________________
૧૯૪ લોક-પ્રજ્ઞપ્તિ
તિર્યફ લોક – વિજયદ્વારા
સૂત્ર ૩૫૨
कणगमयाओ बाहाओ,
कणगमईओ पासाओ, कणगमईओ गीवाओ, रिट्ठामए मंसु, सिलप्पवालमया उट्ठा, फलिहामया दंता, तवणिज्जमईओ जीहाओ, तवणिज्जमया तालुया, कणगमईओ णासाओ, अंतो लोहितक्ख परिसेयाओ, अंकामयाइं अच्छीणि, पुलगमईओ दिट्ठीओ, रिट्ठामइओ तारगाओ, रिट्ठामयाई अच्छिपत्ताई, रिट्ठामईओ भमुहाओ, कणगामया कखोला,
સુવર્ણમય તેના બાહુ-હાથો છે. સુવર્ણમય એના પડખાઓ છે. તેનું ગળું સુવર્ણમય છે. રિષ્ટ રત્નની અશ્રુ (દાઢી-મુછો છે. એના હોઠ શિલાપ્રવાલ-મુંગાના છે. એના દાંતો સ્ફટિકમણિના બનેલા છે. એની જીભ તપનીય સોનાની બનેલી છે. એનો તાલ ભાગ તપનીય સુવર્ણનો બનેલ છે. એનું નાક સુવર્ણનું બનેલું છે. નાકની અંદરની રેખાઓ લોહિતાક્ષ રત્નની બનેલ છે. તેની આંખો અંકરત્નની બનેલી છે. એની દૃષ્ટિ ચિતવન - પુલક - રત્ન વિશેષની બનેલી છે. આંખોના તારાઓ રિષ્ટ રત્નના બનેલા છે. આંખોની પાંપણો રિઝ રત્નોની બનેલ છે. એની ભ્રમરો રિષ્ટ રત્નની બનેલ છે. એના બન્ને કપોલ-ગાલ સુવર્ણના બનેલ છે. એના કાન સુવર્ણના બનેલ છે. એનો ભાલ પ્રદેશ સુવર્ણનો બનેલ છે. એનો વર્તુલાકાર - શીશઘટિકા (ખોપરી) વજરત્નની બનેલી છે. તપનીય સુવર્ણની એની કેશભૂમિ (ટાલ) છે. અને રિઝરત્નના એના મસ્તક ના કેશ છે. આ જિનપ્રતિમાઓની પાછળ જુદી જુદી છત્રધારિણી પ્રતિમાઓ કહેલ છે. તે છત્રધારિણી પ્રતિમાઓ લીલા કરતી હુઈ હિમ, રજત, કુંદપુષ્પ અને ચંદ્રની પ્રભા જેવી શ્વેત પ્રભાવાળા અને કોરંટ પુષ્પોની માલાઓથી યુક્ત આતપત્રોને આ પ્રતિમાઓ ઉપર તાણીને ઊભી છે. આ જિનપ્રતિમાઓની બન્ને બાજુમાં અલગ-અલગ ચામરધારિણી પ્રતિમાઓ કહેલ છે. એ ચામરધારિણી પ્રતિમાઓની ઉપર ચંદ્રકાંત, વજૂ, વૈદ્રર્ય વગેરે અનેક પ્રકારના મહા મૂલ્યવાનું મણિઓ તેમજ સોનાથી જડેલ ખચિત રત્નો અને તપનીય સુવર્ણથી બનેલ ઉજ્જવલ
कणगामया सवणा,
कणगामया णिडाला, वड़ा बइरामईओ सीसघडीओ,
तवणिज्जमईओ केसंतकेसभूमीओ, रिट्ठामया उवरिमुखजा, तासिणंजिणपडिमाणं पिट्रओ पत्तेयं-पत्तयं छत्तधारपडिमाओ पण्णत्ताओ, ताओ णं छत्तधारपडिमाओ हिम-रयय-कुन्देन्दु-सप्पकासाई,सकोरेंटमल्लदामधवलाई आतपत्ताई सलीलं ओहारमाणीओ चिट्ठति ।
तासिणं जिणपडिमाणं उभओपासिंपत्तेयं-पत्तेयं चामरधार पडिमाओपन्नत्ताओ,ताओणंचामरधारपडिमाओ ચંપ્પદ-વર-વેત્રિય-TIVITA-NI-પથ-વિમ7
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org