहि, अजियं जिणेहिं सत्तुपक्खं, जियं पालेहिं मित्तपक्खं, जिय मज्झे वसाहि, तं देव ! निरूवसग्गं, इंदो इव देवाणं, चंदो इव ताराणं, चमरो इव असुराणं, धरणो इव नागाणं, भरहो इव मणुयाणं बहूणि पलिओवमाई बहूणि सागरोवमाइं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org